મુસ્લિમ દેશ UAEમાં ઓરિયો બિસ્કિટ હલાલ કે હરામ? કેમ થઇ રહ્યો છે વિવાદ

PC: ukdaily.news

સંયુક્ત અરબ અમીરાતમાં ઓરિયો બિસ્કિટને લઇને મોટી બબાલ ઉભી થઇ છે. UAEમાં એ ચર્ચા ચાલી રહી છે કે, ઓરિયો બિસ્કિટ હલાલ છે કે પછી હરામ, સંયુક્ત અરબ અમીરાતના જળવાયુ પરિવર્તન અને પર્યાવરણ મંત્રાલયે ઓરિયો બિસ્કિટના ગેર હલાલ ઉત્પાદન હોવાના સોશિયલ મીડિયા દાવા વિશે એક સ્પષ્ટીકરણ જારી કર્યું છે.

સોશિયલ મીડિયા પર પોસ્ટે એ વાત પર ચર્ચા છેડી દીધી છે કે UAEમાં ઓરિયો બિસ્કિટ હલાલ છે કે નહીં. UAE મંત્રાલયે એ અફવા પર સફાઇ આપતા તેને ખોટી કરાર કરી દીધી છે. સંયુક્ત અરબ અમીરાતના જળવાયુ પરિવર્તન અને પર્યાવરણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, આ હાલમાં જ અફવા ફેલાઇ હતી કે ઓરિયો બિસ્કિટ હલાલ છે કે નહીં, કારણ કે, તેમાં સુઅરનું માંસ અને આલ્કોહોલ મિક્સ કરવામાં આવે છે. અમે તમને સૂચિત કરીએ છીએ કે, વાત એકદમ ખોટી છે.

નિવેદનમાં કહેવાયું છે કે, બિસ્કિટની સામગ્રીમાં કોઇપણ જાનવરના તત્વ જેવા કે ગ્રીસ કે વસા શામેલ નથી. મંત્રાલયે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે, લેબમાં તપાસ કર્યા બાદ આવેલા રિપોર્ટમાં પણ આ વાતની પુષ્ટી કરવામાં આવી છે.

UAE મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, આયાતિત અને વેપાર કરવામાં આવેલા ખાદ્ય પદાર્થ પ્રક્રિયાઓ અને કાર્યક્રમોની એક ઇન્ટીગ્રેટેડ સિસ્ટમને આધિન છે. ખાદ્ય પદાર્થના ઉપયોગ પહેલા ઉચ્ચતમ સુરક્ષા માનકોથી સુનિશ્ચિત કરવામાં આવે છે. મોંડેલેઝ ઇન્ટરનેશનલ ઉપભોક્તાઓની જરૂરિયાતો અને વરિયતઓને સંપૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે, જે બજારથી બજારમાં ભિન્ન હોઇ શકે છે. અબૂ ધાબી કૃષિ અને ખાદ્ય સુરક્ષા ઓથોરિટીએ કથિત રૂપે કહ્યું કે, કોઇ પૂરાવા નથી, જે એ સાબિત કરી શકે છે કે, અમેરિકન કંપની મોંડેલેઝ તરફથી નિર્મિત કુકીઝમાં ગેર હલાલ સામગ્રી શામેલ છે.

UAEના અધિકારીઓએ કહ્યું કે, દેશમાં આયાત થનારી બિસ્કિટ પ્રોડક્ટ સાથે તેના દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવે છે. પ્રાધિકરણે બિસ્કિટમાં આલ્કોહોલને લઇને કહ્યું છે કે, એવા કેટલાક ઉત્પાદન છે, જેમાં ઇથેનોલની એક નાની માત્રા હોય છે અને તે નેચરલ ફર્મેન્ટેશનથી બને છે. આ ફૂડ પ્રોડક્ટમાં એક સામાન્ય પ્રક્રિયાનો હિસ્સો છે. અધિકારીઓએ પણ ચોખવટ કરી છે કે, ઓરિયો બિસ્કિટમાં સુઅરના માંસ અને તેનાથી સંબંધિત અંશનો દાવો બિલકુલ ખોટો અને નિરાધાર છે.

હલાલ એક અરબી શબ્દ છે, જેનો અર્થ વ્યાજબી થાય છે. મુસલમાનોના ઉપભોગ માટે જે ખાદ્ય પદાર્થોને હલાલ નથી માનવામાં આવતા તેમાં લોહી સંબંધિત અને દારૂ સંબંધિત પદાર્થ શામેલ હોય છે. મોંડેલેઝે પોતાની વેબસાઇટ પર એક નિવેદનમાં કહ્યું છે કે, ઓરિયો આખા વિશ્વમાં ઉપલબ્ધ છે, તેથી કંપની બહારની એજન્સીઓના માધ્યમથી પોતાના હલાલ પ્રમાણને આઉટસોર્સ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp