બ્લ્યૂ ટીક માટે પૈસા લઈ લીધા પછી મફત કરાતા નારાજ થયા બિગ-બી, કહ્યું- ખેલ ખતમ...

PC: aadition.com

ટ્વીટરની બ્લુ ટીક મુદ્દે અમીતાભ બચ્ચન બોલ્યા કે, ટ્વીટર કોઇને સમજમાં નથી આવી રહ્યું, આવું એટલા માટે છે કારણ કે, મસ્ક અચાનક કોઇ નિર્ણય લે છે અને અચાનક જ તેનાથી યુટર્ન મારી લે છે. હાલમાં જ તેમણે પ્લેટફોર્મ પરથી લિગેસી એટલે કે, ફ્રી વાળું બ્લુ ટિક હટાવી લીધા હતા. તેના કારણે લાખો લોકોના બ્લુ ટિક એકાઉન્ટમાંથી હટી ગયા હતા. કંપની તરફથી કહેવાયું છે કે, જો કોઇને બ્લુ ટિક જોઇશે તો તેના માટે તેમણે પૈસા ભરવા પડશે. આ આખી ઘટનામાં બોલીવુડ એક્ટર અમિતાભ બચ્ચનની બ્લુ ટિક પણ ગાયબ થઇ ગઇ હતી. જોકે, ત્યાર પછી એક્ટરે ટ્વીટર બ્લુ ટિકનું સબસ્ક્રિપ્શન લીધું જેથી ફેક એકાઉન્ટથી તેમની ઓળખ અલગ થઇ શકે. સબ્સક્રિપ્શન લીધા પછી પણ તેમની બ્લુ ટિક ન મળી. જે બાદ તેમણે મસ્કને એક ખાસ અંદાજમાં બ્લુ ટિક આપવાની રિક્વેસ્ટ કરી.

જેમ તેમ તેમને સાંજ સુધીમાં બ્લુ ટિક મળી ગઇ હતી. બ્લુ ટિક મળ્યા બાદ અમિતાભ બચ્ચને એલન મસ્કનો આભાર પણ માન્યો. પણ કાલે બપોરે ટ્વીટરે કંઇક એવું કર્યું કે, જેનાથી બિગ બી નારાજ થઇ ગયા. ફક્ત બિગ-બીની જ નહીં પણ અન્ય લોકોની પણ ફરિયાદ રહી છે. ટ્વીટરે કાલે દરેક લોકોની બ્લુ ટિક પાછી આપી દીધી. જેના એકાઉન્ટ પર 1 મિલિયનથી વધારે ફોલોઅર્સ છે. સાથે જ અમુક મરેલા લોકોના પણ એકાઉન્ટને ચેકમાર્ક પાછા આપી દેવામાં આવ્યા છે. આ ખબર સંભળતા જ બિગ-બી મસ્કથી નારાજ થઇ ગયા અને તેમણએ એક જોરદાર ટ્વીટ કરી.

અમિતાભ બચ્ચન ટ્વીટર બ્લુ માટે પૈસા ભરી ચૂક્યા હતા અને તેમના પૈસા ભર્યા બાદ જ ટ્વીટરે બ્લુ ટિક પાછી આપી. ટ્વીટરે પ્રિયંકા ચોપડા, સુશાંત સિંહ રાજપૂત, સિદ્ધાર્થ શુક્લા વગેરે કેટલાક લોકોની બ્લુ ટિક ફ્રીમાં પાછી આપી હતી. એ જોઇને બિગ-બીએ ટ્વીટ હટાવી અને આમ લખ્યું.

[removed][removed]

બ્લુ ટિક ફક્ત એ લોકોને જ પાછી આપવામાં આવી રહી છે કે જેના એકાઉન્ટ પર 1 મિલિયનથી વધારે ફોલોઅર છે. જોકે, કંપનીએ હજુ એ વાતની પુષ્ટિ નથી કરી કે આવુ કંઇ થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp