પતિની હત્યા બાદ મહિલાએ ઘરમાં યોજી ભવ્ય પાર્ટી

PC: hindi.news18.com

આ મહિલા પર તેના પતિને ઝેર આપીને મારી નાંખવાનો આરોપ છે. તેની ધરપકડ કરવામાં આવી છે. હવે આ મામલે નવી જાણકારી સામે આવી છે. આરોપી મહિલા કોરી રિચિન્સે તેના પતિના મૃત્યુના બીજા જ દિવસે તેના ઘરમાં એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. આ વાત મીડિયા રિપોર્ટ્સમાં એફિડેવિટને ઉલ્લેખીને કહેવામાં આવી છે. તેણે અમેરિકાના ઉટાહ સ્થિત પોતાના ઘરે મિત્રોને પાર્ટીનું આમંત્રણ આપ્યું હતું.

 

ત્યાંના એક સ્થાનિક અખબારના હાથમાં આ એફિડેવિટની કોપી આવી છે. તેમાં એવું બતાવવામાં આવ્યું છે કે, 'પતિ એરિકના મૃત્યુના બીજા દિવસે, કોરી રિચિન્સએ તેના ઘરને બંધ કરી દીધું હતું, તે અહીં એકલી હતી. ત્યાર પછી તેણે મિત્રોને ઘરે આયોજિત મોટી પાર્ટી માટે આમંત્રણ આપીને બોલાવ્યા હતા. તેણે પાર્ટીમાં દારૂ પીધો અને ખૂબ જ ઉજવણી કરી.' કોરી રિચિન્સની ગયા અઠવાડિયે ધરપકડ કરવામાં આવી છે. તેના પતિનું 4 માર્ચ, 2022ના રોજ ઝેર આપવાના કારણે મૃત્યુ થયું હતું. 

તેના પતિના મૃત્યુના એક વર્ષ પછી તેણે લખ્યું 'આર યુ વિથ મી?' નામથી એક પુસ્તક પણ લખ્યું. તેમાં, તેણીએ જણાવ્યું હતું કે, તે અને તેના ત્રણ બાળકો એરિકના મૃત્યુના કારણે મળેલા દુઃખનો કેવી રીતે સામનો કરી રહ્યા છે. આ પુસ્તક બાળકો માટે લખવામાં આવ્યું હતું. જેમાં કોરી રિચિન્સે કહ્યું કે, કોઈ તમારા પોતાના સ્વજનના મૃત્યુ બાદ બાળકો પર તેના મૃત્યુની અસરને કેવી રીતે ઓછી કરવી જોઈએ. તેણે કહ્યું કે, તે પોતે પણ આ પીડા અનુભવી રહી છે. જો કે, જ્યારે પોલીસે પાર્ટીની ઉજવણી અંગે પ્રશ્નો પૂછ્યા ત્યારે તેણે કહ્યું કે, તેના પતિના મૃત્યુની આગલી રાત્રે તેણે તેના વ્યવસાયને લગતી પાર્ટી કરી હતી. 

તેણે અધિકારીઓને જણાવ્યું કે, તેણે તેના પતિને મિશ્ર વોડકા પીવા માટે આપ્યું હતું. ત્યાર પછી તે તેને બેભાન અવસ્થામાં મળ્યો હતો. તેણે કહ્યું કે તેણે તેને બચાવવા માટે તમામ પ્રયાસ કર્યા હતા. જો કે, પાછળથી ડોક્ટરે કહ્યું કે, ફેન્ટાનીલ નામની દવાઓના ઓવરડોઝને કારણે એરિકનું મોત થયું હતું. તે તેના શરીરમાં મર્યાદા કરતા અનેક ગણું વધારે જોવા મળ્યું છે. કોર્ટના દસ્તાવેજો પરથી જાણવા મળ્યું છે કે, કોરી એક પરિચિત માણસ પાસે બહાનું બનાવીને દવાઓ મંગાવ્યા કરતી હતી, અને તેને તેના પતિ એરિકને ખાવાના ખોરાકમાં ભેળવીને આપતી હતી. કોરીએ જ પોલીસને ફોન કર્યો અને જણાવ્યું હતું કે તેનો પતિ બેભાન હાલતમાં પડ્યો હતો. હવે તે તેના પતિની હત્યાના આરોપનો સામનો કરી રહી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp