26th January selfie contest

અફઘાનિસ્તાનમાં તાલિબાનના ખૌફ વિરુદ્ધ એકલી લડી રહી છે 18 વર્ષની આ છોકરી કોણ છે

PC: aajtak.in

અફઘાનિસ્તાનમાં તાલિબાને મહિલાઓનું યુનિવર્સિટીમાં જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. તાલિબાનના અત્યાચારોના ડરથી આ નિર્ણયનો ઘણો વિરોધ થઈ રહ્યો છે. આ બધાની વચ્ચે અફઘાનિસ્તાનની 18 વર્ષની છોકરી ચર્ચામાં છે, જે ડર્યા વગર તાલિબાનના આ નિર્ણયનો વિરોધ કરી રહી છે. એટલું જ નહીં અફઘાનિસ્તાનની આ વિદ્યાર્થીની એકલી જ હાથમાં પોસ્ટર લઈને તાલિબાન વિરુદ્ધ વિરોધ કરવા નીકળી પડી છે. સમાચાર એજન્સી એએફપી સાથેની વાતચીતમાં મારવાએ કહ્યું હતું કે, લાઈફમાં પહેલી વખત હું ગૌરવન્વિત, મજબૂત અને શક્તિશાળી મહેસૂસ કરી રહી છું કારણ કે હું તેમના વિરુદ્ધ ઊભી છું અને અમારા એ અધિકારીઓની માંગ કરી રહ્યો છું, જે મને અલ્લાહે આપી છે. મારવાએ થોડા મહિનો પહેલા જ યુનિવર્સિટીમાં એડમિનશન લેવાનું હતું, જો તે એડમિશન લઈ લેતે તો આવું કરનારી તે પહેલી મહિલા હોતે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનના સત્તામાં આવ્યા પછી મોટાભાગની એક્ટીવીસ્ટની ધરપકડ કરવામાં આવી છે. જેના પછીથી મહિલાઓના વિરોધ ઘણા ઓછા થઈ ગયા છે. અફઘાનિસ્તાનમાં પ્રદર્શન કરવા પર ધરપકડ થાય છે અથવા તો ઉત્પીડનનો શિકાર બનવું પડે છે. તેમ છતાંમારવા આ બધી વસ્તુઓથી ડર્યા વગર તાલિબાનના વિરોધમાં ઊભી છે. મારવાએ કાબુલ યુનિવર્સિટી કેમ્પસની પાસે હાથમાં પોસ્ટર લઈને શાંતિપૂર્ણ રીતે તાલિબાનના આ નિર્ણયનો વિરોધ કરી રહી છે. આ દરમિયાન તેની બહેને તેનો વીડિયો પણ બનાવ્યો છે.

તાલિબાને મહિલા અધિકારો પર હુમલો કરતા ગયા અઠવાડિયે જ યુનિવર્સિટી શિક્ષા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેને લઈને દુનિયાભરમાં પ્રતિક્રિયા પણ આવી છે. અફઘાનિસ્તાનમાં પણ કેટલીક મહિલાઓએ વિરોધ પ્રદર્શન કરવાની કોશિશ કરી પરંતુ તાલિબાને તેમને પ્રદર્શન કરવા દીધા ન હતા. કાબુલ યુનિવર્સિટીની બહાર રવિવારે મોટી સંખ્યામાં તાલિબાન ગાર્ડ્સ મૂકવામાં આવ્યા છે. મારવાએ પોતાના હાથમાં જે પોસ્ટરમાં રાખ્યું છે, તેમાં લખ્યું છે- ઈકરા.

તેનો મતલબ હિન્દીમાં અભ્યાસ અથવા ભણતર થાય છે. મારવાએ કહ્યું છે કે અમારી સાથે ઘણું ખરાબ થયું છે. પરંતુ અમે શાંત છીએ. પરંતુ હું એકલી અફઘાન છોકરીની તાકાત દેખાડવા ઈચ્છતી હતી કે તે પણ ઉત્પીડન વિરુદ્ધ ઊભી રહી શકે છે. મારવા કહે છે કે જ્યારે મારી બીજી બહેનો આ જોશે કે એક એકલી છોકરી તાલિબાન વિરુદ્ધ લડી રહી છે તો તેમને પણ અવાજ ઉઠાવવાની તાકાત મળશે અને તે તાલિબાનને હરાવશે.

અફઘાનિસ્તાનમાં ગયા વર્ષે ઓગષ્ટ મહિનામાં તાલિબાન સત્તામાં આવ્યું હતું. તાલિબાને વાયદો કર્યો હતો કે તે નરમ શાસન કરશે. પરંતુ તેમણે સત્તામાં આવ્યા પછી મહિલાઓ પર કઠોર પ્રતિબંધો લગાવ્યા છે. આ પહેલા શનિવારે જ તાલિબાન પ્રશાસને બધા સહયોગી સંગઠનોને કહ્યું છે કે તે મહિલાઓને કામ પર આવતી રોકે. એટલું જ નહીં અફઘાનિસ્તાનમાં એક વર્ષથી મહિલાઓની સેકન્ડરી સ્કૂલ બંધ છે. જ્યારે મહિલાઓ પોતાની સરકારી નોકરી ગુમાવી ચૂકી છે અને ઘરે રહેવા પર સેલરીનો એક ભાગ જ આપવામાંઆવી રહ્યો છે. એટલું જ નહીં, મહિલાઓને પાર્ક, જિમ અને પુલમાં જવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. તાલિબાનનું કહેવું છે કે આ પ્રતિબંધ એટલા માટે છે કારણ કે મહિલાઓ ઈસ્લામિક ડ્રેસ કોડનું પાલન નથી કરી રહી, જેમાં હિજાબ પહેરવાનું પણ સામેલ છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp