અમેરિકામાં પાકિસ્તાનની ઈજ્જત ધૂળધાણી, ભુટ્ટો વિલા મોઢે પાછા ફર્યા

PC: usip.org

પાકિસ્તાન માટે આ કોઈ નવી વાત નથી કે કોઈએ તેમની બેઈજ્જતી કરી હોય. ઘણી વખત અહીંના નેતાઓ જાતે જ પોતાના હાથેથી પોતાની અને પોતાના દેશની ઈજ્જતનો ફજેતો કરતા જોવા મળ્યા છે. આ વખત આ બેઈજ્જતી અમેરિકામાં થઈ છે.

હાલ એ છે કે પાકિસ્તાનના વિદેશ મંત્રી સાથે અમેરિકાના વિદેશ મંત્રીએ મુલાકાત કરવાનું પણ યોગ્ય સમજ્યું ન હતું. આ મામલામાં પાકિસ્તાનના પૂર્વ રાજનયિક અબ્દુલ બાસિતે શહબાઝ શરિફ પર નિશાનો સાધ્યો છે અને ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પાસેથી શીખ લેવાનું કહી દીધું છે.

અસલમાં હાલમાં જ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો અમેરિકા ગયા હતા. ત્યાં આશરે એક અઠવાડિયા સુધી રોકાયા હતા. તેમ છતાં અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને તેમની સાથે મુલાકાત કરી ન હતી. ચોંકાવનારી વાત એ છે કે અમેરિકાના વિદેશ મંત્રી તે સમયે અમેરિકામાં જ હાજર હતા.

આ દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને પનામાના વિદેશ મંત્રી સાથે પણ મુલાકાત કરી હતી. પરંતુ જ્યારે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો જરદારી સાથે મુલાકાત કરવાની વાત આવી તો તેમણે તેમની સાથે ફોન પર વાત કરીને જ કામ ચલાવી લીધું હતું.

જોકે અમેરિકાના ઉપ વિદેશમંત્રી વેન્ડી શરમનની પાકિસ્તાનના વિદેશ મંત્રીની મુલાકાત કરાવી હતી. અમેરિકામાં પાકિસ્તાનના વિદેશ મંત્રીની સાથે થયેલા આ વર્તનને ઘણું શરમજનક બતાવવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનના પૂર્વ રાજનયિક અબ્દુલ બાસિતે આ મામલામાં પાકિસ્તાનની શહબાઝ શરીફ સરકાર પર બરાબરનો નિશાનો સાધ્યો હતો અને ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પાસેથી શીખ લેવાની સલાહ આપી દીધી હતી.

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોની અમેરિકાના વિદેશ મંત્રી સાથે થયેલી ફોન પર વાતચીતમાં આતંકવાદનો મુકાબલો કરવા માટે પાકિસ્તાન માટે અમેરિકાના દ્રઢ સમર્થનને રેખાંકિત કરવામાં આવ્યો હતો.

અમેરિકાના ઉપ વિદેશ મંત્રી શરમન સાથેની મુલાકાતમાં મહિલાઓ અને છોકરીઓ સુધીની શિક્ષાની પહોંચ અને શિક્ષાને પ્રતિબંધિત કરવાને લઈને તાલિબાનના નિર્ણયની નિંદા કરી હતી. સાથે સાથે અફઘાનિસ્તાનમાં મહિલાઓ અને છોકરીઓના અધિકારોના સંબંધમાં તાલિબાન પોતાની પ્રતિબદ્ધતાને પૂરા કરવાના પ્રયાસો પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp