
ઈરાનમાં પુરાતત્વવીદોને ખોદકામ દરમિયાન કંઈક એવી વસ્તુઓ મળી છે, જેને જોઈને સૌ કોઈ હેરાન રહી ગયા છે. ઈરાનની એક ઐતિહાસિક સાઈટ પર થઈ રહેલા ખોદકામમાં શોધકર્તાઓને એક પ્રાચીન મંદિરના અવશેષો મળી આવ્યા છે. આ મંદિર પ્રાચીન ઈરાનના સૌથી તાકાતવર સામ્રાજ્યોમાંથી એક સસનીદ સામ્રાજ્યના સમયનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પુરાતત્વવીદોને ઉત્તર પૂર્વીય ઈરાનમાં ખોદકામ દરમિયાન પ્રાચીન મંદિરના આ અવશેષો મળ્યા છે.
પહેલી વખત આવા અવશેષોને જોઈને પુરાતત્વવીદોની ટીમ પણ દંગ રહી ગઈ હતી. સાઈટ પર ખોદકામ કરી રહેલા પુરાતત્વવીદોનું કહેવું છે કે આ શોધ ઘણી ખાસ છે કારણ કે તેના દ્વારા પ્રાચીન ઈરાની કલા ઈતિહાસનો એક નવો અધ્યાય ખુલીને સામે આવી શકે છે. સોમવારે ઈરાની એક સાઈટ પર ખોદકામ કરી રહેલી ટીમમાં સામેલ પુરાતત્વવીદ મીસમ લબ્બાક ખાનિકીએ કહ્યું છે કે પુરાતત્વ વિભાગ ઉત્તરી પૂર્વ ઈરાનમાં એક ગામની પાસે પ્રાચીન સાઈટ પર ખોદણીનું કામ કરી રહ્યા છે.
ખોદણી દરમિયાન પુરાતત્વ વિભાગની ટીમને સસનીદ સામ્રાજ્યના એક અગ્નિ મંદિરના અવશેષ મળ્યા છે. જ્યારે તેની સાથે જ ટીમને પ્રાચીન ચિત્રકળા સાથે જોડાયેલી પણ કેટલીંક વસ્તુઓ મળી છે, જે ઘણી શાનદાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. શોધ દરમિયાન જિઓમેટ્રીક પ્લાન્ટ સાથે સજેલા કેટલાંક પ્લાસ્ટરવર્કના ઘણા જોરદાર ટુકડાઓ પણ મળ્યા છે. આ બધાના મળવાથી સાફ થાય છે કે આ સાઈટનું ધાર્મિક અને આર્થિક પહેલું પણ છે. પુરાતત્વવીદ મીસમ લબ્બાફ ખાનિકીએ કહ્યું કે આ સાઈટથી જે પણ શોધ કરવામાં આવી છે, આ સસનીદ સામ્રાજ્ય દરમિયાન ઈરાની કળાના ઈતિહાસનો એક નવો અધ્યાય છે. પુરાતત્વવીદ આગળ કહે છે કે ખોદકામમાં મળેલા અગ્નિ મંદિરમાં એક સમય પર હીપોસ્ટાઈલ હોલ રહ્યો હશે. તે સમય પર મંદિરનો આ હોલ અલગ અલગ રીતના નક્શી કામથી સજેલો રહ્યો હશે. માલૂમ થાય છે કે વર્ષ 2014માં પુરાતત્વવીદ સસનીદ સામ્રાજ્યના સ્મારકની સારી રીતે સ્ટડી કરવા માટે અલગ અલગ સર્વે કરી રહ્યા હતા.
આ બધા સર્વેમાં સ્મારકની સારી રીતે તપાસ કરવામાં આવી રહી છે. અસલમાં સસનીદ કાળનો ઈરાની ઈતિહાસમાં ખાસ મહત્વ છે. સસનીદ કાળમાં પારસી આર્કિટેક્ચર અને આર્ટ્સનો પુનરુદ્ધાર પણ કરવામાં આવ્યો હતો. પ્રાચીન ઈરાનમાં સસનીદ સામ્રાજ્ય દરમિયાન જે પણ કામ કરવામાં આવતું હતું, તે પહલવીમાં થતું હતું. આ સસનીદ સામ્રાજ્યની ભાષા હતી અને તે સામ્રાજ્યથી આવનારા લોકો પણ તેનો ઉપયોગ કરતા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp