એડલ્ટ મોડલ બનવા માટે આ યુવતીએ છોડી દીધી એરફોર્સની જોબ, કહી આ વાત

PC: pudahuel.cl

અમેરિકી દેશ ચિલીમાં રહેતી એક છોકરી હાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આ યુવતીનો દાવો છે કે, બિકિની ફોટોઝના કારણે તેણે એરફોર્સની નોકરી છોડવી પડી. 26 વર્ષીય આ છોકરીનું નામ કિમ્બર્લી વિલેલોબોસ જુનિગા છે. કિમ્બર્લીનું કહેવુ છે કે, તે એક એડલ્ટ મોડલ બનવા માંગે છે. તેના માટે તેણે એડલ્ટ ફોટોશૂટ કરાવ્યુ હતું, જે ચિલીના એરફોર્સના અધિકારીઓને પસંદ ના આવ્યું.

અધિકારીઓનું કહેવુ હતું કે, તેમની પ્રતિષ્ઠા ખરાબ થઈ રહી છે. તેમણે જણાવ્યું કે, સીનિયર્સ તેના પર દબાણ કરી રહ્યા હતા કે, તે આ ફોટોશૂટને બંધ કરે અથવા તો પછી પોતાની નોકરી પરથી રાજીનામુ આપી દે.

કિમ્બર્લીનું કહેવુ છે કે, મેં નોકરી છોડવું જ વધુ યોગ્ય સમજ્યું. હવે તે એક એડલ્ટ મોડલ તરીકે પોતાનું કરિયર બનાવશે. કિમ્બર્લીએ દાવો કર્યો કે, તેના ઉપરી અધિકારીના દબાણને પગલે તેણે એરફોર્સની નોકરી છોડી દીધી. તે સાઉથ અમેરિકાના દેશ ચિલીની રહેવાસી છે.

કિમ્બર્લી સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ અને બોલ્ડ ફોટોઝ શેર કરતી રહે છે. કિમ્બર્લીનું કહેવુ છે કે, તેના કામના કારણે તેની ઓફિસની પ્રતિષ્ઠા ઓછી થઈ રહી હોવાનું તેના ઉપરી અધિકારીઓએ તેને જણાવ્યું હતું. સીનિયર્સ દ્વારા તેના પર દબાણ પણ બનાવવામાં આવી રહ્યું હતું. તેના સીનિયર્સ તેની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર નજર રાખી રહ્યા હતા.

આ અંગે કિમ્બર્લીનું કહેવુ છે કે- મેં સાત વર્ષના કરિયરમાં ક્યારેય પણ એરફોર્સ સાથે સંકળાયેલી કોઈ બાબત પોસ્ટ નથી કરી. હું માત્ર પોતાની બિકિની ફોટોઝ જ શેર કરતી હતી. કિમ્બર્લી પોલ ડાન્સ, પૂલમાં ન્હાવુ વગેરેના વીડિયો જ પણ પોતાના અકાઉન્ટ પર શેર કરતી હતી. તે કહે છે કે, હવે નોકરી છોડ્યા બાદ તે આઝાદીનો અનુભવ કરી રહી છે.

એડલ્ટ અને બિકિની ફોટોઝ શેર કરવા અંગે કિમ્બર્લીનું કહેવુ છે કે, જો હું મારી સુંદરતા બતાવવા માંગુ છું તો બીજા લોકો તેમા અસહજ અનુભવ શા માટે કરે છે. મારી નોકરીને તેની સાથે કોઈ લેવા-દેવા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp