એલન મસ્ક સિવાય દુનિયાના એવા 5 અબજપતિ છે જેમના પોતાના શહેર છે

PC: twitter.com

વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક અને તેમની કંપની અમેરિકાના ટેક્સાસમાં હજારો એકર જમીન અધિગ્રહણ કરી રહી છે. કેટલાક રિપોર્ટસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે મસ્ક આ જમીન પર એક શહેર બનાવવા માંગે છે, જેના માટે કામ કરવામાં આવી રહ્યું છે.

હવે જો મસ્કની આ યોજના સફળ રહેશે તો એલન મસ્કની પાસે પોતાનું એક શહેર હશે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મસ્કની કંપનીના બધા કર્મચારીઓ અહીં વસવાટ કરશે. કદાચ તમે પહેલીવાર એવું સાંભળ્યુ હશે કે કોઇ અબજપતિ પાસે પોતાનું શહેર હોય, પરંતુ એવું નથી એલન મસ્ક ઉપરાંત 5 એવા કુબેરપતિઓ છે જેમની પાસે પોતાનું શહેર અથવા તેમના નામ પર શહેર હોય. એવું કહેવાય છે કે એલન મસ્ક જે શહેર બનાવી રહ્યા છે તેનું નામ સેલબ્રૂક રાખવામાં આવ્યું છે.

હવે તમને એ જણાવીએ કે બીજા એવા કયા અબજપતિ છે જેમનું પોતાનું શહેર છે અથવા તેમના નામ પર શહેર વસેલું છે.

ભારતના ઝારખંડમા આવેલા જમશેદપુરનું નામ ભારતના મશહૂર બિઝનેસમેન જમશેદજી ટાટાના નામ પરથી રાખવામાં આવેલું છે. આ શહેરને 1919માં વસાવવામાં આવ્યું હતું. જમશેદજી ટાટાને ‘ફાધર ઓફ ધ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીઝ’ પણ કહેવામાં આવે છે. તેમણે 1903માં તાજ હોટલ બનાવી હતી અને 1904માં તેમનું અવસાન થયું હતું.

અબજપતિ લેસ વેક્સનરે કોલંબસની બહારના એક નાના સમુદાયમાંથી ન્યૂ અલ્બાની, ઓહિયો શહેરનું નિર્માણ રાજ્યના સૌથી જૂના સરનામાંઓમાંના એકમાં કર્યું. તેઓ ઘર બનાવવા માટે જગ્યા શોધી રહ્યા હતા અને 1980 ના દાયકાના અંતમાં ન્યૂ અલ્બાની પહોંચ્યા હતા. અહીં તેમણે 30 એકર જમીન ખરીદી હતી. બ્લૂમબર્ગના એક રિપોર્ટ મુજબ ધીમ ધીમે વેક્સનરે 10,000 એકર જમીન ખરીદીને પોતાનું શહેર વસાવી દીધુ હતું.

ઓરેકલ કોર્પના કો ફાઉન્ડર લેરી એલિસને વર્ષ 2012માં લનાઇમાં Hawaiian Islandsનો  98 ટકા હિસ્સો ખરીદી લીધો હતો જે દુનિયાનો 6ઠ્ઠા નંબરનો સૌથી મોટો આઇલેન્ડ છે. અહીં લગભગ 3,000 લોકોના ઘર છે, પરંતુ મોંઘવારીને કારણે લોકો હવે આ ટાપુ છોડી રહ્યા છે.

ભારતના અન્ય એક અબજપતિ રાય બહાદુર ગૂજર મલ મોદીના નામ પર ઉત્તર પ્રદેશના મોદીનગર શહેરનું નામ રાખવામાં આવ્યું છે. આ શહેરને 1933માં વસાવવામાં આવેલું. તેમણે મોદી ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપની સ્થાપના કરેલી.

અબજપતિ બ્રુનેલો કુસિનેલી સોલોમિયાએ ઇટાલીમાં Umbrian Village વસાવ્યું હતું. અહીં તેમની કંપનીનું હેડકવાર્ટર પણ છે. એક અહેવાલ મુજબ 1987માં કુસિનેલીએ એક ભવ્ય ખરીદ્યું હતું અને હવે આસપાસની ઇમારતોને ખરીદીને તેની મરમ્મતનું કામ ચાલી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp