74 કરોડમાં વેચી એક સાદી ફુલદાની, કંઈક એવું કર્યું કે બોલી લગાવનારાઓની લાઈન લાગી

PC: twitter.com

ઘણા લોકો પોતાના ઘરને આવા એન્ટિક પીસથી સજાવવાના શોખીન હોય છે, જે સરળતાથી ઉપલબ્ધ નથી હોતા. જ્યારે કોઈ વસ્તુની હરાજી કરવામાં આવે છે, ત્યારે તેની સાથે સંબંધિત તમામ પાસાઓને ધ્યાનમાં લેવામાં આવે છે. તે કયા યુગ અથવા રાજવંશ સાથે સંકળાયેલું છે, તેની ધાતુ અને કોતરણી કેવી છે અને સૌથી મહત્વની બાબત એ છે કે તે શા માટે એટલું વિશેષ છે કે, તેની કિંમત લાખો અને કરોડોમાં હોઈ શકે છે. તમે આવી અનેક કલાકૃતિઓ અથવા ઐતિહાસિક કૃતિઓ વિશે સાંભળ્યું જ હશે કે જેને મોંઘી કિંમત ચૂકવીને ખરીદવામાં કે વેચવામાં આવી હતી. જો કે આજે અમે તમને જે સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ તે થોડી અલગ છે.

જ્યારે આપણે જૂની વસ્તુઓ બજારમાં વેચવા જઈએ છીએ, ત્યારે તેની કિંમતના અડધા અથવા ચોથા ભાગના ભાવે વેચીને પાછા આવીએ છીએ. પરંતુ વિચારો કે જો કોઈ વ્યક્તિ સામાન્ય દેખાતા જૂના વાસણને 74 કરોડમાં વેચે છે તો, તે કદાચ ખૂબ જ આશ્ચર્યજનક બાબત હશે. પાછળ કેટલાક દિવસો પહેલા એક વ્યક્તિએ કંઈક એવું અદ્ભુત કર્યું કે, તેના ઘરમાં રાખેલી ચાઈનીઝ ફૂલદાની 74 કરોડ રૂપિયામાં વેચાઈ ગઈ. આ પછી આ વ્યક્તિ અમીર બની ગયો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મામલો થોડો જૂનો છે, પરંતુ તાજેતરમાં જ કોઈએ આ વાસણની તસવીર શેર કરી, તો આ વાર્તા ફરી ચર્ચામાં આવી. કહેવામાં આવ્યું કે, મામલો ફ્રાંસનો છે. અહીંથી એક વ્યક્તિ પોતાની કેટલીક ઘરવપરાશની વસ્તુઓ લઈને બજારમાં પહોંચ્યો હતો. તેના ઘરમાં એક જૂનું વાસણ હતું જે ફૂલદાની જેવું હતું. તે ચીનનું બનેલું હતું. આ ફૂલદાનીમાં કોતરકામ કરવામાં આવ્યું હતું, જ્યારે લોકોએ તેને જોવાનું શરૂ કર્યું, તો ત્યાંથી જ તેના મનમાં એક વિચાર આવ્યો.

એક રિપોર્ટ અનુસાર, જેવો તે બજારમાં પહોંચ્યો, આ વ્યક્તિએ અફવા ફેલાવી કે આ ફૂલદાની મધ્યયુગીન યુગની છે. આ ફૂલદાનીમાં લાંબા સુંવાળા ગળાની જેવી આ ફુલદાનીમાં ડ્રેગન અને વાદળો કોતરવામાં આવ્યા હતા. આ પછી લોકો તેને ખરીદવા માટે આગળ આવવા લાગ્યા અને પછી તેની કાયદેસર રીતે હરાજી કરવામાં આવી. આ ફૂલદાની 18મી સદીની હોવાનું માનીને ત્રણસોથી ચારસો લોકો તેને ખરીદવા માંગતા હતા. આખરે આ ફૂલદાની વેચાઈ ગઈ.

એવું કહેવામાં આવ્યું હતું કે, ચીનમાં રહેતા એક વ્યક્તિએ તેને ત્યાંથી ખરીદી હતી. આ ફૂલદાનીની કિંમત 1.5 લાખ રૂપિયાથી લગાવવામાં આવી હતી, પરંતુ તે ખેંચાતા ખેંચાતા 74 કરોડ સુધી પહોંચી ગઈ અને આ કિંમતે આ વ્યક્તિએ તેને ખરીદી લીધી છે. કદાચ તેને પણ ફૂલદાની ખરીદ્યા પછી જ તેની અસલિયતની ખબર પડી હશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટના થોડી જૂની છે અને વ્યક્તિએ બેઈમાનીથી ઘણા પૈસા કમાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp