- World
- મંદિરના પવિત્ર વૃક્ષ પર મોડલનું નગ્ન ફોટોશૂટ, હંગામો થતા ફોટો ડિલીટ કરી દીધા
મંદિરના પવિત્ર વૃક્ષ પર મોડલનું નગ્ન ફોટોશૂટ, હંગામો થતા ફોટો ડિલીટ કરી દીધા
ઇન્ડોનેશિયમાં એક મોડલે વૃક્ષ પર નગ્ન ફોટો શૂટ કરાવ્યું જેની બબાલ ઉભી થતા યુવતીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પરથી તસ્વીરો ડિલીટ કરી દીધી હતી અને વૃક્ષ પાસે જઇને માફી માંગી હતી.

ઇન્સ્ટાગ્રામ સ્ટારે ઇન્ડોનેશિયાના બાલીમાં એક પવિત્ર વૃક્ષ નીચે નગ્ન ફોટો શૂટ કરાવ્યું અને તેને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું. જે બાદ તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હવે આ મામલામાં યુવતીને 6 વર્ષ સુધીની જેલ અથવા લગભગ 52 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે.
ઇન્સ્ટાગ્રામ સ્ટાર એલીના યોગીનો ફોટો પર પરબલીના ઉદ્યોગસાહસિક નીલુહ ગેલેન્ટિકોની નજર પડી હતી. તે પછી તેમણે સ્થાનિક અધિકારીઓને આ મામલે હસ્તક્ષેપ કરવા કહ્યું હતું. નિલુહે કહ્યું કે રશિયન છોકરી 700 વર્ષ જૂના weeping paperbark tree ઝાડ નીચે નગ્ન હતી. બાલીના લોકો આ વૃક્ષને kayu putih કહે છે.
જો એલીના સ્થાનિક પોર્ન કાયદા હેઠળ આ કેસમાં દોષી સાબિત થાય છે, તો તેને 6 વર્ષની જેલની સજા થઈ શકે છે. આ વૃક્ષ બાલીના બાબાકન મંદિરમાં છે. સ્થાનિક લોકો આ વિશાળ વૃક્ષને પવિત્ર માને છે. એટલા માટે નગ્ન ફોટાને કારણે લોકો ગુસ્સે છે. નીલુહે કહ્યું કે ઇમિગ્રેશન અધિકારીઓ તે રશિયન યોગ ઇન્ફ્લૂએંસરને ટ્રેક કરી રહ્યાં છે.
મામલો વધતો જોઈને એલિનાએ ઈન્સ્ટાગ્રામ પરથી પોતાનો ફોટો ડિલીટ કરી દીધો છે. આ પછી 4 મેના રોજ તેણે એક વીડિયો પોસ્ટ કરીને માફી માંગી હતી. તેણે લખ્યું, હું બાલી અને ઈન્ડોનેશિયાના તમામ લોકોની માફી માંગુ છું. મેં જે કર્યું તેના માટે હું દિલગીર છું. I Am Sorry, હું તમને દુઃખી કરવા માંગતો ન હતી. મને આ જગ્યા વિશે કશી ખબર ન હતી.

અલિનાએ આગળ લખ્યું, મેં ઝાડ નીચે પ્રાર્થના કરી અને પછી સીધી પોલીસ સ્ટેશન ગઈ. મેં તેમને આ બાબત વિશે જણાવ્યું અને માફી માંગી.
. પોલીસ પ્રવક્તા રાનેફાલી ડિયાન કેન્દ્રાએ જણાવ્યું કે અલીના પોતે જ અધિકારીઓ સુધી પહોંચી છે અને આ કેસમાં આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
રિપોર્ટ અનુસાર, એલીના વિરુદ્ધ દેશના કડક ઈન્ફોર્મેશન એન્ડ ઈલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. જો તે પ્રોનોગ્રાફી ફેલાવવા માટે દોષી સાબિત થાય છે, તો તેને 6 વર્ષ સુધીની જેલ અથવા તેની પાસેથી 52 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે..

