અમેરિકા, સાઉદી સહિત 4 દેશોની ચેતવણી બાદ પાકિસ્તાન એલર્ટ પર

પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં આતંકવાદી હુમલાની આશંકા વચ્ચે રાજધાનીની પોલીસ એલર્ટ થઇ ગઇ છે. કોઇપણ પ્રકારના આતંકવાદી હુમલાનો સામનો કરવા માટે પોલીસે ખાસ પ્લાન તૈયાર કર્યો છે. આખી રાજધાનીને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. ઇસ્લામાબાદ પોલીસે આ પ્લાન અમેરિકા, બ્રિટન સહિત કેટલાક દેશોના એલર્ટ બાદ તૈયાર કર્યો છે.

પાકિસ્તાનના ઇસ્લામાબાદના લોકપ્રિય મેરિયોટ હોટલ પર આતંકવાદી હુમલાનું જોખમ બતાવતા અમેરિકા સહિત કેટલાક દેશએ પોતાના નાગરિકોને એલર્ટ રહેવા માટે કહી દીધું છે. ચેતવણી આપનારા દેશોમાં અમેરિકાની સાથે સાથે બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને સાઉદી અરબ પણ શામેલ છે.

આતંકવાદી હુમલાના જોખમને જોતા ઇસ્લામાબાદ પોલીસે જે ખાસ પ્લાન તૈયાર કર્યો છે, તેના દ્વારા રાજધાનીના દરેક રસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે. પોલીસના પ્લાન અનુસાર, ઇસ્લામાબાદમાં 25 અસ્થાઇ ચેક પોસ્ટ બનાવવામાં આવ્યા છે. શહેરમાં લાગેલા કેમેરાની મદદથી પણ નજર રાખવામાં આવી રહી છે. તેની સાથે જ મેટ્રો સર્વિસ પેસેન્જર્સ પર પણ વીડિયો રેકોર્ડિંગ દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

ઇસ્લામાબાદ પોલીસે કહ્યું કે, જે ગાડીઓ પર ખોટી નંબર પ્લેટ કે કોઇ નંબર પ્લેટ નથી લાગેલી તેવા વાહનો શહેરમાં ફરતા મળે તો તેના વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે શહેરમાં આવનારા વિદેશી નાગરીકો માટે પણ એડવાઇઝરી જારી કરી છે. પોલીસ તરફથી ઇસ્લામાબાદ આવનારા દરેક વિદેશી નાગરિકોને કહેવામાં આવ્યું છે કે, તેઓ હંમેશા પોતાનો આઇડી કાર્ડ સાથે જરૂર રાખે. જ્યારે શહેરમાં મકાન માલિકોને પણ કહેવામાં આવ્યું છે કે, ભાડુઆતોના પણ પોલીસ સ્ટેશનમાં વેરિફિકેશન કરાવો.

ગયા સપ્તાહે 23મી ડિસેમ્બરના રોજ ઇસ્લામાબાદમાં એક ગાડીમાં સવાર આતંકવાદીએ પોતાને બ્લાસ્ટમાં ઉડાવી દીધો હતો. આ ઘટના એ સમયે બની કે, જ્યારે પોલીસે શંકાના આધારે તેને ગાડી રોકવા માટે કહ્યું હતું. જેનાથી ગાડી ઉભી રહી અને ગાડી બ્લાસ્ટ થઇ ગઇ, જેમાં અંદર બેઠેલો ડ્રાઇવર માર્યો ગયો. સાથે જ ઇસ્લામાબાદ પોલીસના એક જવાનનું પણ મોત થયું અને ચાર લોકો ગંભીર રૂપે ઘાયલ થઇ ગયા. આ સુસાઇડ એટેકમાં બે સામાન્ય નાગરિકો પણ ઘાયલ થયા હતા.

ઇસ્લામાબાદમાં ગયા આઠ વર્ષોમાં આ પહેલો સુસાઇડ એટેક થયો હતો. હુમલાની જાણકારી મળતા જ ધમાલ મચી ગઇ. આ સુસાઇડ બ્લાસ્ટ રાજધાનીના જે વિસ્તારમાં થયો, તે વિસ્તારમાં પાકિસ્તાની સસંદ સહિત કેટલીક મોટી સરકારી ઓફિસ છે. સુસાઇડ એટેકની જવાબદારી આતંકવાદી સંગઠન તહરીક એ તાલિબાન પાકિસ્તાને લીધી હતી.

મંગળવારના રોજ પાકિસ્તાની મંત્રી રાણા સનાઉલ્લાહે આ કેસ વિશે અપડેટ આપી હતી. તેમણે કહ્યું કે, સુસાઇડ એટેકમાં શામેલ એક સંદિગ્ધની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેની પુછપરછ કરી છે.

ઇસ્લામાબાદમાં સુસાઇડ એટેક બાદ અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને સાઉદી અરબે પોતાના નાગરિકો માટે એલર્ટ જારી કર્યું છે. વર્ષ 2008માં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખતા પાકિસ્તાનમાં અમેરિકન દૂતાવાસ તરફથી નાગરિકો માટે સૌથી પહેલા નિવેદન જારી કરવામાં આવ્યું. અમેરિકન દૂતાવાસ તરફથી દરેક નાગરિકોને ઇસ્લામાબાદમાં એક લક્ઝરી હોટલમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

નિવેદનમાં કહેવાયું છે કે, અમેરિકન સરકારને આશંકા છે કે, અમુક સંદિગ્ધ ઇસ્લામાબાદની એક હોટલમાં અમેરિકન નાગરિકો પર આતંકવાદી હુમલાનું ષડ્યંત્ર રચી રહ્યા છે. અમેરિકા બાદ બ્રિટન તરફથી પણ પોતાના નાગરિકોને એલર્ટ રહેવાની સલાહ આપવામાં આવી છે. જ્યારે, ઓસ્ટ્રેલિયા ઉચ્ચાયુક્તે પણ પોતાના નાગરિકોને અપીલ કરી છે કે ઇસ્લામાબાદની ફાઇવ સ્ટાર હોટલથી દૂર રહો.

પાકિસ્તાનમાં સાઉદી અરબના દૂતાવાસ તરફથી પણ નિવેદન જારી કરવામાં આવ્યું છે. સાઉદી દૂતાવાસ તરફથી પોતાના નાગરિકોને સચેત રહેવા અને વગર કોઇ કામ આમ તેમ ન ફરવાની સલાહ આપવામાં આવી છે. 20મી સપ્ટેમ્બર, 2008ના રોજ ઇસ્લામાબાદમાં થયેલા એક બ્લાસ્ટથી આખું પાકિસ્તાન હચમચી ગયું હતું. આ બ્લાસ્ટમાં 54 લોકોના મોત થયા હતા. આ બ્લાસ્ટ રાજધાનીની ફાઇવ સ્ટાર હોટલમાં જ થયો હતો.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.