US NGO NTIનો દાવો, ભારત કરતા પાકિસ્તાનના પરમાણુ હથિયાર વધુ સુરક્ષિત
.jpg)
અમેરિકાના એક આંતરાષ્ટ્રીય સંગઠને પરમાણુ હથિયારને લઇને ભારત અને પાકિસ્તાન માટે ચોંકાવનારો દાવો કર્યો છે. ભારતની તુલના ઇરાન અને ઉત્તર કોરિયા સાથે કરી દેવામાં આવી છે અને પાકિસ્તાનને પરમાણુ હથિયારમાં આગળ બતાવ્યું છે.
ચારેકોરથી મળેલા ખરાબ સમાચાર વચ્ચે પાકિસ્તના માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના એક આંતરારાષ્ટ્રીય સંગઠન તરફથી પરમાણુ સુરક્ષા વિશે પાકિસ્તાનને ભારતથી આગળ રાખ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે આંતકવાદીઓના રક્ષણહાર ગણાતા દેશ પાકિસ્તાનને પોતાના પડોશી દેશથી આગળ રાખ્યો છે. પરંતુ ભારતની સરખામણી ઇરાન અને ઉત્તર કોરિયા સાથે કરી દેવામાં આવી છે.
Nuclear Threat Initiative (NTI)એટલે કે ન્યૂક્લિયર સિક્યુરિટી ઈન્ડેક્સ દ્વારા પાકિસ્તાનને આ સારા સમાચાર આપવામાં આવ્યા છે. આ થિંક ટેંક ઇન્ડિકેટર્સ અને નોર્મ્સના આધારે દેશોની પરમાણુ સુરક્ષા ક્ષમતાઓ પ્રયાસોને આધારે માપે છે. આમાં પરમાણુ સામગ્રી અને સુવિધાઓની સુરક્ષા, આંતરરાષ્ટ્રીય ધોરણો અને સંધિઓનું પાલન, પરમાણુ સુરક્ષા માટે નિયમનકારી માળખું અને પરમાણુ શસ્ત્રો અથવા સામગ્રીની અનધિકૃત ઍક્સેસને રોકવા માટે શ્રેષ્ઠ પ્રયાસોના અમલીકરણ જેવા પરિબળોનો સમાવેશ થાય છે.
NTI ઇન્ડેક્સમાં પાકિસ્તાનનો સ્કોર 49 છે જ્યારે ભારતનો 40 છે, ઇરાનનો 29 અને ઉત્તર કોરિયાને 18થી વધારે અંક મળ્યા છે. NGOના કહેવા મુજબ સંસ્થાને એવી પણ માહિતી મળી છે કે પાકિસ્તાન પોતાની પરમાણુ સુવિધાઓની સુરક્ષાના મામલે રશિયા અને ઇઝરાયલની સાથે 32માં સ્થાન પર છે અને 47 દેશોની યાદીમાં ભારત, ઇરાન, મેક્સિકો, દક્ષિણ આફ્રિકા જેવી અનેક દેશોથી ઉપર છે. જો કે ઇન્ડેક્સમાં એ વિશે ચિંતા વ્યકત કરવામાં આવી છે કે પાકિસ્તાનની સ્થિતિ બગડી રહી છે.
2023 માં પ્રથમ વખત, NTI ન્યુક્લિયર સિક્યુરિટી ઇન્ડેક્સે શોધી કાઢ્યું છે કે પરમાણુ સામગ્રી અને પરમાણુ સુવિધાઓ ધરાવતા ડઝનેક દેશો અને પ્રદેશો પરમાણુ સુરક્ષામાં પાછા આવી રહ્યા છે. રિપોર્ટના લેખકોએ એ પણ નોંધ્યું છે કે પાકિસ્તાન સહિત ઘણા દેશો તેમના હથિયાર-ગ્રેડ વાળી સામગ્રીના સંગ્રહમાં વધારો કરી રહ્યા છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે ફ્રાન્સ, ભારત, ઈરાન, ઈઝરાયલ, ઉત્તર કોરિયા, પાકિસ્તાન, રશિયા અને UK સહિત 8 દેશોએ તેમના શસ્ત્રો-ઉપયોગી પરમાણુ સામગ્રીના ભંડારમાં વધારો કર્યો છે. કેટલાક કિસ્સાઓમાં વધારો દર વર્ષે હજારો કિલોગ્રામ સુધીનો છે. જેના કારણે પરમાણુ હથિયાર બનાવવાના પ્રયાસો નબળા પડી ગયા છે. આ સાથે ચોરીનું જોખમ પણ વધી રહ્યું છે. જો ચોરી થઈ જાય, તો સામગ્રીનો ઉપયોગ અણુ બોમ્બ બનાવવા માટે થઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp