BBC ડોક્યુમેન્ટરીને લઈ PM મોદી પર સવાલ ઉઠાવનારા પાક. પત્રકારની USએ કરી બોલતી બંધ

PC: freepressjournal.in

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને BBC ડોક્યુમેન્ટરી પર ઘેરવાની કોશિશ કરનાર પાકિસ્તાની પત્રકારને અમેરિકાએ સણસણતો જવાબ આપીને તેની બોલતી બંધ કરી દીધી હતી. BBCએ ગુજરાત રમખાણો પર ડોક્યુમેન્ટરી બનાવી છે. BBCએ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર એક ડોક્યુમેન્ટરી રીલિઝ કરી છે. ત્યારથી BBC આ માટે નિશાના પર છે. આ વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરી 2002ના ગુજરાત રમખાણો પર આધારિત છે. ભારતીય વિદેશ મંત્રાલય આ ડોક્યુમેન્ટરીની ટીકા કરી ચૂક્યું છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું હતું કે, આ PM મોદી વિરુદ્ધ એક પ્રકારનો દુષ્પ્રચાર અને ષડયંત્ર છે.

હવે જ્યારે એક પાકિસ્તાની પત્રકારે આ ડોક્યુમેન્ટરીને લઈને PM મોદીને ઘેરવાનો પ્રયાસ કર્યો તો તેણે પરિણામ ભોગવવા પડ્યા છે. PM મોદીના બચાવમાં અમેરિકા આવ્યું છે. હાલમાં જ અમેરિકામાં જ્યારે એક પાકિસ્તાની પત્રકારે BBC ડોક્યુમેન્ટરીને લઈને PM મોદી પર સવાલ ઉઠાવ્યા તો US સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ પાકિસ્તાની પત્રકારની બોલતી બંધ કરી દીધી હતી.

અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઈસે સોમવારે કહ્યું હતું કે, તેમને આ ડોક્યુમેન્ટરી વિશે કોઇ જાણકારી નથી. પરંતુ અમેરિકા અને ભારતના સહિયારા મૂલ્યોથી વાકેફ છે. ANIએ તેમના નિવેદન વિશે માહિતી આપી છે. ન્યૂઝ એજન્સી ANIના અહેવાલ મુજબ, નેડ પ્રાઈસે પાકિસ્તાની પત્રકારને જવાબ આપતા કહ્યું, તમે જે ડોક્યુમેન્ટરીનો ઉલ્લેખ કરી રહ્યા છો તે વિશે મને જાણકારી નથી. જોકે હું સહિયારા મૂલ્યોથી વાકેફ છું જે ભારત અને અમેરિકાને બે સમૃદ્ધ અને ગતિશીલ લોકશાહી તરીકે સ્થાપિત કરે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત સાથે અમેરિકાની ભાગીદારીમાં અસાધારણ ઉંડાણ છે. જે મૂલ્યો અમેરિકન લોકશાહી અને ભારતીય લોકશાહી માટે સમાન છે. ડોક્યુમેન્ટરીમાં ગુજરાત રમખાણોનો ઉલ્લેખ કરીને તે સમયગાળા દરમિયાન PM મોદીના કાર્યકાળ પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આ રમખાણોમાં લગભગ 2 હજાર લોકોના મોત થયા હતા.

આ ડોક્યુમેન્ટરી પર ભારત સરકાર તરફથી આકરી પ્રતિક્રિયા આવી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ ડોક્યુમેન્ટરીને દુષ્પ્રચારનો ભાગ ગણાવી છે. ભારત સરકારે એક નિવેદનમાં કહ્યું કે, આ ડોક્યુમેન્ટરી એકતરફી પરિપ્રેક્ષ્ય દર્શાવે છે, જેના કારણે સ્ક્રીનિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ટ્વિટર અથવા યુટ્યુબ ચેનલો દ્વારા ડોક્યુમેન્ટરી દર્શાવતા એકાઉન્ટને બ્લોક કરવાની અપીલ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp