લાખોનો પગાર અને CEOનું પદ છોડીને ટ્રક ડ્રાઇવર બન્યા,પ્રેરણા આપનારી સ્ટોરી

PC: guardian.com

ઓસ્ટ્રેલિયામાં એક વ્યકિતએ પોતાની 60 વર્ષની ઉંમરે લાખો રૂપિયાના પગારની નોકરી અને CEOનું પદ છોડીને ટ્રક ડ્રાઇવર બની ગયા, આજે આ વ્યકિત 72 વર્ષના છે અને તેમનું કહેવું છે કે CEOના કામમાં મને જેટલી મજા આવતી હતી એનાથી અનેક ઘણી મજા મને ટ્રક ડ્રાઇવીંગમાં મળે છે. જેમાં મજા મળે એ જ કામ કરવું જોઇએ.

સામાન્ય રીતે CEOનું પદ મેળવવા કે ત્યાં સુધી પહોંચવા માટે અનેક લોકો સપના જોતા હોય છે, પરંતુ ઓસ્ટ્રેલિયાના એક વ્યકિતેએ આ સન્માનીય પદ છોડીને ટ્રક ડ્રાઇવર બનવાનું નક્કી કર્યું ત્યારે તેમના આ નિર્ણયથી અનેક લોકો ચોંકી ગયા હતા. આટલી મોટી પોઝિશન અને લાખોનો પગાર છોડીને ટ્રક ડ્રાઇવીંગ? લોકો હસતા હતા, પરંતુ એ વ્યકિતએ કહ્યુ કે, હું મારા કામથી બિલકુસ સંતુષ્ટ અને ખુશ નહોતો.

ગાર્ડિયનના એક રિપોર્ટ મુજબ, ઓસ્ટ્રેલિયમાં રહેતા ગ્રેગ રોસ એક થિયેટર કંપનીમાં CEO હતા.પરંતુ 60 વર્ષની વયે તેમને અહેસાસ થયો કે, કંપનીમાં માર્કેટિંગ એક્ઝિક્યુટીવ તરીકે કામ કરતી વખતે તેમને થાક મહેસૂસ થતો હતો. હું આ જિંદગીમાં મોટો બદલાવ લાવવા માંગતો હતો. એટલે નોકરી છોડવાનો નિર્ણય કર્યો હતો.

રોસ કહે છે કે ઘણા લાંબા સમયથી મનમાં ગડમથલ ચારી રહી હતી, કામમાં પણ મન નહોતુ લાગતું. આ વચ્ચે મને થાયરોઇડનું કેન્સર વિશે ખબર પડી હતી. એ પછી જ્યારે મારા અંકલના અંતિમ દર્શન માટે ગયો ત્યારે વિચાર આવ્યો કે હવે જિંદગીમાં કઇંક અલગ કરવું જ છે, જેનાથી મન આનંદમાં રહે.આખરે રોસે પોતાની દિલની વાત સાંભળી અને પોતાની જોબ અને પદને અલવિદા કરી દીધું.

ગ્રેગ રોસે કહ્યુ કે, જીવનમાં દરેક પ્રકારના અનુભવો હતા. પરંતુ ટ્રક ડ્રાઇવિંગનો અનુભવ બિલકુલ ન હતો. આવી સ્થિતિમાં ટ્રક કંપનીમાં જોડાઈને ડ્રાઈવિંગ વિશે શીખ્યા, સમજ્યા અને પછી ટ્રક ડ્રાઈવરનો વ્યવસાય શરૂ કર્યો.

રોસ અત્યારે 72 વર્ષના થઇ ચૂકિયા છે. હવે છેલ્લાં 12 વર્ષથી તેઓ ટ્રક ડ્રાઇવીંગ કરી રહ્યા છે. તેમને ભારી વાહન ચલાવવાનું પસંદ છે. પોતાનો અનુભવ શેર કરતા રોસે કહ્યું કે,  આપણે પોતાને ફરી એકવાર મોકો આપવો જોઇએ.

રોસની વાગ અગત્યની છે, કારણકે ઘણા લોકો એવો હોય છે,  જેમને મોટી આવક કે પદ મળવા છતા દીલથી આનંદ મળતો નથી, પરંતુ એ સ્થિતિને તેઓ બદલતા નથી અને એ જ ઘરેડમાં જીવ્યા કરે છે. જેમાં આનંદ મળે તે કામ જ કરવું જોઇએ એવી હિંમત જવ્વલે જ ગ્રેસ રોસ જેવા માણસો કરી શકતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp