સ્ટેશન પર ટ્રેન ઉભી રહેતા જ હોબાળો મચી ગયો, બારી તોડીને ભાગવા લાગ્યા લોકો, Video

PC: india.postsen.com

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક લોકો ટ્રેનની બારી તોડીને ભાગતા જોઈ શકાય છે. મામલો લંડનનો જણાવવામાં આવી રહ્યો છે. ટ્રેનના દરવાજા ન ખૂલતા હોવાથી લોકોએ બારીઓ તોડી નાખવી પડી હતી. જ્યારે ફાયર એલાર્મ વાગી રહ્યું હતું. આવી સ્થિતિમાં લોકો પાસે પોતાનો જીવ બચાવવા માટે બીજો કોઈ રસ્તો બચ્યો ન હતો. કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેનમાં ઘણો ધુમાડો હતો.

આ ઘટના બાદ ટ્રાન્સપોર્ટ ફોર લંડન દ્વારા જાહેર માફી માંગવામાં આવી છે. આ સાથે ફાયર બ્રિગેડને તૈનાત કરવાની ખાતરી આપી હતી. સોશિયલ મીડિયા પર લોકો આ ઘટનાને લઈને ઘણો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. તેઓ કહે છે કે, ઈમરજન્સી દરમિયાન પણ દરવાજા કેમ ન ખુલ્યા.

જેક શાર્પ નામના વ્યક્તિએ તેનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે, તે ક્લેફામ કોમનમાં ટ્રેનમાં ફસાઈ ગયો છે, જે ધુમાડાથી ભરેલી છે, દરવાજા ખુલી રહ્યા નથી. જેકે કહ્યું કે, સ્ટેશન સ્ટાફે આ ઘટના પર યોગ્ય પ્રતિક્રિયા આપી નથી. તેણે ટ્રાન્સપોર્ટ ફોર લંડનને કહ્યું કે, તમને શરમ આવવી જોઈએ.

તેના જવાબમાં ટ્રાન્સપોર્ટ ફોર લંડને કહ્યું કે, ફાયર બ્રિગેડને જાણ થઈ ગઈ હતી કે આગ લાગી નથી. તેમજ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. જેક દ્વારા શેર કરવામાં આવેલ વીડિયોને 30 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. લોકો આના પર ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે.

એક યુઝરે કહ્યું, 'આગ નથી લાગી, એનો મતલબ એ નથી કે દરવાજા ખુલે જ નહિ, જ્યારે તે વખતે ઈમરજન્સી હતી. દરેક વ્યક્તિ પોતાની જાતને તૂટેલી બારીમાંથી બહાર કાઢી શકતી નથી.' અન્ય એક યુઝરે કહ્યું, 'ઘણા લોકો ફસાયેલા લોકોને મદદ કરવા અને બહાર કાઢવાને બદલે તેમના ફોનમાં વ્યસ્ત છે.'

ટ્રાન્સપોર્ટ ફોર લંડને ખાતરી આપી કે તેઓએ લંડન ફાયર બ્રિગેડને સ્થાન પર તૈનાત કર્યા છે. અધિકારીઓ આગનો કોઈ સ્ત્રોત શોધી શક્યા નથી. તેઓએ લખ્યું હતું કે, 'અમે ક્લેફામ કોમન ખાતે સર્જાયેલી મુશ્કેલી માટે દિલગીર છીએ. લંડન ફાયર બ્રિગેડે સ્ટેશનની મુલાકાત લીધી છે અને ખાતરી કરી છે કે ત્યાં કોઈ આગ નથી. અમે ઘટનાની વિગતોની તપાસ કરી રહ્યા છીએ.'

અન્ય એકે કહ્યું, 'આ ટ્રેનમાં એકબીજાને મદદ કરી રહેલા કામદારો અને મુસાફરોએ સારુ કામ કર્યું, અને ભગવાનનો આભાર માનો કે આગ લાગી ન હતી.'

Nigel Ingofink નામના એક મુસાફરે, મીડિયા સાથે ઘટનાઓની વિગતો શેર કરતાં જણાવ્યું કે, અંધાધૂંધી લગભગ સાંજે 6 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી. એવું કહેવાય છે કે, લાઇટ બંધ થાય તે પહેલા ટ્રેન અચાનક બંધ થઈ ગઈ હતી. કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી અને મુસાફરો અન્ય કોચમાંથી લોકોની બૂમો સાંભળી શકતા હતા. દરવાજા ખુલતા ન હોવાથી, તે પોતે અન્ય મુસાફરો સાથે ટ્રેનના પાછળના ભાગમાં ગયો, જ્યાં તેને બહાર નીકળવા માટે બારીઓ તૂટેલી જોવા મળી. તેણે કહ્યું કે, કમ્પાર્ટમેન્ટમાં સળગવાની અને ધુમાડાની તીવ્ર ગંધ આવી રહી હતી.

લંડન ફાયર બ્રિગેડને આગના કોઈ પુરાવા મળ્યા નથી, ટીમના આગમન પહેલા મોટાભાગના મુસાફરો ટ્રેનમાંથી નીકળી ગયા હતા. ઈજાના કોઈ અહેવાલો નોંધાયા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp