પાકિસ્તાનની મસ્જિદમાં આત્મઘાતી હુમલો, 25ના મોત, મોટા ભાગના પોલીસકર્મી, 80ને ઇજા

PC: instagram.com/dawn.today

પાકિસ્તાનના પેશાવરમાં એક મસ્જિદ પર આત્મઘાતી હુમલો થયો છે. ધમાકામાં 80 કરતા વધુ લોકો ઇજાગ્રસ્ત થવાની જાણકારી મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ધમાકો એટલો જોરદાર હતો કે, તેના કારણે મસ્જિદનો એક હિસ્સો પૂરી રીતે ધ્વસ્ત થઈ ગયો. બ્લાસ્ટ પેશાવરમાં પોલીસ લાઇન્સ પાસે સ્થિત મસ્જિદમાં જોહરની નમાજ બાદ થયો. ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ધમાકા બાદ અફરાતફરીનો માહોલ નજરે પડી રહ્યો છે.

એક રિપોર્ટ મુજબ, હુમલામાં 25 લોકોના મોત થયા છે અને 80 કરતા વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. સોશિયલ મીડિયા પર ધમાકાની જાણકારી સાથે શેર કરવામાં આવી રહેલા વીડિયોમાં મસ્જિદની અંદરના નજારાને જોઈ શકાય છે. પોલીસે કહ્યું કે, આ એક શંકાસ્પદ આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે નમાજ વચ્ચે હુમલાવરે પોતાને ઉડાવી દીધો. કહેવામાં આવી રહ્યું છે કે, મૃતકોમાં મોટા ભાગના પોલીસકર્મી હતા. બચાવ ટીમ અને સુરક્ષા બલોકોને ઘટનાસ્થળ પર મોકલવામાં આવી રહ્યા છે.

પાકિસ્તાનમાં મસ્જિદ પર હુમલાની ઘટના સામે આવતી રહે છે. 16 મે 2022ના રોજ પાકિસ્તાનના કરાચીમાં બ્લાસ્ટ થયો હતો. અહીં MA જિન્ના રોડ પર મેમન મસ્જિદ પાસે વિસ્ફોટ થયો હતો, જેમાં એક મહિલાનું મોત થઈ ગયું હતું, જ્યારે 8 લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા હતા. ઇજાગ્રસ્તોમાં એક પોલીસકર્મી પણ સામેલ હતા. કરાચીમાં આ પહેલા પણ એક બ્લાસ્ટ થયો હતો. 13 મે 2022ની રાત્રે એક બોમ્બ બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું. જ્યારે 13 લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા હતા.

 
 
 
View this post on Instagram

A post shared by Dawn Today (@dawn.today)

આ બ્લાસ્ટ કરાચીના સૌથી વ્યસ્ત વ્યાવસાયિક વિસ્તાર સદરમાં થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, બ્લાસ્ટ એક હૉટલ બહાર કચરાપેટીમાં થયો. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું હતું કે, બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે, આસપાસના અપાર્ટમેન્ટ, દુકાનો, કારોની બારીઓ તૂટી ગઈ અને આગ લાગી ગઈ. આ પહેલા 26 એપ્રિલ 2022ના રોજ પાકિસ્તાનની કરાચી યુનિવર્સિટીમાં એક આત્મઘાતી હુમલો થયો હતો. તેમાં 3 ચીની અને એક પાકિસ્તાની નાગરિકનું મોત થઈ ગયું હતું.

આ હુમલાને બલૂચિસ્તાન લિબરેશન આર્મીની આત્મઘાતી હુમલાવર શૈરી બલૂચે અંજામ આપ્યો હતો. પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ચીની નાગરિકો પર પણ હુમલા વધ્યા છે. ત્યારબાદ પાકિસ્તાનમાં ચીનના ઉપ રાજદૂત પાંગ ચુનક્સ્યૂ એ ગૃહ મંત્રી રાણા સનાઉલ્લાહ સાથે મુલાકાત કરી હતી અને પાકિસ્તાનમાં ચીની નાગરિકોની સુરક્ષા સહિત તમામ મુદ્દાઓ પર વાત કરી હતી. ચીની ઉપ રાજદૂર ચુનક્સ્યૂએ કહ્યું હતું કે, તેમનો દેશ ઈચ્છે છે કે કરાચીમાં ઘટના પૂરી તપાસ થાય અને દોષીઓને વહેલી તકે સજા મળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp