PM મોદી સાથે મુલાકાત બાદ એલન મસ્કની ભારત માટે મોટી જાહેરાત

ટેસ્લા કાર ભારતમાં આવવા વિશે ઘણા વર્ષોથી ચર્ચા ચાલતી હતી, પરંતુ કોઇકને કોઇક અડચણોને કારણે ટેસ્લાની ભારતમાં એન્ટ્રી શક્ય નહોતી બનતી. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત પછી દુનિયાના સૌથી અમીર વ્યકિત અને ટેસ્લા કંપનીના માલિક એલન મસ્કે જાહેરાત કરી છે કે, ટેસ્લાની ભારતમાં એન્ટ્રી થશે અને પોતે આવતા વર્ષે ભારતની મુલાકાતે આવવાના છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે અને મંગળવારે તેમણે ટેસ્લાના CEO એલન મસ્ક સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાની ભારતમાં એન્ટ્રીને લઈને પણ વાતચીત થઈ હતી. બેઠક બાદ મસ્કે ભારતીય માર્કેટમાં ટેસ્લાની એન્ટ્રીને લઈને મોટો દાવો કર્યો છે. ન્યૂયોર્કની પેલેસ હોટેલમાં એલોન મસ્કએ કહ્યું કે કંપની નજીકના ભવિષ્યમાં ભારતમાં રોકાણ કરશે, જે દેશ માટે એક મહત્વપૂર્ણ વિકાસ હશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની મિટીંગ પછી એલન મસ્કે કહ્યું કે તેઓ પોતે આવતા વર્ષે ભારતની મુલાકાતે આવશે અને ટેસ્લા ભારતમાં હશે. મસ્કે કહ્યું કે, સમર્થન માટે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનું છુ અને નજીકના ભવિષ્યમાં કઇંક એલાન કરવા માટે સક્ષમ હશે. તેમણે કહ્યું કે આ ભારત સાથેના અમારા સંબંધોમાં એક મહત્ત્વપૂર્ણ રોકાણ હશે.
અન્ય એક નિવેદનમાં એલન મસ્કે PM મોદીની ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખરેખર ભારતની પરવા કરે છે, હું PM મોદીનો પ્રસંશક છું. ટેસ્લના CEOની મુલાકાત પછી PM મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, આજે તમારી સાથે મુલાકાત શાનદાર રહી. એની પર મસ્કે કહ્યું કે તમારી સાથે ફરી મુલાકાત થવી એ સન્માનની વાત છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાતને કારણે ટેસ્લાના શેરનો ભાવ ઉછળી ગયો હતો.
એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમા એલન મસ્કે કહ્યું કે અમે ટુંક સમયમાં ભારતમાં એક મોટા રોકાણની જાહેરાત કરી શકીએ છે. PM મોદી અમને ભારતમાં રોકાણ કરવા માટે પ્રેરિત કરે છે.
ભારતમાં રોકાણ કરવાના ટેસ્લાના આ નિર્ણયને દેશ માટે મોટી જીત તરીકે જોવામાં આવી રહ્યો છે, કારણ કે સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર કંપની ભૂતકાળમાં આ પ્રકારનું કોઈપણ રોકાણ કરવામાં અનિચ્છા દર્શાવી રહી છે. એપલના CEO ટિમ કૂકની તાજેતરની જાહેરાત બાદ આ બીજી મોટી જાહેરાત છે. Apple CEOએ કહ્યું હતું કે તે ભારતમાં તેના ઉત્પાદન પ્રયાસોને વેગ આપશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp