અમેરિકામાં ઉડતા વિમાનમાં આગ લાગી, વીડિયો થયો વાયરલ

PC: aajtak.in

કેટલીક વખત વિમાનોમાં કોઇ ટેક્નિકલ ખામીના કારણે વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડે છે. પણ હાલમાં હવામાં ઉડતી એક યાત્રિઓ ભરેલી ફ્લાઇટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને રૂંવાટા ઉભા થઇ જશે.

રવિવારના રોજ અમેરિકન એરલાઇનના એક વિમાનના એન્જિનમાં હવામાં જ આગ લાગી ગઇ હતી. એક પક્ષી વિમાન સાથે અથડાયું અને પછી આગ લાગી ગઇ હતી અને મોટી ઘટના બની શકતી હતી. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને ન્યુઝ એજન્સીને કહ્યું કે, આગ લાગવા પર વિમાનને ગયા રવિવારે ઉડાણના 30 મીનિટની અંદર જ સવારે 8 વાગે ઝોન ગ્લેન કોલંબસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરાવાયું હતું. ઘટનામાં કોઇના ઘાયલ થવાની કોઇ જાણકારી નથી. એરપોર્ટ પ્રશાસને ટ્વીટર દ્વારા જાણકારી આપી કે વિમાન સુરક્ષિત લેન્ડ કરી લેવામાં આવ્યું છે.

પ્લેનના સુરક્ષિત લેન્ડ કરવા પર જ્યારે તેમાં યાત્રિઓને આગની ઘટનાની જાણકારી મળી તો તેમના હોંશ ઉડી ગયા અને દુર્ઘટના ટળી જવાને લઇને જીવમાં જીવ આવ્યો. એરલાઇને ન્યુઝ એજન્સીને કહ્યું કે, વિમાનના મેનટેન્સ માટે હાલ તેને આઉટ ઓફ સર્વિસ કરી દેવામાં આવ્યું છે અને ટીમે યાત્રિઓને તેમના ડેસ્ટિનેશન પર સુરક્ષિત પહોંચાડી દીધા છે. સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને અમે પોતાના યાત્રિઓને એવા સમયમાં ધૈર્ય રાખવા માટે ધન્યવાદ આપીએ છીએ.

ગયા વર્ષે ભારતમાં પણ આવી જ દુર્ઘટના બની હતી. અહીં બિહારની રાજધાની પટનામાં એક મોટી વિમાન દર્ઘટના થતા થતા રહી ગઇ હતી. સ્પાઇસ જેટના વિમાનની વિંગમાં આગ લાગ્યા પછી પટના એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ વિમાન સ્પાઇસ જેટનું હતું. પટનાથી દિલ્લી જઇ રહેલા આ વિમાનમાં 185 યાત્રિઓ સવાર હતા. જાણકારી અનુસાર, સ્પાઇસ જેટના આ વિમાને દિવસમાં 12 વાગીને 10 મિનિટે પટનાના જયપ્રકાશ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાણ ભરી હતી.

ઉડાણ ભર્યાના થોડા સમય પછી વિમાનની એક પાંખમાં આગ લાગી ગઇ હતી. પટનાના ફુલવારી શરીફ વિસ્તારના લોકોએ કોઇ અણબનાવની આશંકા વ્યક્ત કરતા આ જાણકારી તત્કાલ જિલ્લા પ્રશાસનને આપી. સામાન્ય નાગરિકોએ જેવી આ વિમાનની પાંખમાં આગ લાગવાની જાણકારી જિલ્લા પ્રશાસનને આપી, પ્રશાસનિક અધિકારી એક્ટિવ મોડમાં આવી ગયા અને દુર્ઘટનાને ટાળી શક્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp