‘ચીન સાથે 2025માં થશે ભયાનક યુદ્ધ’, અમેરિકન વાયુસેનાના જનરલના નિવેદનથી હલચલ

PC: bloomberg.com

ચીન અને અમેરિકા વચ્ચે 2 વર્ષ બાદ ભયંકર યુદ્ધ થઇ શકે છે. અમેરિકન વાયુ સેનાના એક ઉચ્ચ જનરલે આ સંબંધમાં મોટો દાવો કર્યો છે અને વરિષ્ઠ અધિકારીઓને મેમો મોકલ્યો છે. તેમના આ દાવાઓ બાદ તમામ ચર્ચાઓ તેજ થઇ ગઇ છે. ઉચ્ચ અધિકારીઓને મેમોમાં કહ્યું છે કે 2025માં અમેરિકા અને ચીન વચ્ચે યુદ્ધ થઇ શકે છે. તેની આશંકાઓ વધતી જઇ રહી છે. તેમણે સેનાના અધિકારીઓને યુદ્ધને લઇને તૈયારી કરવા માટે ચેતવણી આપી છે. તો અમેરિકન અધિકારીના આ નિવેદનથી દરેક હેરાન છે.

અમેરિકન વાયુ સેનાના જનરલે શુક્રવારે પોતાના અધિકારીઓને આ મેમો મોકલ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકાનું 2 વર્ષમાં ચીન સાથે યુદ્ધ થશે અને તેમના લક્ષ્યને લઇને તૈયારી કરવા માટે કહેવામાં આવ્યું છે. NBC ન્યૂઝ રિપોર્ટ મુજબ, એ મોબિલિટી કમાન્ડના પ્રમુખ જનરલ માઇક મિન્હાને કહ્યું કે, હું આશા રાખું છું કે જે વિચારી રહ્યો છું, તે ખોટું સાબિત થાય. અંતરાત્મા કહે છે કે હું 2025ના યુદ્ધના મેદાનમાં લાડીશ. એર મોબિલિટી કમાંડમાં લગભગ 50 હજાર સર્વિસ મેમ્બર અને લગભગ 500 વિમાન છે.

અમેરિકામાં એર મોબિલિટી કમાન્ડ પરિવહન અને ઈંધણ ભરનારા વિમાનના વિભાગની દેખરેખની જવાબદારી સંભાળે છે. મિન્હાને મેમોમાં આગળ કહ્યું કે, જો કે, તાઇવાન અને અમેરિકા બંનેમાં 2024માં રાષ્ટ્રપતિની ચૂંટણી થશે એટલે અમેરિકા વિચલિત થશે અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ પાસે તાઇવાન પર આગળ વધવાનો અવસર હશે. જનરલ માઇકે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની આકાંક્ષાઓનો સંદર્ભ આપતા સંભવિત સંઘર્ષ માટે પોતાની તૈયારીઓ તેજ કરવાની ચેતવણી આપી.

તેમણે કહ્યું કે, શી જિનપિંગે પોતાનો ત્રીજો કાર્યકાળ (કમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવના રૂપમાં) હાંસલ કર્યો અને ઓક્ટોબર 2022માં પોતાની યુદ્ધ પરિષદની સ્થાપના કરી. તાઇવાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી 2024માં છે, જે જિનપિંગને એક અવસર આપવાનું કામ કરશે. અમેરિકામાં પણ 2024માં ચૂંટણી છે. અહીંના ચૂંટણી માહોલમાં ગરમાવો રહેશે. એવામાં ચીન પોતાની રણનીતિને જમીન પર ઉતરવાના એક અવસરનો પૂરો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરશે. પરિસ્થિતિ એવી બની શકે છે કે 2025માં અમેરિકા અને ચીન વચ્ચે યુદ્ધની આશંકાઓ વધી જશે.

ઉલ્લેખનીય છે કે, આ સમયે દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ અમેરિકા અને ચીન સામસામે છે અને આ તણાવ છે તાઇવાનને લઇને. ચીનની ધમકીઓ છતા અમેરિકન સદનના સ્પીકર નેન્સી પેલોસી ઑગસ્ટ 2022માં તાઇવાનના પ્રવાસે પહોંચ્યા હતા. તેમના તાઇવાન પ્રવાસ પર ચીને આપત્તિ દર્શાવી હતી. ચીને પેલોસીને તાઇવાન ન જવાની સલાહ આપી હતી. ચીનનું કહેવું હતું કે, જો અમેરિકા એમ કરે છે તો પછી તેનો સખત જવાબ આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp