ઓસ્ટ્રેલિયાની 5 યુનિવર્સિટીઓએ લગાવ્યો ભારતીય વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ, જાણો કારણ
ઓસ્ટ્રેલિયાની કેટલીક યુનિવર્સિટીઓએ ભારતના લગભગ 8 રાજ્યોમાંથી આવતા ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. નકલી દસ્તાવેજોનો ઉપયોગ અને અભ્યાસની જગ્યાએ સ્ટુડન્ટ વીઝાનો ઉપયોગ માત્ર ઓસ્ટ્રેલિયા આવવા માટે કરવા જેવા કારણોનો સંદર્ભ આપતા આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયન અખબાર સિડની મોર્નિંગ હેરાલ્ડે રિસર્ચ બાદ લખ્યું હતું કે, ઓછામાં ઓછી 5 યુનિવર્સિટીઓએ આ પ્રતિબંધ લગાવ્યો છે, જેમાં વિક્ટોરિયા યુનિવર્સિટી, એડિથ કોવન યુનિવર્સિટી, વોલોનગોંગ યુનિવર્સિટી, ટોરેસ યુનિવર્સિટી અને સદરન ક્રોસ યુનિવર્સિટી સામેલ છે.
વૈશ્વિક શિક્ષણ ફર્મ નવિતાસના જોન ચ્યૂએ પોતાના નિવેદનમાં કહ્યું કે, આવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધારે છે. અમે જાણતા હતા કે સંખ્યામાં ખૂબ વૃદ્ધિ થશે, પરંતુ તેની સાથે જ નકલી વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છેઃ કે, આ સ્થિતિને પહોંચી વળવા માટે ઘણી યુનિવર્સિટીઓ પ્રતિબંધ લગાવી રહી છે. એડિથ કોવન યુનિવર્સિટીના ડેપ્યુટી વાઇસ ચાન્સેલર (VC)એ DWને આપેલ નિવેદનમાં આ પ્રકારના પ્રતિબંધોની પુષ્ટિ કરી છે.
તેમનું કહેવું છે કે, એડિન કોવન યુનિવર્સિટી ગુણવત્તા પર આધારિત સંસ્થા છે, જ્યાં એડમિશન પ્રક્રિયા અને અભ્યાસના માહોલ દ્વારા એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે આમારા બધા વિદ્યાર્થીઓનો વિકાસ થાય અને તેઓ પોતાનો અભ્યાસ અને કરિયરમાં સફળતાપૂર્વક આગળ વધે. જાન્યુઆરી 2023માં ECUએ અસ્થાયી રીતે પંજાબ અને હરિયાણાથી અંડરગ્રેજ્યૂએટ કોર્સોમાં એડમિશન પ્રક્રિયા સસ્પેન્ડ કરી દીધી હતી, જેથી આ ક્ષેત્રોથી એડમિશન પ્રક્રિયાની સમીક્ષા કરી શકાય.
શું છે કારણો?
એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ, ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષ 2019ના 75,000ના સર્વોચ્ચ આંકડાને પાર કરી શકે છે. એક અખબારે મંગળવારે કહ્યું કે, વિદ્યાર્થીઓની સંખ્યામાં હાલની વૃદ્ધિથી ઑસ્ટ્રેલિયાની ઈમિગ્રેશન પ્રણાલી અને દેશના આકર્ષક ઇન્ટરનેશનલ શિક્ષણ બજાર પર સંભવિત દીર્ઘકાલિક પ્રભાવને લઈને સાંસદો અને શિક્ષણ ક્ષેત્રના લોકોએ ચિંતા વ્યક્ત કરી છે.
છેલ્લા કેટલાક અઠવાડિયાથી વિદ્યાર્થી અને માઈગ્રેશન એજન્ટ ફરિયાદ કરી રહ્યા હતા કે ભારતના કેટલાક વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવી રહ્યું નથી, જેમાં હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ ખાસ કરીને સામેલ છે. સિડની મોર્નિંગ હેરાલ્ડે પોતાના રિપોર્ટમાં લખ્યું કે, પર્થની એડિન કોવન યુનિવર્સિટીએ ફેબ્રુઆરીમાં પંજાબ અને હરિયાણાથી આવતા વિદ્યાર્થીઓ પર પૂરી રીતે પ્રતિબંધ લગાવી દીધો હતો. માર્ચમાં વિક્ટોરિયા યુનિવર્સિટીએ 8 રાજ્યોના વિદ્યાર્થીઓને પ્રતિબંધિત કરી દીધા હતા, જેમાં ગુજરાત પણ સામેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp