‘હંમેશાં પાકિસ્તાન સાથે સારા સંબંધ ઈચ્છતા હતા પણ..’, ભારતની પાકિસ્તાન પર ટિપ્પણી

PC: aajtak.in

ભારતે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફના શાંતિ વાળા નિવેદન પર ગુરુવારે એટલે કે, 19મી જાન્યુઆરીના રોજ જવાબ આપ્યો છે. આ દરમિયાન ભારતીય વિદેશ મંત્રાલયે જ્યાર સુધી આતંકવાદ ખતમ ન થાય ત્યાર સુધી વાતચીત ન થશે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, અમે લોકો પણ હંમેશા પાકિસ્તાન સાથે સામાન્ય સંબંધ ઈચ્છતા હતા, પણ તેના માટે આતંકવાદ ન હોય, હંમેશાથી હિંદુસ્તાનનું એ જ માનવું રહ્યું છે.

આ જવાબ હિંદુસ્તાને પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફના નિવેદન પર આપ્યો છે. હાલમાં જ તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાને એક પાઠ ભણી લીધો છે અને તે ભારતની સાથે શાંતિથી રહેવા માગે છે. શરીફે એ વાત પર ભાર મૂક્યો કે બન્ને પાડોશીઓએ બોમ્બ અને હથિયારો પર પોતાના સંસાધનોને બરબાદ ન કરવા જોઇએ.

શહબાઝ શરીફે સોમવારે એટલે કે, 16મી જાન્યુઆરીના રોજ દુબઇ સ્થિત અલ અરબિયા સમાચાર ચેનલની સાથે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કર્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ કાશ્મીર મુદ્દે તથા પાકિસ્તાનથી ઉત્પન્ન થનારા સરહદ પાર આતંકવાદને લઇને તણાવપૂર્ણ રહ્યા છે. શરીફે કહ્યું કે, ભારતની સાથે અમારા ત્રણ યુદ્ધ થયા છે તેમાં અમારા લોકો માટે વધારે દુખ, ગરીબી અને બેરોજગારી જ પૈદા થઇ છે. તેમણે કહ્યું કે, ભારતીય નેતૃત્વ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારો સંદેશ છે કે, આવો અને આપણે ટેબલ પર બેસીએ અને કાશ્મીર જેવા જ્વલંત મુદ્દાને હલ કરવા માટે ગંભીર અને ઇમાનદાર વાતચીત કરીએ.

શહબાઝ શરીફે કહ્યું કે, અમે પોતાનો સબક શીખી લીધો છે અને અમે શાંતિથી રહેવા ચાહીએ છીએ એ શરત પર કે અમે અમારી વાસ્તવિક સમસ્યાઓને હલ કરવામાં સક્ષમ થઇએ. અમે ગરીબીને ઓછી કરવા માગીએ છીએ, સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માગીએ છીએ અને પોતાના લોકોને શિક્ષા તથા સ્વાસ્થ્ય સુવિધાઓ અને રોજગાર પ્રદાન કરવા માગીએ છીએ. બોમ્બ અને હથિયારો પર પોતાના સંસાધનોને બરબાદ નથી કરવા માગતા. હું આ જ સંદેશ વડાપ્રધાન મોદીને આપવા માગુ છું.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, અમે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફના ઇન્ટર્વ્યુમાં આપવામાં આવેલી ટિપ્ણીઓ જોઇ છે. પણ ત્યાર બાદ પણ પાકિસ્તાન PMO તરફથી સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે. પહેલા પણ નિવેદન આવ્યા જે અલગ અલગ પ્રકારના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp