BBC પ્રકરણમાં હવે દુશ્મન ગણાતું ચીન કેમ ભારતની પડખે આવ્યું, રશિયાએ પણ આપેલો ટેકો

PC: globaltimes.cn

ગયા અઠવાડિયે ભારતમાં ઇનકમ ટેક્સ વિભાગની છાપેમારી બાદ ચીને પણ BBC વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. આ મામલે તે ભારત સાથે ઊભું નજરે પડી રહ્યું છે. ચીનના સરાકરી મુખપત્ર ‘ગ્લોબલ ટાઇમ્સ’માં છપાયેલા ઓપનિયન લેખમાં BBCને પશ્ચિમી દેશોની સમર્થક અને તેમના હિતો સાધનારી ગણાવી છે. ચીની મુખપત્રના 22 ફેબ્રુઆરીના એડિશનમાં પ્રકાશિત લેખમાં BBC માટે હેડિંગ છે ‘ભારતના ડોક્યૂમેન્ટ્રી પ્રકરણ અગાઉ પણ BBC રહી છે પશ્ચિમની કુખ્યાત પ્રોપગેન્ડા મશીન.’

આ લેખને ચીનની ફૂદામ યુનિવર્સિટીના રિસર્ચ ફેલો સાંગ લુઝેંગે લખ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે BBC પહેલા પણ પશ્ચિમી હિતો માટે કેટલાક દેશો અને તેમના રાષ્ટ્ર પ્રમુખોને બદનામ કરનારા કામ કરતી રહી છે, એવું જ આ વખત પણ કર્યું. લેખ કહે છે કે, BBC સ્પષ્ટ રૂપે પશ્ચિમી મીડિયાનું જ અવતરણ છે, જે તેમના જેવા ઉદ્દેશ્ય અને તથ્યો સાથે છેડછાડ કરે છે, એવું કામ પશ્ચિમી મીડિયા તમામ દેશો વિરુદ્ધ કરે છે. તે BBC રિપોર્ટિંગ નહીં પરંતુ તેમનું પોતાનું ઓપિનિયન જર્નાલિઝ્મ છે. તે એવું પ્રોપગેન્ડા મશીન છે જે પશ્ચિમી વિસ્તારવાદને જુએ છે.

લેખ કહે છે કે BBC સામાન્ય અર્થોમાં કોઇ ન્યૂઝ મીડિયા સંગઠન નથી, પરંતુ એ દેશો વિરુદ્ધ નિશાનો સાધવાનું હથિયાર કે ટૂલ છે જેને પશ્ચિમી દેશ નથી ઇચ્છતા કે તેઓ તેમની આંખોમાં આંખ નાખીને વાત કરે. BBC પોતે જાણે છે કે તે માત્ર એક પ્રોપગેન્ડા ટૂલ છે, પરંતુ પ્રેસની આઝાદીનું હનન પણ કરે છે. જ્યારે બ્રિટનના રાજદૂતનો તર્ક આપતા BBCનો પક્ષ લે છે કે તે તેમનું રાષ્ટ્રીય ગર્વ અને ધરોહર છે. ત્યારે આ વાતને નજરઅંદાજ કરી દે છે કે આ પ્રોપગેન્ડા મશીન લાંબા સમયથી તમામ દેશોમાં અલોકપ્રિય રહી છે.

લેખમાં કહેવામાં આવ્યું છે કે હાલના વૈશ્વિક રાજકીય કારણોથી પશ્ચિમ ભારતને પચાવી શકતું નથી. સાચી વાત એ છે કે ભારતના ગત વર્ષની GDP બ્રિટનથી આગળ નીકળી ચૂકી છે. જેથી તેમના ગર્વને ઠેસ પહોંચી છે અને તેમનું મન અને વિચાર ભારતને લઇને હંમેશાં ઇમ્પિરિયાલિસ્ટ જ રહેતી આવી છે. ગ્લોબલ ટાઇમ્સમાં જ આ મામલે આ અગાઉ પ્રકાશિત લેખમાં કહેવામાં આવ્યું છે કે BBC પ્રકરણ એમ કહે છે કે ભારતે પશ્ચિમ પર ભરોસો ન કરવો જોઇએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનાવવામાં આવેલી ડૉક્યુમેન્ટ્રી પર રશિયાએ બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC) પર પ્રહાર કરતા તેના પર અલગ અલગ મોરચે સૂચના યુદ્ધ છેડવાનો આરોપ લગાવ્યો હતોલ. રશિયન વિદેશ મંત્રી સર્ગોઇ લાવરોવના પ્રવક્તાએ કહ્યું કે, હું એ તથ્ય પર તમારું ધ્યાન આકર્ષિત કરવા માગું છું કે આ ડોક્યુમેન્ટ્રી BBC તરફથી અલગ અલગ મોરચા પર સૂચના યુદ્ધ છડવાનું વધુ એક પુરાવા છે.

BBC માત્ર રશિયા વિરુદ્ધ જ નહીં, પરંતુ સ્વતંત્ર નીતિનું પાલન કરનારા અન્ય દેશો વિરુદ્ધ જ કામ કરે છે. BBC કેટલાક ગ્રુપના હિતોને સાધવા માટે બીજાઓ વિરુદ્ધ કામ કરી રહી છે. આ જ કારણ છે કે બ્રિટનની અંદર પણ BBCને લઇને વિવાદ છે. BBCના આ વલણના હિસાબે જ તેમની સાથે વ્યવહાર કરવો જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp