આસામની ભાજપ સરકારના CMએ કેમ પૂર્વ રાષ્ટ્રપતિને 'હુસૈન ઓબામા' કહ્યા

PC: hindustantimes.com

આસામના મુખ્યમંત્રી હિંમત બિસ્વા સરમાએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પર કરેલી ટીપ્પણીની NCPએ આકરી આલોચના કરી છે.NCPએ આસામના CM સામે નિશાન સાધીને કહ્યું હતું કે, તેમની કમેન્ટ અપ્રિય છે અને અમેરિકા યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એ દાવાનું મહત્ત્વ ઘટાડે છે,જેમાં PM મોદીએ કહ્યું હતું કે ભારતમાં કોઇ ધર્મ આધારિત ભેદભાવ નથી.

NCPએ શુક્રવારે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની 'હુસૈન ઓબામા'ની ટિપ્પણી પર આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમના નિવેદનને અપ્રિય ગણાવતા, NCPએ કહ્યું કે તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના તેમના અમેરિકા પ્રવાસ દરમિયાનના દાવાનું મહત્ત્વ ઘટાડે છે કે ભારતમાં કોઈ ધર્મ આધારિત ભેદભાવ નથી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ કહ્યું કે સરમાએ માફી માંગવી જોઈએ જેથી કરીને દુનિયા વડાપ્રધાન પર વિશ્વાસ કરે.

એક પત્રકારે સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરી હતી કે શું આસામ પોલીસ ભારતમાં લઘુમતીઓની કથિત અસુરક્ષા પરની ટિપ્પણી માટે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ધરપકડ કરશે?  એની પર પ્રતિક્રિયા આપતા આસામના મુખ્યમંત્રીએ શુક્રવારે દાવો કર્યો હતો કે ભારતમાં અનેક હુસૈન ઓબામા છે, તેમની સામે ડીલ કરવાની અમારી પ્રાથમિકતા હશે.

પત્રકારની ટ્વીટ સ્પષ્ટ રીતે દેશના અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવેલી ટીપ્પણીઓને લઇને આસામમાં વિપક્ષી નેતાઓની સામે  થયેલી FIR સંબંધમાં હતી.NCPના પ્રવક્તા ક્લાઇડ ક્રાસ્ટોએ કહ્યુ કે, આસામના મુખ્યમંત્રી હિંમત બિસ્વા સરમાએ કદાચ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકામાં આપેલા નિવેદનને બરાબર સાંભળ્યું નથી, અથવા તેઓ અનાદરપૂર્વક તેમણે જે કહ્યું તેની અવગણના કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાની યાત્રા દરમિયાન કહ્યું હતું કે ભારતમાં જાતિ, સંપ્રદાય, ધર્મ, લિંગને ધ્યાનમાં લીધા વિના ભેદભાવ માટે બિલકુલ કોઇ સ્થાન નથી. NCPના પ્રવક્તાએ કહ્યું કે આ એક સંદેશ છે, જે ભાજપના મુખ્યમંત્રીઓ સહિત ભાજપ અને તેના કાર્યકરોએ પાલન કરવું જોઇએ. અન્યથા, આપણા પ્રધાનમંત્રીએ અમેરિકામાં જે કહ્યું, તેની પર દુનિયા વિશ્વાસ નહીં કરશે.

NCPના પ્રવક્તાએ કહ્યું કે આસામના મુખ્યમંત્રીના નિવેદને બરાક ઓબામાનું પણ અપમાન કર્યું છે, જે દુનિયાના સર્વશ્રેષ્ઠ નેતાઓમાંના એક છે અને PM મોદીના નજીકના મિત્ર તરીકે કહેવાય છે. પ્રવક્તાએ કહ્યું કે ભાજપના મુખ્યમંત્રી સરમાએ દુનિયાને વિશ્વાસ અપાવવા માટે માફી માંગવી જોઇએ કે PM મોદીએ જે કહ્યું છે તે સત્ય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp