સોશિયલ મીડિયામાં ટ્રોલ થયેલી ભારતીય છોકરીને ટ્રુ કોલરના CEOએ જોબ ઓફર કરી

PC: hindustantimes.com

સોશિયલ મીડિયા પર  ટ્રોલ થવાની સાથે જ એક યુવતીનું નસીબ ચમકી ગયું છે. કેનેડામાં અભ્યાસ કરતી એક ભારતીય યુવતી તાજેતરમાં સોશિયલ મીડિયામાં જબરદસ્ત ટ્રોલ થઇ હતી. હવે Truecaller ના CEO અને કો-ફાઉન્ડર એલન મમેડીએ આ યુવતીને જોબ ઓફર કરી છે.

તાજેતરમાં એક ભારતીય છોકરીનો વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થયો હતો. યુવતીએ એવું નિવેદન આપ્યું હતું, જેને લીધે સોશિયલ મીડિયા પર તેનું ટ્રોલિંગ શરૂ થયું હતું. પરંતુ ટ્રોલ થવાનું તેના માટે ફાયદાકારક રહ્યું.

સોશિયલ મીડિયામાં ટ્રોલ થયેલી યુવતીનું નામ એકતા છે અને તે કેનેડામાં બાયોટેકનો અભ્યાસ કરે છે. એકતાનો એક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે કહી રહી હતી કે, ભારત છોડીને વિદેશમાં અભ્યાસ અને નોકરી કરવાની મારી નાનપણથી મહત્ત્વકાંક્ષા હતી અને બાળપણથી જ એના માટે સપના જોયા હતા.એકતાએ  કેનેડા વિશે કહ્યુ હતું કે મને આ દેસની ખુબસુરતી, સૂર્યોદય, સૂર્યાસ્ત ખુબ જ પસંદ છે. બસ, સોશિયલ મીડિયા પર  લોકોને એકતાની આ વાત પસંદ ન આવી અને ધડાધડ ટ્રોલિંગ શરૂ થઇ ગયું. લોકોએ સપનાની પસંદને ભારતની વિરુદ્ધ હોવાનું માનીને ટ્રોલ કરી તો કેટલાંક લોકોએ તેની વાતની સરાહના પણ કરી.

એકતાના ટ્રોલિંગ થવા પર Truecaller ના CEO અને કો-ફાઉન્ડર એલન મમેડીએ એકતાનો વીડિયો જોયો અને માત્ર તેણીને સપોર્ટ જ ન કર્યો, પરંતુ એકતાને નોકરીની ઓફર પણ કરી દીધી. મમેડીએ ટ્વીટર પર એકતાનો વીડિયો શેર કરીને લખ્યું કે, લોકો એકતાની વાતને યોગ્ય રીતે સમજી શક્યા નથી અને મજાક બનાવી રહ્યા છે. આ વાત યોગ્ય નથી. CEOએ આગળ લખ્યું કે, એકતા તું તારા સપના તરફ જઇ રહી છે. જ્યારે પણ તારો અભ્યાસ પુરો થશે ત્યારે Truecallerની દુનિયાની કોઇ પણ ઓફિસમાં તારું સ્વાગત છે.

એકતાના  આ વીડિયોને ટ્વીટર પર અત્યાર સુધીમાં 7 લાખ લોકોએ જોયો છે અને 500થી વધારે લોકોએ કમેન્ટ કરી છે, 4000થી વધારે લાઇક્સ આવી છે.

સાચે જ સોશિયલ મીડિયોનું પ્લેટફોર્મ એવું છે કે કોઇકને રાતોરાત ફેમસ બનાવી દે, કોઇકને મોટો લાભ મળી જાય તો કોઇક રાતોરાત આસમાનમાંથી ધરતી પર પણ આવી જાય.

ટ્રુ કોલરની ઓફર એકતાએ સ્વીકારી કે નહીં તે હજુ સુધી જાણવા મળ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp