ભારતમાં 58000નું મળતુ સોનું આ પાડોશી દેશમાં 40000માં મળશે, ડ્યૂટી ફી નહીં લાગે

PC: abplive.com

ભૂટાને અહીં પર્યટનને આકર્ષવા માટે એક મોટું પગલું ભર્યું છે, જેનો સૌથી વધુ ફાયદો ભારતના પ્રવાસીઓને થશે. ભૂટાનની મુલાકાતે આવતા પ્રવાસીઓ હવે ડ્યુટી ફ્રી સોનું ખરીદી શકશે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફી ચૂકવનારા પ્રવાસીઓ ભુતાનના ફુટશોલિંગ અને થિમ્પુના શહેરોમાંથી ડ્યુટી ફ્રી સોનું ખરીદી શકશે.

ભૂટાનમાં પર્યટન માટે જનારા સૌથી વધુ લોકો ભારતીયો છે, તે જોતાં ભૂટાન સરકારના આ નિર્ણયથી ભારતીયોને સૌથી વધુ ફાયદો થવાનો છે.

ભૂટાનના સત્તાવાર અખબાર, કુએન્સેલ અનુસાર, ભૂટાની સરકારે આ નિર્ણય 21 ફેબ્રુઆરી, ભૂતાનના નવા વર્ષ પર લીધો હતો.

અખબારના અહેવાલમાં જણાવાયું છે કે, તમામ SDF ચૂકવનારા પ્રવાસીઓ સોનું ખરીદવા માટે પાત્ર છે, પરંતુ આ માટે તેમણે પ્રવાસન વિભાગ દ્વારા પ્રમાણિત હોટેલમાં ઓછામાં ઓછી એક રાત રહેવું પડશે. 1 માર્ચથી થિમ્પુ અને ફુંટશોલિંગથી સોનું ખરીદી શકાશે.'

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સોનાનું વેચાણ ડ્યુટી ફ્રી આઉટલેટ્સ દ્વારા કરવામાં આવશે, જે સામાન્ય રીતે લક્ઝરી વસ્તુઓનું વેચાણ કરે છે અને ભૂટાનના નાણા મંત્રાલય હેઠળ આવે છે. રિપોર્ટ અનુસાર, પર્યટનને પ્રોત્સાહન આપવા ઉપરાંત, આ આઉટલેટ્સ ડ્યૂટી ફ્રી ગોલ્ડ પર કોઈ નફો નહીં કરે.

26 ફેબ્રુઆરી 2023ના ભાવો અનુસાર, ભારતમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 58, 390 રૂપિયા છે. જો કે, ભુતાનમાં સમાન રકમના સોનાની કિંમત 40, 286 BTN (ભૂતાનનું ચલણ- ભુતાનીઝ નગુલટ્રમ) છે. એક રૂપિયો અને એક BTNની કિંમત લગભગ સમાન છે, જેના કારણે ભારતીયોએ ભૂટાનમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામ માટે લગભગ 40,286 રૂપિયા ચૂકવવા પડશે.

જો કે, આનો લાભ લેવા માટે, ભારતીય પ્રવાસીઓએ ટકાઉ વિકાસ ફી તરીકે પ્રતિ દિવસ 1,200 રૂપિયા ચૂકવવા પડશે. પ્રવાસીઓએ ભૂટાનના પર્યટન વિભાગ દ્વારા પ્રમાણિત હોટેલમાં ઓછામાં ઓછી એક રાત રોકાવાનું રહેશે, ત્યારબાદ જ તેઓ આ લાભ મેળવી શકશે.

2022માં, ભૂટાનની નેશનલ એસેમ્બલીએ એક કાયદો ઘડ્યો, જેમાં ભૂટાનની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે પ્રવાસી કર ચૂકવવો ફરજિયાત બનાવ્યો. આ પ્રવાસન કરને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફી (SDF) કહેવામાં આવે છે.

ભારતીયોએ ભુતાનમાં SDF તરીકે પ્રતિ વ્યક્તિ, પ્રતિ દિવસ 1,200 રૂપિયા ચૂકવવા પડે છે. અન્ય દેશોના પ્રવાસીઓએ 65-200 ડૉલરની વચ્ચે ચૂકવણી કરવી પડે છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સના વર્તમાન નિયમો અનુસાર, એક ભારતીય પુરુષ વિદેશમાંથી રૂ. 50,000 (આશરે 20 ગ્રામ)નું સોનું લાવી શકે છે અને ભારતીય મહિલા વિદેશમાંથી રૂ. 1 લાખ (આશરે 40 ગ્રામ)નું સોનું લાવી શકે છે. જે ભારતમાં કર મુક્ત થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp