ગાંજો પીનારા માટે નીકળી નોકરી, 88 લાખ રૂપિયાનું છે વાર્ષિક પેકેજ

PC: indiatimes.com

ભારતમાં ગાંજાનું સેવન કે તેના ખરીદ-વેચાણને કાયદાકીય રીતે ગુનો માનવામાં આવે છે, છતા લોકો છાનામાના તેનું સેવન કરી લે છે. સમાજમાં પણ ગાંજાના સેવનને એક ખરાબ લત કહેવામાં આવે છે. એમ કરનારા લોકો માટે મોટા ભાગના લોકો કહે છે કે ‘આ લોકો કંઇ નહીં કરી શકે, બસ ગાંજો ફૂંકીને પડ્યા રહે છે. એવી સ્થિતિમાં જો કહેવામાં આવે કે ગાંજો ફૂંકનારા માટે નોકરી નીકળી છે કે ગાંજો ફૂંકવાની નોકરી નીકળી છે તો કદાચ કોઇને તેના પર વિશ્વાસ ન આવે, પરંતુ એ જ હકીકત છે. એક કંપનીએ ગાંજો પીનારા લોકો માટે ખાસ કરીને અજીબોગરીબ જોબની ઓફર આપી છે.

એક કંપનીને પ્રોફેશનલ સ્મોકર્સની જરૂરિયાત છે. આ અજીબોગરીબ નોકરી માટે પણ સારી એવી સેલેરીની ઓફર આપવામાં આવી રહી છે. નોકરીની જાહેરાત મુજબ, તમારે માત્ર ગાંજો ફૂંકવાનો છે અને તેની ક્વાલિટી પારખવાની છે, તેના બદલે 88 લાખ રૂપિયાની વાર્ષિક સેલેરી આપવામાં આવશે. ‘ધ સન’ના રિપોર્ટ મુજબ, આ Cannamedical કંપની જર્મનીની છે અને તેણે કેનબિસ સોમ્મેલિયરના પદ માટે જાહેરાત કાઢી છે. કંપની એવા કર્મચારીને શોધી રહી છે જે વ્યવસાયી રીતે ગાંજો પીતા હોય અને તેના પ્રોડક્ટ્સની ગુણવત્તા તપાસ કરી શકે.

સરળ શબ્દોમાં કહીએ તો કંપનીને Weed Expertની શોધ છે. કંપની દવા તરીકે કેનબિસ વેચે છે. તેના માટે તે લોકોની શોધ કરી રહી છે, જે તેની પ્રોડક્ટ્સ સૂંઘે, ચેક કરે અને સ્મોક કરીને તેની ક્વાલિટીની તપાસ કરે. કંપનીનો દાવો છે કે તે પોતાના ઉત્પાદનોની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે Weed Expertની તપાસ કરી રહી છે. તેના માટે 88 લાખ રૂપિયાની સેલેરી (વાર્ષિક) ઓફર કરવામાં આવી છે. તેને લઇને કંપનીના CEO ડેવિડ હેન્નેએ કહ્યું કે, અમે કોઇ એવા વ્યક્તિની શોધ કરી રહ્યા છે, જે ઓસ્ટ્રેલિયા, કેનેડા, પોર્ટુગલ, મેસેડોનિયા કે ડેનમાર્કના સોર્સિંગ દેશોમાં અમારા ઉત્પાદકોના માનાંકોની સ્ટાન્ડર્ડ મોનિટરિંગ કરી શકે.

તેણે જર્મનીમાં પણ ડિલિવરી થયેલી પ્રોડક્ટની ક્વાલિટી ચેક કરવી પડશે. જો કે, આ જોબ માટે એપ્લાઇ કરનારે ‘કેનબિસ પેશન્ટ’ હોવું જરૂરી છે. સાથે જ જર્મનીમાં કાયદાકીય રીતે ગાંજો પીવાનું તેની પાસે લાઇસન્સ પણ હોવું જોઇએ. હાલમાં આ જોબ માટે લોકોની લાઇન લાગી ગઇ છે. ઉલ્લેખનીય છે કે, જર્મનીમાં ગયા વર્ષે જ ગાંજો પીવાની કાયદાકીય છૂટ મળી છે. જો કે તેનો ઉપયોગ માત્ર સારવાર માટે કરી શકાય છે. 3 ગ્રામ સુધી ગાંજો રાખવો ગુનાની શ્રેણીથી બહાર છે, પરંતુ તેનાથી વધુ માત્રામાં પકડાવા પર કાર્યવાહી થઇ શકે છે. તેના ઉપયોગની મંજૂરી માત્ર વયસ્કો માટે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp