ઓસ્ટ્રેલિયન ડિફેન્સ ફોર્સ ચીફે જણાવ્યુ- ક્યારે સમાપ્ત થશે રશિયા-યુક્રેન યુદ્ધ

PC: abc.net.au

ઓસ્ટ્રેલિયન રક્ષા બળોના પ્રમુખ જનરલ એંગસ કેમ્પબેલે ભવિષ્યવાણી કરી છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ક્યારે સમાપ્ત થશે. શુક્રવારે તેમણે કહ્યું કે, તેમના આંકલન મુજબ, જ્યાં સુધી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ઇચ્છાશક્તિ સમાપ્ત નહીં થાય, ત્યાં સુધી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ રહેશે. પેનલ ચર્ચામાં બોલતા ‘ધ ઓલ્ડ, ધ ન્યૂ એન્ડ ધ અપરંપરાગત: સમકાલીન સંઘર્ષોના આંકલન’ જનરલ એંગસ કેમ્પબેલે રશિયન યુક્રેન પર આક્રમણને ગેરકાયદેસર, અન્યાયપૂર્ણ અને અપમાનકનક આક્રમણ કરાર આપી દીધો છે.

તેમણે કહ્યું કે, આ યુદ્ધમાં જે પ્રકારે યુક્રેની સશસ્ત્ર બળો અને યુક્રેની લોકોએ પોતાની શાનદાર હિંમત દેખાડી છે તેના વખાણ કરવા જોઇએ. આ બધુ અસાધારણ છે અને તેના પર કેન્દ્રિત છે કે યુક્રેનના લોકો પોતાના દેશને રશિયાના વર્ચસ્વથી મુક્ત કરવાને લઇને દૃઢ સંકલ્પિત છે, પરંતુ આ યુદ્ધમાં જ્યાં સુધી વ્લાદિમીર પુતિનની ઇચ્છાશક્તિમાં કમી નથી આવતી, ત્યાં સુધી દુર્ભાગ્યથી અને મારા દૃષ્ટિકોણથી આ યુદ્ધ ચાલુ રહેશે. મારું આંકલન છે. તેમણે એમ પણ કહ્યું કે, આ સંઘર્ષ યુક્રેનના લોકો માટે એક આપત્તિ છે.

ઓસ્ટ્રેલિયન રક્ષા પ્રમુખ એ દેશોના ગઠબંધનથી પ્રભાવિત હતા, જે યુક્રેનનું સમર્થન કરવા આવ્યા છે, પછી કૂટનૈતિક રૂપે કે ભૌતિક રૂપે માનવીય કે ઘાતક હથિયારોથી, પરંતુ જ્યાં સુધી બદલાવ નહીં થાય, ત્યાં સુધી મને લાગે છે કે, આ યુદ્ધ ચાલુ રહેશે. ડેનિશ વિદેશ મંત્રી લાર્સ લોકે રાસમુસેનના નિવેદનને યાદ કરતા ઓસ્ટ્રેલિયન પ્રમુખે કહ્યું કે, ‘જો રશિયા લડવાનું બંધ કરી દે છે તો યુદ્ધ સમાપ્ત થઇ જાય છે. જો યુક્રેન લડવાનું બંધ કરી દે છે તો યુક્રેન જ સમાપ્ત થઇ જાય છે.

જનરલ કેમ્પબેલે કહ્યું કે, યુક્રેની રાષ્ટ્ર એકીકૃત, અસાધારણ નેતૃત્વ હેઠળ અને વિરોધ ન કરવા માટે દૃઢ સંકલ્પ સાથે યુદ્ધ લડી રહ્યા છે. તેમણે આગળ કહ્યું કે, રશિયન સેનાનું યુક્રેનના લોકો વિરુદ્ધ કોઇ પણ કિંમત પર યુદ્ધને સમાપ્ત કરવાના ઇરાદામાં અત્યાર સુધી કોઇ બદલાવ જોવા મળ્યો નથી. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ આ યુદ્ધ સમાપ્ત કરવા માગતા નથી. ઉલ્લેખનીય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનું ફેબ્રુઆરીમાં એક વર્ષ પૂર્ણ થઇ ચૂક્યું છે, છતા કોઇ પરિણામ મળી શક્યું નથી. યુક્રેનના ઘણા શહેર હવે ખંડેર બની ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp