બોયફ્રેન્ડ બનાવવા માટે એક છોકરીએ ફોર્મ બહાર પાડ્યું, 3000 લોકોએ અરજી કરી
સોશિયલ મીડિયા જ્યારથી શરૂ થયું છે ત્યારથી અજીબોગરીબ વાતો સામે આવતી રહે છે. લોકો સુંદરતાના કેટલા દિવાના છે તેની એક વાત સામે આવી છે. પોતાને ઇન્સ્ટાગ્રામ ફેશન મોડલ તરીકે બતાવતી એક યુવતીએ બોયફ્રેન્ડ બનાવવા માટે એક ફોર્મ બહાર પાડ્યું છે, જેમાં કેટલાંક સવાલો અને શરતો વિશે કહેવામાં આવ્યું છે. યુવતી લડનની હોવાનું જાણવા મળ્યું છે.
તમે માનશો નહીં, એક જ દિવસમાં 3,000 લોકો એ યુવતીના બોયફ્રેન્ડ બનવા માટે ફોર્મ ભરી દીધા છે. હજુ તો કેટલાની લાઇન લાગશે તે ખબર નથી. આ છોકરી 23 વર્ષની છે અને સોશિયલ મીડિયા પર બોયફ્રેન્ડનું ફોર્મ રાખીને બધાને રવાડે ચઢાવી દીધા છે.
જાણવા મળેલી માહિતી મુજબ 23 વર્ષની Vera Dijkmansએ ટિકટોક પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ફોર્મ બતાવી રહી છે. આ ફોર્મમાં તેણીએ લોકોને તેમના પ્રોફેશન અને ભૂતકાળના સંબંધો વિશે પુછ્યું છે. વીરાએ વીડિયોમાં કહ્યું છે કે અત્યાર સુધી તે સિંગલ છે અને તેનો થનારો બોયફ્રેન્ડ તેનો પહેલો પ્રેમી હશે. તેણીએ આગળ કહ્યુ કે આજના જમાનામાં ડેટિંગ કરવું ખુબ જ મુશ્કેલ છે. હું ટુંક સમયમાં મારા માટે એક સારો છોકરો શોધવા માંગુ છું એટલે મેં ફોર્મ બહાર પાડ્યું છે.
વીરાએ આગળ કહ્યુ કે હું હજી અરજીઓની રાહ જોઇ રહી છું. જેથી મને મારો રાઇટ પાર્ટનર મળી શકે. આ મામલામાં હું મારા પોતાના કોઇ પણ સ્ટાન્ડર્ડમાં બાંધછોડ કરવા માંગતી નથી. હું આખી જિંદગી સિંગલ રહી છું, પરંતુ હવે મને પોતાના માટે એક બોયફ્રેન્ડની જરૂર છે.
વીરાએ સોશિયલ મીડિયા પર બોયફ્રેન્ડ બનવા માટે સવાલો પુછ્યા છે. જેમાં પુછવામાં આવ્યું છે કે તમારી કેટલી એક્સ ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે. શું તમે હજુ પણ તમારી એક્સ ગર્લફ્રેન્ડ સાથે વાત કરો છો. શું તમે પરણિત છો? જો તમારો જવાબ ‘હા’ છે તો તમે મને શું કામ ડેટ કરવા માંગો છો? શું તમે નોકરી કરો છો? શું તમે તમારા માતા-પિતા સાથે રહો છો? શું તમારી પાસે કાર છે?
બોયફ્રેન્ડ વિશે પોતાની પસંદગી બાબતે વીરાએ કહ્યું છે કે મને એવો બોયફ્રેન્ડ ગમે જેને કાર્ટૂન પસંદ હોય. તે મજાકિયા સ્વભાવનો હોય, તે એક વફાદાર વ્યકિત હોય.
હવે વીરાને જે લોકોએ અરજી કરી છે તેમાં કેટલાંક રસપ્રદ જવાબો છે. એક અરજદારે કહ્યું છે કે તે પોતાના માતા-પિતા સાથે રહે છે અને તેની પાસે કાર નથી, પરંતુ બે બોટ છે.એક અન્યએ લખ્યું કે મને કાર્ટૂન પસંદ નથી, પરંતુ તે જિંદગીભર વફાદાર રહેશે.
વીરાએ પોતાની પહેલી ડેટ વિશે કહ્યું છે કે તે પહેલી ડેટ પર સજીધજીને આવશે, તે પોતાના બોયફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા માંગે છે. વીરાએ કહ્યું કે પહેલી ડેટ પર જમવાનું બિલ તેણી પોતે ચુકવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp