12 વર્ષની ઉંમરે બનાવ્યું એકદમ કસાયેલું શરીર, પોતાના વજનથી ત્રણ ગણું ઊંચકી શકે છે

PC: mirror.co.uk

તમે ઘણા બોડી બિલ્ડર્સ જોયા હશે જેઓ એક શાનદાર બોડી બનાવવા માટે જીમમાં દિવસ-રાત મહેનત કરતા હોય છે. પરંતુ એક છોકરાએ માત્ર 12 વર્ષની ઉંમરમાં અદભૂત બોડી બનાવીને લોકોને ચોંકાવી દીધા છે. લોકો તેને 'મિની હલ્ક' પણ કહે છે. તેનું નામ કુજિન્હો નેટો છે. તે બ્રાઝિલનો રહેવાસી છે.

વાસ્તવમાં 12 વર્ષની ઉંમરે આ બાળકે કસરત કરીને પોતાનું શરીર એટલું વજ્ર જેવું બનાવી દીધું છે કે તેના શરીર પર પડતા શેઈપના કારણે સૌ કોઈ ચોંકી જાય છે.

ઉંમર પ્રમાણે નેટોએ આ બધું હાંસલ કરવા ઘણી મહેનત કરી છે. અઠવાડિયાના દિવસોમાં, નેટો સવારે 5.30 વાગ્યે ઉઠે છે અને સિટ અપ કરતા પહેલા 5 Km દોડે છે. તે પછી તે શાળાએ જવા માટે તૈયાર થાય છે. સાંજે તે દિવસનો બીજો વર્કઆઉટ શરૂ કરે છે. દિવસના અંતે તે રાત્રે 9 વાગ્યે સૂતા પહેલા બે કલાકથી વધુ સમય માટે વેઈટ ટ્રેનિંગ સેશન કરે છે.

નેટો 200lbs (91kg)થી વધુ ડેડલિફ્ટ કરવામાં સક્ષમ છે, જે તેના શરીરના વજન કરતાં લગભગ ત્રણ ગણું છે. હાલમાં નેટોનું વજન માત્ર 37 કિલો છે. ટ્રેનિંગ ફૂટેજમાં, તે ડેડલિફ્ટ્સ, સ્ક્વોટ્સ, બેન્ચ પ્રેસ અને પછી બાઈસેપ્સ કર્લ્સ કરતા જોઈ શકાય છે.

નેટોના પિતાએ જણાવ્યું કે, તેમના પુત્રએ નાની ઉંમરમાં જ જીમ જવાનું શરૂ કરી દીધું હતું. શરુઆતમાં પણ તેણે એવા ઘણા કામો કર્યા હતા, જે લાંબા સમયથી તાલીમ લેતા તાલીમર્થોઓ પણ કરી શક્યા ન હતા. તેણે ઘણી વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો છે. તેની પોતાની તાલીમ ટીમ છે, જેમાં કોચ, ડૉક્ટર, ફિઝિયોથેરાપિસ્ટ અને ન્યુટ્રિશનિસ્ટનો સમાવેશ થાય છે. નેટોના પિતા વધુમાં કહે છે કે તાલીમ શરૂ કર્યાના એક વર્ષ અને ચાર મહિનામાં તેની ઊંચાઈ 13 સેમી વધી ગઈ છે, જે તેની ઉંમર માટે યોગ્ય છે.

તેના પિતાએ કહ્યું કે, તેનો પુત્ર પહેલા ફૂટબોલને ખુબ પ્રિય માનતો હતો, પણ તેને છોડી દઈને ક્રોસફિટ ઓક્સેન્ટે જીમમાં તેનાથી મોટા યુવાનો માટેના વર્ગમાં જોડાવાનું નક્કી કર્યું. તેના પિતાએ વધુમાં કહ્યું કે, 'તે ફૂટબોલ માટે પાગલ હતો, પરંતુ તે પછી તે ફક્ત ક્રોસફિટ વિશે શીખવા માંગતો હતો, અમે તેના માટે    સંમત થયા કે તે વર્ષના અંત અને આગામી શાળા વર્ષની શરૂઆત સુધીની રજાઓ દરમિયાન તેને તાલીમ આપશે. પરંતુ 15 દિવસની તાલીમ સાથે, તેની ઉંમર અને શારીરિક સ્થિતિને અનુરૂપના વર્ગો સાથે, કઝિન્હો પહેલેથી જ સરળતાથી તે કસરતો કરવા માટે સક્ષમ હતા જે મહિનાઓથી તાલીમ લેતા વિદ્યાર્થીઓ પણ કરી શકતા ન હતા.'

કુજિન્હોએ ઝડપથી ઘણી તકનીકો શીખી લીધી અને તેના સ્નાયુઓને મજબૂત બનાવ્યા, સાલ્વાડોરમાં ખાલી શોખ ખાતર LPO ઓલિમ્પિક વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં સ્પર્ધામાં તેણે ભાગ લીધો અને તે તે સ્પર્ધામાં ત્રીજા સ્થાને રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp