એરપોર્ટ પર જઇને સગીરાએ કહ્યું- બોયફ્રેન્ડને મળવા લાહોર જવું છે, ફેમસ થવા સ્ટંટ

PC: thelallantop.com

સરહદ પાર કરીને પ્રેમ કરવાની સ્ટોરી તો હવે રોજ પડેને સામે આવી રહી છે. પહેલા પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર, એ પછી ભારતથી પાકિસ્તાન ગયેલી અંજુ અને હવે રાજસ્થાનથી આવી જ એક ઘટના સામે આવી છે. રાજસ્થાનની એક 17 વર્ષની સગીર યુવતી પાકિસ્તાન જવા માંગતી હતી. જો કે એવું કહેવામાં આવી રહ્યું છે કે સીમા અને અંજુની જેમ ફેમસ થવા માટે આ સગીરાએ આવું પગલું ભર્યું છે. સગીરા પાસે પાકિસ્તાન જવા માટેના એક પણ દસ્તાવેજ નહોતા.

રાજસ્થાનની સીકર જિલ્લાની આ સગીરા શુક્રવારે, 28 જુલાઇએ જયપુર એરપોર્ટ પહોંચી હતી. તેણીએ દાવો કર્યો હતો કે તેને પાકિસ્તાન જવું છે. એ છોકરી પાસે ન તો પાસપોર્ટ હતો, ન વિઝા હતા કે કોઇ બીજા દસ્તાવેજો પણ નહોતા.

જયપુરના પોલીસ કમિશ્નર આનંદ શ્રીવાસ્તવે ઇન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે  એક છોકરી પાકિસ્તાન જવા માટે જીદ કરી રહી હતી. તેની પાસે કોઇ પાસપોર્ટ નહોતો, કોઇ દસ્તાવેજ કે કોઇ લીગલ સમજ પણ નહોતી. એ છોકરીને સમજાવીને ઘરે મોકલી દેવામાં આવી છે.

આ મામલાની જાણકારી રાખનાર એક અધકારીએ ઇન્ડિયા ટુડેને કહ્યુ હતું કે, શુક્રવારે રાત્રે જયપુર એરપોર્ટ પર એક યુવતીની અટકાયત કરવામાં આવી હતી. તેણી પોતાના બોયફ્રેન્ડને લાહોર મળવા જઇ રહી હોવાનું કહેતી હતી. આ યુવતી એરપોર્ટ પર ટિકીટ કાઉન્ટર પર પહોંચીને પાકિસ્તાનની ટિકીટ માંગી રહી હતી. યુવતીની ઉંમરને જોઇને ટિકીટ માસ્ટર અને સિક્યોરીટી ગાર્ડને લાગ્યું કે આ કોઇ મજાક હશે.જ્યારથી સીમા હૈદર અને અંજુની ઘટના સામે આવી છે ત્યારથી આવી સ્ટોરીઓ સામે આવી રહી છે.

જયપુર એરપોર્ટ પર પહોંચેલી સગીરાનો દાવો છે કે,તેણી 3 વર્ષ પહેલા ઇસ્લામાબાદથી પોતાની ફોઇ સાથે ભારત આવી હતી. તે રાજસ્થાનમાં ફોઇના ઘરે જ રહેતી હતી. ફોઇ સાથે ઝગડો થવાને કારણે પાકિસ્તાન જવા માંગે છે એમ યુવતી કહેતી હતી. એરપોર્ટના સિક્યોરીટી ગાર્ડસ છોકરીના વાત સાંભળીને ચોંકી ગયા હતા. તપાસ કરતા ખબર પડી હતી કે યુવતી સીકર જિલ્લાના રતનપુર ગામની રહેવાસી છે.

યુવતીએ પોલીસને કહ્યું હતું કે, તેના બોયફ્રેન્ડે એરપોર્ટ પર કેવી રીતે વાત કરવી, કઇ બાબતોનો ખ્યાલ રાખવો એ બધું સમજાવ્યું છે. પોલીસે પુછપરછ માટે યુવતીના માતા-પિતાને બોલાવ્યા હતા. યુવતીના માતા-પિતાએ કહ્યું કે તેણે માત્ર સસ્તી પ્રસિદ્ધી મેળવવા માટે આ બધું કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp