આ દેશે પ્રેમમાં પડવા વિદ્યાર્થીઓને આપ્યો 7 દિવસનો લવ બ્રેક, આખરે શું છે કારણ

PC: southernliving.com

દુનિયામાં સૌથી વધુ વસ્તીવાળા દેશ ચીનમાં બાળકોનો જન્મદર ખૂબ જ ઘટી ગયો છે અને ત્યાં સરકાર હવે લોકોને વધુ બાળકોને જન્મ આપવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. જન્મદરને વધારવા માટે સરકાર નવા-નવા નિર્ણય લાગૂ કરી રહી છે. તેના પર અમલ કરતા ઘણી કૉલેજોએ કંઈક અલગ જ પહેલ શરૂ કરી દીધી છે. જેમ કે મિયાયાંગ ફ્લાઇંગ વોકેશનલ કૉલેજે પોતાના વિદ્યાર્થીઓ માટે ‘સ્પ્રિંગ બ્રેક’ની જાહેરાત કરી દીધી છે.

હકીકતમાં ચીનમાં કૉલેજો ‘સ્પ્રિંગ બ્રેક’ એટલે આપી રહી છે જેથી વિદ્યાર્થીઓ વસંતનો અનુભવ કરવા, પ્રકૃતિ નજીક જવા અને પ્રેમમાં પડવાનો ચાંસ મળે. એટલે ગ્લોબલ મીડિયામાં ચીની કોલેજની આ પહેલને વિદ્યાર્થીઓને પ્રેમ કરવા માટે આપવામાં આવી રહેલી રજા તરીકે જોવામાં આવી રહી છે. NCB ન્યૂઝ રિપોર્ટ્સ મુજબ, ચીનની ઘણી કૉલેજોમાં વિદ્યાર્થીઓ માટે એક અઠવાડિયાના ‘સ્પ્રિંગ બ્રેક’ની જાહેરાત કરવામાં આવી છે.

ફેન મેઈ એજ્યૂકેશન ગ્રુપ તરફથી સંચાલિત મિયાયાંગ ફ્લાઇંગ વોકેશનલ કોલેજે પહેલી વખત 21 માર્ચના રોજ એવા બ્રેકની જાહેરાત કરી હતી. સ્પ્રિંગ બ્રેકની જાહેરાત મુજબ, લિયાંગ ગુઓહુઈ મિયાયાંગ ફ્લાઇંગ વોકેશનલ કૉલેજના ડેપ્યુટી ડીને કહ્યું કે, તેમને આશા છે કે યુવાનો આ રજાઓના દિવસોમાં પાણી અને લીલા પર્વતો જોવા જઈ શકે છે અને વસંત ઋતુનો આનંદ લઈ શકે છે. એ ન માત્ર વિદ્યાર્થીઓની ભાવનાઓને વિકસિત કરશે, પરંતુ ક્લાસમાં ફરવા પર તેમની શૈક્ષણિક ક્ષમતાને હજુ સમૃદ્ધ અને ગાઢ કરશે.

એ સિવાય શિક્ષકો તરફથી વિદ્યાર્થીઓને ખાસ કરીને કહેવામાં આવ્યું છે કે તેઓ પોતાના પ્રેમની શોધ પૂરી કરે. ફેન મેઈ એજ્યૂકેશન ગ્રુપની અન્ય કૉલેજોએ કહ્યું કે, આ જ પ્રકારે 1 એપ્રિલથી 7 એપ્રિલ વચ્ચે રજાની જાહેરાત કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ પ્રકારે ત્યાં ભણતા વિદ્યાર્થીઓને પ્રકૃતિ સાથે પ્રેમ કરવા, જીવનને પ્રેમ કરવા અને સ્પ્રિંગ બ્રેકનો આનંદ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. નવાઈની વાત તો એ પણ છે કે કૉલેજો તરફથી વિદ્યાર્થીઓને એવા પણ નિર્દેશ આપવામાં આવ્યા છે કે તેઓ સ્પ્રિંગ બ્રેક દરમિયાન પોતાના અનુભવ અને કરવામાં આવેલા કાર્ય જરૂર શેર કરે.

તેમાં પાર્ટના સાથે ટ્રીપ પર જવું કે સાઇટિંગનો વીડિયો પણ બનાવવાનું સામેલ છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ચીની કૉલેજ પ્રશાસનોના આ પ્રયાસ ચીની સરકારના નિર્દેશ પર જન્મદર વધારવાની રીત શોધવાથી પ્રેરિત છે. તો થોડા દિવસ અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે, ચીની સરકાર પોતાને ત્યાં જન્મદાર વધારવા માટે 20 કરતા વધુ ભલામણો લઈને આવી છે અને હવે કૉલેજોએ પણ સ્પ્રિંગ બ્રેક આપવાની શરૂઆત કરી દીધી છે, જેને વિદ્યાર્થીઓને પોતાના પ્રેમની શોધ પૂરી કરવા ઉપયુક્ત માનવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp