26th January selfie contest

ઉશ્કેરાયેલા સરમુખત્યાર કિમ જોંગે સેનાને કહ્યું, 'પરમાણુ યુદ્ધની કરો તૈયારી'

PC: navbharattimes.indiatimes.com

અમેરિકા અને દક્ષિણ કોરિયાના અભ્યાસથી ઉત્તર કોરિયા નારાજ છે. તે આ 'મિત્રતા'ને પોતાના માટે અને કોરિયન ટાપુની શાંતિ સામે ખતરો માને છે. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને ફરી એકવાર અમેરિકા અને દક્ષિણ કોરિયાને પરમાણુ હુમલાની ધમકી આપી છે. કિમે બંને દેશો પર પરમાણુ સંપત્તિના વિસ્તરણ અને સંયુક્ત સૈન્ય અભ્યાસનો આરોપ લગાવ્યો હતો. KCNA અનુસાર, કિમે દેશવાસીઓને કોઈપણ સમયે પરમાણુ હુમલા માટે તૈયાર રહેવાનું આહ્વાન કર્યું છે. કિમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે તે દુનિયાથી એકલો અને અલગ થઈ ગયો છે. 'કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી' (KCNA) અનુસાર, કિમ જોંગે યુદ્ધ અને પરમાણુ હુમલાની ક્ષમતા વધારવાના ઉદ્દેશ્ય સાથે અભ્યાસ પણ કર્યો હતો.

KCNAએ કહ્યું કે, આ દરમિયાન કોઈપણ સંભવિત પરમાણુ હુમલાને ધ્યાનમાં રાખીને પ્રેક્ટિસ કરવામાં આવી હતી. મોક ન્યુક્લિયર વોરહેડથી સજ્જ બેલેસ્ટિક મિસાઈલ 800 મીટર (0.5 માઈલ)ની ઊંચાઈએ લક્ષ્યને મારતા પહેલા 800 કિમી (497 માઈલ) સુધી ઉડાન ભરી હતી. આ બધું કિમ જોંગની દેખરેખમાં થયું હતું. તેમણે કહ્યું કે, આ કવાયતનો ઉદ્દેશ્ય સેનાની વાસ્તવિક લડાયક ક્ષમતામાં સુધારો કરવાનો અને કોઈપણ તાત્કાલિક અને પરમાણુ હુમલાનો જવાબ આપવા માટે તેની ક્ષમતાઓનું પરીક્ષણ કરવાનો છે.

KCNAએ કિમના નિવેદનને ઉદ્દેશીને કહ્યું, 'વર્તમાન પરિસ્થિતિમાં, દુશ્મન દેશો ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા (DPRK) વિરુદ્ધ આક્રમક વલણ અપનાવી રહ્યા છે. DPRK માટે તેના પરમાણુ યુદ્ધ પ્રતિકારને વધુ મજબૂત બનાવવાની તાતી જરૂરિયાત છે.' કિમે કહ્યું, 'DPRK પાસે એટલી પરમાણુ શક્તિ છે કે તે દુશ્મનની ચાલ અને નાપાક પ્રવૃત્તિઓનો જડબાતોડ જવાબ આપી શકે છે. અમે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરીશું અને કોઈપણ ખચકાટ વિના અમારા મહત્વપૂર્ણ મિશનને પૂર્ણ કરીશું.'

KCNAની તસ્વીરોથી ખબર પડે છે કે, કિમે ફરીથી તેની નાની પુત્રી સાથે આ યુદ્ધ અભ્યાસમાં ભાગ લીધો હતો અને તે દરમિયાન મિસાઈલ લોંચ કરવામાં આવે તે પહેલા આગની જ્વાળાઓ વધી રહી હતી. રવિવારે જ દક્ષિણ કોરિયા અને જાપાને દાવો કર્યો હતો કે, ઉત્તર કોરિયાએ પૂર્વ કિનારે ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. ઉત્તર કોરિયાએ તાજેતરના અઠવાડિયામાં અનેક મિસાઈલ પરીક્ષણો કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp