નોર્થ કોરિયાને સિગારેટ વેચી તો અમેરિકાએ આ કંપની પર લગાવ્યો 52 હજાર કરોડનો દંડ

PC: navbharattimes.indiatimes.com

સિગારેટ બનાવતી એક કંપનીને નોર્થ કોરિયામાં સિગારેટ વેચવાનું ભારે પડી ગયું છે. કંપનીએ નોર્થ કોરિયામાં 35,000 કરોડની સિગારેટ વેચી હતી જેની સામે અમેરિકાએ આ કંપનીને 52,000 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

તમે અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે દુશ્મનાવટ વિશે ઘણી વખત સાંભળ્યું હશે.આ બંને દેશો એકબીજા સામે ઘુરકીયા કરતા જ હોય છે. તેમના મિત્ર દેશોમાં તેમની મરજી વિરુદ્ધ કોઈ કામ કરવામાં આવે તો પણ તેમને ખરાબ લાગી જાય છે. હવે અમેરિકાએ તેના મિત્ર બ્રિટનની એક કંપની પર હજારો કરોડનો દંડ ફટકાર્યો છે કારણ કે તેણે ઉત્તર કોરિયાને સિગારેટ વેચી હતી.

અમેરિકાએ વિશ્વની સૌથી મોટી તંબાકુ કંપનીઓમાંની એક બ્રિટિશ-અમેરિકન ટોબેકો કંપની (BAT) પર રૂ. 52,000 કરોડનો દંડ ફટકાર્યો છે. અમેરિકાએ આ કાર્યવાહી ત્યારે કરી છે જ્યારે BATની એક સહાયક કંપનીએ સરમુખત્યાર કિમના દેશને સિગારેટ વેચવાની વાત સ્વીકારી છે. તેમની વર્ષ 2007થી વર્ષ 2017 વચ્ચે ડીલ થઇ હતી. United States Department of Justiceએ જણાવ્યું કે  BATએ  ઉત્તર કોરિયાની સંસ્થાઓને સિગારેટ વેચવા માટે અનેક નાણાંકીય ગોટાળા પણ કર્યા હતા.

રિપોર્ટસ મુજબ, 2007 થી 2017 ની વચ્ચે, BAT એ US પ્રતિબંધોનું ઉલ્લંઘન કરીને પેટાકંપનીઓ દ્વારા ઉત્તર કોરિયાને લગભગ 35,000 કરોડ રૂપિયાના તંબાકુ ઉત્પાદનો વેચ્યા હતા. અમેરિકાએ માત્ર સિગારેટ અને તમાકુ ઉત્પાદનો વેચવાના આરોપમાં જ 52 હજાર કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તો, એક મોટી વાત એ છે કે વેચાણમાં સામેલ ઉત્તર કોરિયાના બેંકર સિમ હ્યોન-સોપ, ચીની સહાયક કિન ગુઓમિંગ અને હેન લિનલિન સામે પણ કિમિનલ ચાર્જિસ લગાવવામાં આવ્યા છે. જો કે ત્રણેય આરોપીઓ ફરાર છે.

નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન સિગારેટ પીવાનો શોખીન છે. વર્ષ 2019માં ટ્રમ્પની સાથે એક સમિટમાં જતા સમયે કિમ જોંગ ટ્રેનમાં સિગારેટ પીતો નજરે પડ્યો હતો. તેની અનેક તસ્વીરો સોશિયલ મીડિય પર વાયરલ થઇ છે.

ગયા વર્ષે મે મહિનામાં અમેરિકાએ યુનાઇટેડ નેશન્સની સિક્યોરિટી કાઉન્સીલને ઉત્તર કોરીયા પર તંબાકુની નિકાસ પર પ્રતિબંધ લગાવવા માટે કહ્યું હતું. જો કે, નોર્થ કોરિયા અને મિત્ર દેશો ચીન અને રશિયાએ એની પર  વીટો લગાવી દીધ હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તંબાકુના બિઝનેસમાં ઉત્તર કોરિયાની સરકાર મોટી કમાણી કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp