શાળાની હૉસ્ટેલમાં લાગી આગ, 20 વિદ્યાર્થિનીઓ જીવતી સળગી ગઈ

PC: twitter.com/ChinaDaily

દક્ષિણ અમેરિકન દેશ ગુયાનામાં એક મોટો અકસ્માત થઈ ગયો છે. અહીં એક શાળાની હૉસ્ટેલમાં આગ લાગવાથી ઓછામાં ઓછી 20 વિદ્યાર્થિનીઓના મોત થઈ ગયા છે અને ઘણી ઇજાગ્રસ્ત થઈ ગઈ છે. દક્ષિણ અમેરિકન મહાદ્વીપમાં સ્થિત દેશ ગુયાનાની સરકારે એક નિવેદનમાં જણાવ્યું કે, માહડિયા શહેરમાં માધ્યમિક શાળાની હૉસ્ટેલમાં આગ લાગી. આ શહેર રાજધાની જોર્જટાઉનથી લગભગ 320 કિલોમીટર દૂર છે. સરકારે નિવેદનમાં કહ્યું કે, આગ લાગવાના કારણે ઘણી વિદ્યાર્થિનીઓના મોત થઈ ગયા છે અને અન્ય ઘણી વિદ્યાર્થિનીઓ ઇજાગ્રસ્ત થઈ છે જેમની સારવાર કરવામાં આવી રહી છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઘણી વિદ્યાર્થિનીઓને સારવાર માટે હવાઈ માર્ગથી રાજધાની લઈ જવામાં આવી છે. સુરક્ષા સલાહકાર ગેરાલ્ડ ગૌવિયાના જણાવ્યા મુજબ, રવિ-સોમવાર દરમિયનની રાત્રે શાળાની હૉસ્ટેલમાં આગ લાગી ગઈ હતી. આ શાળામાં 12-18 વર્ષના બાળકો ભણે છે. અત્યારે આગ લાગવાના કારણોનું અનુમાન લગાવવું ઉતાવળ હશે. કહેવામાં આવી રહ્યું છે કે, આગ એટલી વિકરાળ હતી કે, તેને નિયંત્રિત કરવા માટે 24 કલાક કરતા વધુ સમય લાગી ગયો હતો.

શાળા પૂરી રીતે બળીને રાખ થઈ ગઈ. એક સ્થાનિક અખબારના રિપોર્ટ મુજબ, આગ છોકરીઓની છાત્રાલયમાં લાગી અને ખરાબ હવામાનના કારણે હવાઈ માર્ગથી આગ પર નિયંત્રણ મેળવવું અધિકારીઓ માટે પડકાર બાબી ગયો. વિપક્ષી સાંસદ નતાશા સિંહ લેવિસે ઘટનાની વિસ્તૃત તપાસની માગ કરી છે. ગુયાનાના રાષ્ટ્રપતિ ઈરફાન અલીએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, આ ખૂબ જ ભયાનક અને દર્દનાક અકસ્માત છે. હું માતા-પિતા અને બાળકોના દર્દની કલ્પના કરી શકતો નથી અને એક દેશના રૂપમાં આપણે તેને પહોંચીવળવું પડશે.’

મીડિયા રિપોર્ટ્સ મુજબ, મૃતકોમાં 18 છોકરીઓ અને એક બાળક સામેલ છે કે કેરટેકરનો દીકરો હતો. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ, માહડિયાના પર્વતીય વિસ્તારમાં વસેલા આંતરિક શહેરની હાઇસ્કૂલમાં રવિવારે રાત્રે 11:30 વાગ્યા બાદ આગ લાગી ગઈ. અધિકારીઓએ કહ્યું કે, સરકારે સ્થાનિક લોકોની સહાયતા માટે ચિકિત્સકર્મીઓ અને ઉપકરણોથી લેસ વિમાનો સાથે પૂર્ણ રૂપે ચિકિત્સા ઇમરજન્સી કાર્ય યોજના શરૂ કરવામાં આવી છે. ગંભીર રૂપે ઇજાગ્રસ્ત પીડિતોને વિમાનથી થોડા જ કલાકોમાં જોર્જટાઉન પહોંચાડવામાં આવ્યા. તો અન્યને માહડિયા જિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે, જ્યાં તેમને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp