PMના પ્રવાસ વચ્ચે અમેરિકાએ H1B વીઝા પર રજૂ કર્યો નવો પ્લાન, ભારતીયને થશે આ લાભ

PC: indiatvnews.com

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનનું પ્રશાસન ભારતીયો માટે USAમાં રહેવુ અને કામ કરવું સરળ બનાવી દેશે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ અઠવાડિયે થઈ રહેલી રાજકીય યાત્રાનો ઉપયોગ કરી કેટલાક કુશળ કારીગરોને USમાં આવવા અને ત્યાં બન્યા રહેવામાં મદદ માટે H1B વીઝા નિયમોમાં કેટલાક બદલાવ કરવા જઈ રહ્યું છે. આ જાણકારી આ સમગ્ર મામલાથી પરિચિત લોકોએ આપી છે.

સમાચાર એજન્સી રોયટરમાં પ્રકાશિત એક સમાચાર અનુસાર, જાણકાર ત્રણ સુત્રોમાંથી એકનું કહેવુ હતુ કે, અમેરિકી વિદેશ મંત્રાલય ટૂંક સમયમાં જ એટલે કે ગુરુવારે જ જાહેરાત કરી શકે છે કે H1B વીઝાના આધાર પર અમેરિકામાં રહેતા કેટલાક ભારતીય અને અન્ય વિદેશી કામગારો અનિવાર્ય વિદેશ યાત્રા કર્યા વિના જ અમેરિકામાં વીઝાનું નવીનીકરણ કરી શકશે અને આ એક પાયલટ પ્રોગ્રામનો હિસ્સો છે, જેને આવનારા વર્ષોમાં વધારવામાં આવી શકે છે.

ભારતીય નાગરિક અમેરિકી H1B કાર્યક્રમના અત્યારસુધી સર્વાધિક સક્રિય ઉપયોગકર્તા રહ્યા છે, અને નાણાકીય વર્ષ 2022માં જાહેર થયેલા લગભગ 442000 H1B કામગારોમાંથી 73 ટકા ભારતીય નાગરિક જ છે. એક અન્ય અમેરિકી અધિકારીનું કહેવુ હતું, અમે સમજીએ છીએ કે, આપણા લોકોનું આવવુ-જવુ આપણા માટે મોટી સંપત્તિ છે અને આથી અમારું લક્ષ્ય બહુઆયામી રીતોથી તેના ઉપાય કરવાનું છે. વિદેશ મંત્રાલય પહેલાથી જ તેમા બદલાવ લાવવા માટે રચનાત્મકરીતે શોધવા પર અથાગ મહેનત કરી રહ્યા છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ એ સવાલોનો કોઈ જવાબ ના આપ્યો, જેમા કાર્યક્રમોમાં સામેલ કરનારા વીઝાના પ્રકાર પૂછવામાં આવ્યા. આ પાયલટ લોન્ચનો સમય પૂછવામાં આવ્યો. પાયલટ કાર્યક્રમની યોજના પહેલીવાર ફેબ્રુઆરીમાં બ્લૂમબર્ગ લોએ રિપોર્ટ કરી હતી. પ્રવક્તાએ કહ્યું, આવનારા એકથી બે વર્ષમાં આ પહેલને વધારવાના ઇરાદાથી પાયલટ ઓછી સંખ્યામાં મામલાઓથી શરૂઆત કરશે. જોકે, પ્રવક્તાએ ઓછી સંખ્યાને પરિભાષિત નથી કરી.

લેવામાં આવનારા પગલાંઓમાં બદલાવ થઈ શકે છે અને જ્યાં સુધી ઔપચારિક જાહેરાત ના કરી દેવામાં આવે, તેને અંતિમ રૂપ પણ ના આપી શકાય. વ્હાઇટ હાઉસે પણ તેના પર કોઈ ટિપ્પણી કરવાથી ઇન્કાર કરી દીધો. અમેરિકી સરકાર દર વર્ષે કુશળ વિદેશી કામગારોની શોધ કરનારી કંપનીઓના 65000 H1B વીઝા ઉપલબ્ધ કરાવે છે અને સાથે જ ઉચ્ચ ડિગ્રીવાળા કામગારો માટે 20000 અતિરિક્ત વીઝા પણ ઉપલબ્ધ કરાવે છે. વીઝા ત્રણ વર્ષ સુધી માન્ય રહે છે અને તેને ત્રણ અન્ય વર્ષો માટે રીન્યૂ કરાવી શકાય છે. અમેરિકી સરકારના આંકડાઓ અનુસાર, હાલના વર્ષોમાં સૌથી વધુ H1B કર્મચારીઓનો ઉપયોગ કરનારી કંપનીઓમાં ભારત સ્થિત ઇન્ફોસિસ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસની સાથોસાથ અમેરિકી અમેઝોન, આલ્ફાબેટ અને મેટા સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp