મેટ્રોમાંથી ઉતરી યુવકે દોડીને આગલા સ્ટોપ પર એ જ મેટ્રો પકડી, જુઓ Video

PC: prabhatkhabar.com

લંડનમાં સબવે ટ્રેનમાંથી ઉતર્યા પછી આગળના સ્ટોપ પર તે જ ટ્રેનમાં ચઢવા માટે એક માણસ દોડતો હોવાનો વીડિયો ઑનલાઇન વાયરલ થયો છે. આ વ્યક્તિએ એક સ્ટેશનથી બીજા સ્ટેશને દોડતી વખતે બોડી કેમેરાનો ઉપયોગ કરીને પોતાની જાતને રેકોર્ડ કરી હતી જ્યારે બીજાએ ટ્રેનની હિલચાલને કેમેરામાં કેદ કરી હતી. આ ક્લિપ ટ્વિટર પર શેર કરવામાં આવી હતી અને તેને 47 મિલિયનથી વધુ વખત જોવામાં આવી છે.

વાસ્તવમાં, વાયરલ થઈ રહેલો આ વિડિયો મૂળ પેપો જિમેનેઝે 2017માં ટ્વિટર પર શેર કર્યો હતો. 1 મિનિટથી વધુની ક્લિપમાં, એક માણસ લંડનના મેન્શન હાઉસ સબવે સ્ટેશન પર સબવે ટ્રેનમાંથી ઉતરતો જોઈ શકાય છે. તે આગલા સ્ટોપ પર એ જ ટ્રેન પકડવા માંગતો હતો, તેથી તે શક્ય તેટલી ઝડપથી દોડ્યો. આગળનું સ્ટોપ કેનન સ્ટ્રીટ પર હતું, અને દોડવીર ટ્રેનમાં ચઢવામાં પણ સફળ રહ્યો હતો. ફરીથી મેટ્રોમાં ચડ્યા પછી, તે વ્યક્તિ થાકને કારણે મેટ્રોના ફ્લોર પર સૂઈ ગયો, જ્યારે તે ટ્રેનમાંથી ઉતરતી વખતે તેની સાથે હતા તે મુસાફરો, તે ફરી તે જ ટ્રેનમાં ચડ્યો તે બદલ તેના માટે તાળીઓ પાડી રહ્યા હતા.

આ વીડિયો ઝડપથી ઓનલાઈન વાયરલ થઈ ગયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'મને વિશ્વાસ જ ન હતો કે તે આવું કરી શકે છે.'

અન્ય એક યુઝરે લખ્યું, 'અમેઝિંગ બ્રો.'

સોશિયલ મીડિયા પર યૂઝરની કમેન્ટ્સ ખૂબ વાયરલ થઈ રહી છે, એક યુઝરે લખ્યું છે, 'કોઈ સિક્યુરિટી ચેક નથી?' , અન્ય યુઝરે લખ્યું, 'ફક્ત લંડનમાં જ જ્યાં દરેક સ્ટોપ તમારી આટલી નજીક છે, તમે ખરેખર આવું કરી શકો છો.', અન્ય એક યુઝરે લખ્યું, 'પણ શા માટે?', કોઈએ ટિપ્પણી કરી, આનાથી સાબિત થયું: જાહેર પરિવહન એક કૌભાંડ છે.' એકે કોમેન્ટમાં એમ પણ ઉમેર્યું, 'તેને દિલ્હી મેટ્રોમાં આવું કરવાનું કહો, તેને સ્ટેશનની બહાર નીકળવાનો પણ સમય નહીં મળે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp