US સરકાર પાસે 1 ક્રેશ એલિયન સ્પેસક્રાફ્ટ અને એલિયન જીવનો અવશેષ છે: પૂર્વ અધિકારી

PC: sky.com

અમેરિકામાં UFO સાથે જોડાયેલી સુનાવણીમાં પૂર્વ અમેરિકન ઇન્ટેલિજેન્સ અધિકારી ડેવિડ ગ્રુશે સનસનીખેજ ખુલાસો કર્યો છે. તેમણે દાવો કર્યો કે, અમેરિકન સરકાર પાસે એક દુર્ઘટનાગ્રસ્ત UFO છે. અમેરિકન સરકાર તેની જાણકારી એકત્ર કરવા માટે દશકોથી રિવર્સ એન્જિનિયરિંગ પ્રોગ્રામ ચલાવી રહી છે. ડેવિડ ગ્રુશ, અમેરિકન રક્ષા વિભાગમાં UAP સાથે જોડાયેલી ઘટનાઓની તપાસના પ્રભારી રહી ચૂક્યા છે. તેમણે એક ઓવરસાઇટ કમિટી સામે એલિયન લાઇફ અને એલિયન ટેક્નોલોજીના મુદ્દા પર પ્રકાશ નાખ્યો હતો.

તેમણે દાવો કર્યો કે, અમેરિકન સરકાર પાસે એક ક્રેશ એલિયન સ્પેસક્રાફ્ટ અને એલિયન જીવનો અવશેષ છે જે સંભવતઃ તેનો પાયલટ હતો. જો કે, આ દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું કે, આ તેમનું નિવેદન નથી, પરંતુ તેમણે ઘણા અધિકારીઓ સાથે વાત કરી અને તેમની તરફથી જાણકારી આપવામાં આવી. તેમની પાસે એલિયન સાથે જોડાયેલી કોઈ પણ પ્રત્યક્ષ જાણકારી નથી. તેમણે કહ્યું કે, મારી પાસે બતાવવા માટે એવું કશું જ નથી, જે મેં પોતાની આંખોથી જોયું હોય.

ડેવિડ ગ્રુશે આગળ કહ્યું કે, તેમણે વ્હિસિલબ્લોઅરના રૂપમાં તેની જાણકારી ઇન્ટેલિજેન્સ કમ્યુનિટિ ઇન્સ્પેક્ટર જનરલને આપી હતી. તો ઇન્ટેલિજેન્સ કમ્યુનિટી ઇન્સ્પેક્ટર જનરલના કાર્યાલયના પ્રવક્તાએ તેની સાથે જોડાયેલી ટિપ્પણીથી ઇનકાર કરી દીધો છે. સુનાવણીમાં ઉપસ્થિત અન્ય સાક્ષીઓ અને પ્રતિનિધિઓએ પણ કહ્યું કે, UFO સાથે જોડાયેલી જાણકારી અમેરિકન સરકારે પૂરી રીતે છુપાવી રાખી છે. UFO તપાસનું સહ-નેતૃત્વ કરતા રિપબ્લિકન સાંસદ ટીમ બાર્ચેટે આરોપ લગાવ્યો કે, સરકારી એજન્સીઓ નિરીક્ષણ સમિતિની તપાસમાં સહયોગ કરી રહી નથી.

પૂર્વ નૌકાદળના પાયલટ અને સાક્ષી રયાન ગ્રેવ્સે કહ્યું કે, UFO સાથે જોડાયેલી જાણકારી સામે આવવી ખૂબ જરૂરી છે. જો તે વિદેશી ડ્રોન છે તો રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી છે અને જો તે કંઈક બીજું છે તો વિજ્ઞાન સાથે જોડાયેલી વસ્તુ છે. બંને જ સ્થિતિઓમાં તે અમેરિકન આકાશને ઉડાણ માટે ખતરનાક બનાવે છે. એલિયનને લઈને અમેરિકામાં પહેલા પણ દાવા થઈ ચૂક્યા છે. વર્ષ 2021માં અમેરિકામાં UFOની તપાસ માટે બનાવવમાં આવેલી એક અમેરિકન ટાસ્ક ફોર્સે રિપોર્ટ જાહેર કર્યો હતો. આ રિપોર્ટમાં અમેરિકન સરકારે સોર્સના માધ્યમથી વર્ષ 2004 થી વર્ષ 2021 વચ્ચે 144 UFO દેખાવાનો ઉલ્લેખ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp