26th January selfie contest

આ મુસ્લિમ દેશમાં હવે ખુલ્લેઆમ દારૂ વેચાશે, દારૂ પરનો 30 ટકા ટેક્સ નાબૂદ કરી દીધો

PC: curlytales.com

દુબઇમાં દારૂનું વેચાણ હવે ખુલ્લેઆમ થશે. દારૂ વેચવા પર લાગતા 30 ટકા ટેક્સને ખતમ કરી દેવામાં આવ્યો છે. તેની સાથે જ પર્સનલ દારૂના લાયસન્સને લઇને પણ યૂ ટ્રન આપવામાં આવ્યો છે. દારૂના લાયસન્સ માટે આપવામાં આવતી ફીઝને પણ સમાપ્ત કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દુબઇની બે સરકારી દારૂ વેચનારી કંપનીઓએ નવા વર્ષના મોકા પર આ વાતની ઘોષણા કરી છે.

દારૂના વેચાણ પર જે 30 ટકા ટેક્સ લાગતો હતો એ અને લાયસન્સને ખતમ કરવાનો આ નિર્ણય સત્તા પર બેઠેલા અલ મખ્તુમ પરિવારના નિર્દેશ પર લેવામાં આવ્યો છે. દુબઇમાં દારૂના વેચાણ પર 30 ટકા ટેક્સ અને લાયસન્સને મફતમાં આપવાનો નિર્ણય પર્યટનને પ્રોત્સાહન આપવાના હેતુથી કરવામાં આવ્યો છે. ટેક્સ ખતમ કરવા વાળી બે કંપનીઓ એમીરેટ્સ ગ્રુપનો હિસ્સો છે. ટેક્સમાં ઘટાડો કરવાને લઇને નિર્ણય સત્તારૂઢ અલ મખ્તૂમ પરિવાર તરફથી સરકારી ફરમાન બાદ લેવામાં આવ્યો છે.

દુબઇમાં પ્રર્યટનને પ્રોત્સાહન આપવાના હેતુથી હાલમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે. હાલમાં જ ત્યાં રમઝાન મહિના દરમિયાન પણ દારૂ વેચવાની પરવાનગી આપવામાં આવી હતી. કોવિડ લોકડાઉન દરમિયાન દારૂની હોમ ડીલિવરીની પણ શરૂઆત કરવામાં આવી હતી. દારૂના વેચાણથી સરકારને ભારે માત્રામાં રાજકોષીય ફાયદો થતો હતો પણ નવા નિર્ણય બાદ સરકારે રાજસ્વના મુદ્દે નુકસાન ઉઠાવવું પડશે.

દુબઇમાં દારૂ પીવા માટે પ્લાસ્ટિક કાર્ડના ઉપયોગનું પ્રચલન છે. દુબઇ પોલીસ તરફથી દારૂ પીનારાઓને આ કાર્ડ જારી કરવામાં આવે છે. દારૂ પીનારાઓએ આ કાર્ડને સંભાળીને રાખવાનો હોય છે. આ કાર્ડ દારૂની ખરીદી, પરિવહન અને ઉપભોગ કરવાની પરવાનગી આપે છે. જો આ કાર્ડ વગર કોઇની પાસે દારૂ મળી આવે છે તો તેણે મોટો દંડ ચૂકવવો પડે છે. તેની સાથે જ કાર્ડ વગર તેની ધરપકડ પણ થઇ શકે છે.

દુબઇના બારમાં એક પિંટ બિયરની કિંમત લગભગ 10 ડોલરથી વધારે છે. કાયદા હિસાબે દુબઇમાં દારૂ પીવા માટે નોન મુસ્લિમ લોકોની ઉંમર 21 વર્ષ કે પછી તેનાથી વધારે નક્કી કરાવમાં આવી છે. આ નિર્ણયથી દુબઇમાં દારૂની ખપત પણ વધશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp