નશાની લતના રવાડે એવી ચઢી કે સેક્સ વર્કર બની, ડ્રગ્સ વેચ્યું, રોજ 1 લાખનો ખર્ચ

PC: perthnow.com.au

ઓસ્ટ્રેલિયાના સીડનીમાં રહેતી એક 27 વર્ષની યુવતી જે રઇસ જિંદગી જીવતી હતી તે નશાના રવાડે એવી ચઢી કે સેક્સ વર્કર બની, ડ્રગ્સ પણ વેચતી થઇ ગઇ હતી અને હવે જેલની હવા ખાઇ રહી છે. આ યુવતી રોજના 1.23 લાખ રૂપિયા નશામાં ઉડાવી દેતી હતી અને આ ખર્ચા કાઢવા માટે તે અવળા રવાજે ચઢી ગઇ હતી.

નશાનું વ્યસન વ્યક્તિની આખી જિંદગીને બરબાદ કરી નાંખે છે. આવું જ કંઈક એક મહિલા સાથે થયું જે લક્ઝરી લાઈફ જીવી રહી હતી, તે એક સોશિયાલાઇટ્સ તરીકે જાણીતી હતી, પરંતુ ડ્રગ્સની લતે તેને બરબાદ કરી દીધી. બાદમાં તેણીને જેલમાં મોકલી દેવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાના સીડનીમા રહેતી આ મહિલાનું નામ Alexandra Moss છે અને તે 27 વર્ષની છે. તેણીને કોકિનની લત લાગી ગઇ હતી.

Alexandra Moss ડ્રગ સપ્લાયમાં પકડાયા બાદ કેસની સુનાવણી દરમિયાન મોસ ચોધાર આંસુએ રડી  પડી હતી, તેણીએ કોર્ટને જણાવ્યું કે, તેને દરરોજ 1500 ડોલર (આશરે રૂ. 1.23 લાખ) ની કિંમતના કોકેઈનની જરૂર છે. આ મોંઘી જરૂરિયાત પૂરી કરવા માટે તેણે ડ્રગ્સ વેચવાથી લઈને સેક્સ વર્કર સુધી કામ કર્યું.

Moss સિડનીમાં તેના ભાડાના ઘરમાં મોટા પાયા પર ડ્રગ્સના ડિલીંગ કરી રહી હતી, પોલીસે તેના ફોનને ટેપ કર્યા પછી તેણીની ધરપકડ કરવામાં આવી હતી. તેના ઘરેથી ગાંજો અને કોકિન મોટા પાયે જપ્ત કરવામાં આવ્યા હતા. Alexandra Mossએ પોલીસ સમક્ષ કબુલાત કરી લીધી હતી કે ડિસેમ્બર 2020થી 2021 દરમિયાન તેણે પોતાની લકઝરી જિંદગીના ખર્ચ પુરા કરવા માટે ગેરકાયદેસર ડ્રગ્સનો બિઝનેસ કર્યો હતો.

પોલીસને મોસના ફોનમાંથી મેસેજ પણ મળ્યા હતા, જેમાં તેણે મિત્રો, ગ્રાહકો સાથે ડ્રગ્સની સપ્લાય, સ્ટોરેજ અને વેચાણનું ડિસ્કશન કર્યું હતું. મોસની જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે પોલીસને 9.6 કિલોગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું હતું.

મોસના ફોનમાંથી એવી અનેક તસ્વીરો પોલીસને હાથ લાગી જેમાં મોસે ડ્રગ્સની સાથે સ્માઇલ કરાવીને પોઝ આપ્યા હતા. જ્યારે કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી ત્યારે તસ્વીરો જોઇને જજ જોન પિકરીંગે કહ્યું હતું કે પોતાના જ ફોનમાં આવા ડોક્યુમેન્ટ રાખીને તમે પોલીસનું કામ એકદમ આસાન કરી દીધું  છે.

પોલીસને મોસ પાસેથી મોટા પાયે રોકડ રકમ પણ મળી હતી. મોસે કહ્યુ કે આ ડ્રગ ડિલીંગની રકમ નથી, પરંતુ સેક્સ વર્કર તરીકે કરેલા કામની કમાણી છે. જ્યારે મોસનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે તે ડિપ્રેશન સામે ઝઝુમી રહી છે અને લત છોડવા માટે દવા પણ લઇ રહી હતી.

જજે  મોસને 23 મહિનાની નોન પેરોલ પિરિયડ સાથેની વધારેમાં વધારે 4 વર્ષ અને 4 મહિનાની જેલની સજાનો ચુકાદો આપ્યો હતો. ચુકાદો સંભળાવતી વખતે જજે કહ્યું કે, મને લાગે છે કે જેલવાસ પછી તમારા સફળ જીવવી સંભાવના રહેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp