અમેરિકા કેલિફોર્નિયામાં અંધાધૂંધ ફાયરિંગ, 12 લોકોના મોત

PC: indiatoday.in

અમેરિકાના કેલિફોર્નિયામાં ફરી એક વખત અંધાધૂંધ ફાયરિંગની ઘટના સામે આવી છે, જેમાં ઓછામાં ઓછા 16 લોકોને ગોળી લાગી છે. જાણકારી મળતા ઘટનાસ્થળે પર પહોંચેલી પોલીસે વિસ્તારની નાકાબંદી કરીને ઇજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કર્યા છે. આ ગોળીબારી કેલિફોર્નિયાના મોન્ટેરે પાર્કમાં થઇ. એક રિપોર્ટ મુજબ આ ફાયરિંગમાં 12 લોકોના મોત થયા હોવાની જાણકારી મળી રહી છે. અમેરિકન મીડિયા રિપોર્ટ મુજબ, મોન્ટેરી પાર્કમાં ચીની નવા વર્ષના સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું હતું.

શનિવારની રાત્રે લગભગ 10 વાગ્યે (અમેરિકાના સમય મુજબ) અહીં જોરદાર ફાયરિંગ કરવામાં આવી. આ દરમિયાન અહીં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા. ફાયરિંગમાં ઓછામાં ઓછા 16 લોકોને ગોળી લાગી ગઇ. મોન્ટેરે પાર્ક લોસ એન્જિલ્સ કાઉન્ટીનું એક શહેર છે, જે લોસ એન્જિલસના ડાઉનટાઉનથી લગભગ 7 માઇલ (11 કિલોમીટર) દૂર છે. આ દરમિયાન ગોળીબારીની ઘટનવાળી ગલીમાં રેસ્ટોરાં માલિક સુંગ વોન ચોઇએ તેની બાબતે જાણકારી આપી છે.

ચોઇએ લોસ એન્જિલ્સ ટાઇમ્સને જણાવ્યું હતું કે, 3 લોકો દોડતા તેમની દુકાન પર પહોંચ્યા અને દરવાજો બંધ કરી લેવા કહ્યું. એ લોકોએ ચોઇને એમ પણ કહ્યું કે, ગોળી ચલાવનારા વ્યક્તિ પાસે મશીનગન છે. આ પહેલા સોમવારે પણ કેલિફોર્નિયાના ગોશેનમાં એક ઘરમાં ગોળીબારી થઇ હતી, જેમાં 17 વર્ષીય માતા અને 6 મહિનાની બાળક સહિત 6 લોકોના મોત થઇ ગયા હતા. પોલીસે તેને ટારગેટ કિલિંગનો કરાર આપ્યો હતો.

તુલારે કાઉન્ટીના શેરીફ માઇક બાઉન્ડ્રીક્સે જણાવ્યું હતું કે, હાર્વેસ્ટ રોડના 6,800 બ્લોકમાં 6 લોકોની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. ઓછામાં ઓછા 2 શંકાસ્પદ છે, જે પકડાયા નથી. એ હિંસા નહીં, પરંતુ ટારગેટ કિલિંગ છે. ગયા વર્ષે નવેમ્બર 2022માં અમેરિકન પેન્સિલ્વેનિયાના ફિલાડેલ્ફિયામાં જોરદાર ફાયરિંગમાં 10 લોકોના મોત થઇ ગયા હતા. આ ઘટનાનો વીડિયો અને તસવીરો લોકોએ સોશિયલ મીડિયા પર પણ શેર કર્યા હતા. આ અગાઉ અમેરિકન નોર્થ કેરોલિનામાં ગોળીબારીની ઘટનામાં 6 લોકોના મોત થઇ ગયા હતા, જ્યારે ઘણા લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. મૃતકોમાં એક ઓફ ડ્યૂટી પોલીસ અધિકારી પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp