નેપાળના કાઠમંડુમાં 'આદિપુરુષ' ફિલ્મ પર પ્રતિબંધ, કોઈ ભારતીય ફિલ્મ નહીં બતાવાય

'આદિપુરુષ'નો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. 'આદિપુરુષ' વિવાદ પછી નેપાળના કાઠમંડુમાં તમામ ભારતીય ફિલ્મોના સ્ક્રીનિંગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. નેપાળે સીતાના જન્મના તથ્યો પર નારાજગી વ્યક્ત કરી છે. જોકે આ એક જૂનો મુદ્દો છે, જ્યારે બંને દેશો વચ્ચે સમયાંતરે તેના વિષે ચર્ચા થતી રહી છે.

ઓમ રાઉતની ફિલ્મ 'આદિપુરુષ'નો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. હવે આ ફિલ્મને નેપાળમાંથી પણ ઝટકો લાગ્યો છે. હકીકતમાં કાઠમંડુમાં 'આદિપુરુષ' પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. ફિલ્મને લઈને ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતા. આ કારણે ત્યાંની પોલીસે 'આદિપુરુષ'ને કાઠમંડુથી પ્રતિબંધિત કરવાનો નિર્ણય લીધો છે. માત્ર પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ જ નહીં, પણ સોમવારથી ત્યાંના તમામ સિનેમાઘરોમાં કોઈ પણ હિન્દી ફિલ્મ નહીં ચાલે. જાણો શું છે આ આખો મામલો.

કાઠમંડુના મેયર બાલેન શાહે 'આદિપુરુષ' વિશે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. જ્યારથી રામાયણ પર બનેલી આ ફિલ્મ રિલીઝ થઈ છે ત્યારથી નેપાળમાં પણ તેનો વિરોધ થઈ રહ્યો છે. અહીં સીતાજીના જન્મના તથ્યોને લઈને હોબાળો થયો છે. આવી સ્થિતિમાં નેપાળમાં 'આદિપુરુષ'ના સ્ક્રિનિંગ પર પ્રતિબંધ લગાવવાના અહેવાલો સામે આવ્યા છે. હવે કાઠમંડુ મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય લીધો છે કે, તેઓ 'આદિપુરુષ' જ નહીં, પરંતુ કોઈ પણ હિન્દી ફિલ્મ નહીં ચલાવે.

કાઠમંડુના મેયર બાલેન શાહે ટ્વિટ કર્યું હતું કે, જ્યાં સુધી 'આદિપુરુષ'ના નિર્માતાઓ સીતાના જન્મની હકીકતને સુધારશે નહીં ત્યાં સુધી તેઓ ફિલ્મ નહીં ચલાવે. વાસ્તવમાં નેપાળ સરકારનું કહેવું છે કે, સીતાજીનો જન્મ નેપાળના તરાઈ વિસ્તારના જનકપુરમાં થયો હતો. જ્યારે ભારતમાં એવું માનવામાં આવે છે કે, સીતાનો જન્મ સીતામઢીમાં થયો હતો. આ મુદ્દે બંને દેશો વચ્ચે હંમેશા વિવાદ થતો રહ્યો છે.

એ નવાઈની વાત એ છે કે, કાઠમંડુમાં ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ મુકવાની વાત સામે આવી છે. અહીં તમને જણાવી દઈએ કે, નેપાળમાં શરૂઆતથી જ ભારતીય ફિલ્મોને ઘણો પ્રેમ મળી રહ્યો છે. ત્યાં ભારતીય કલાકારોનો પણ ઘણો ક્રેઝ જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં કાઠમંડુના 17 ફિલ્મ હોલમાં ભારતીય ફિલ્મો બતાવવાની ના પાડી દીધી છે. તે કહે છે કે, જ્યાં સુધી તે સીતાના જન્મની હકીકતને સુધારશે નહીં ત્યાં સુધી તે પોતાનો નિર્ણય બદલશે નહીં.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.