ભારત પાક.થી ઇનસિક્યોર, BJP-RSS દરેક મુસ્લિમને આતંકવાદી માને છેઃ બિલાવલ ભુટ્ટો

PC: pakistanstandard.com

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો જરદારીએ શુક્રવારે રાત્રે કરાચીમાં કહ્યું કે, તેમની ભારત યાત્રા સફળ રહી. તેમણે કહ્યું કે, અમે દરેક મુસ્લિમને આતંકવાદી માનવાની RSS અને BJPની વિચારધારાને નકારી દીધી. તેમણે કહ્યું- RSS અને BJP એ ભ્રમણા ઊભી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે દુનિયાભરના મુસ્લિમ આતંકવાદી છે. તેઓ પાકિસ્તાનીઓને આતંકવાદી જાહેર કરે છે. અમે તે ભ્રમણાને તોડવાનો પ્રયત્ન કર્યો છે. ભારત સાથે સંબંધો ત્યાં સુધી સુધરી ના શકે, જ્યાં સુધી કાશ્મીરમાં ઓગસ્ટ, 2019 જેવી સ્થિતિ બની ના જાય.

ભુટ્ટો ગોવામાં SCO ના વિદેશ મંત્રીઓની બેઠકમાં સામેલ થયા બાદ કરાચી પાછા ફર્યા. જ્યાં પ્રેસ કોન્ફ્રેન્સમાં ભુટ્ટોએ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરના નિવેદનનો જવાબ આપતા કહ્યું કે, ભારતમાં ઇનસિક્યોરિટીની ભાવના છે. સામુહિક સુરક્ષા આપણી સંયુક્ત જવાબદારી છે. આતંકવાદ વૈશ્વિક સુરક્ષા માટે જોખમી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે શુક્રવારે ગોવામાં શાંઘાઈ સહયોગ પરિષદ (SCO)ની બેઠક બાદ કહ્યું હતું કે, અમે આતંકના દંખને ઝેલ્યો છે. આતંકને પોષિત કરનારા પોતે જ પીડિત હોવાનું પાખંડ કરી રહ્યા છે.

પ્રેસ કોન્ફ્રેન્સ દરમિયાન રાજોરી હુમલા પર પૂછવામાં આવેલા સવાલ પર જયશંકરે કહ્યું કે, આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનની શાખ પણ તેમના ખજાના જેવી જ છે. પાકિસ્તાન દુનિયાભરમાં આતંકની ફેક્ટરીનું સૌથી મોટું પ્રમોટર છે. તેમણે કહ્યું કે, ભારત ક્રોસ બોર્ડર ટેરર સામે લડવા દરેક પ્રયાસ કરી રહ્યો છે. બિલાવર સાથે વન ટુ વન બેઠક પર જયશંકરે કહ્યું કે, SCO બહુપક્ષીય મંચ છે, આ દ્વિપક્ષીય મંચ નથી. જયશંકરે સ્વીકાર કર્યો કે ભારત અને ચીનની વચ્ચે સંબંધ સામાન્ય નથી. ચીન લદ્દાખમાં સેનાઓને પાછળ કરે.

વિદેશ મંત્રી જયશંકરે સ્પષ્ટ કર્યું હતું કે, પાકિસ્તાન સાથે કાશ્મીરના મુદ્દા પર ભારત કોઈ વાત નથી કરવાનું. હવે માત્ર એ મુદ્દા પર વાત થશે કે પાકિસ્તાન ગેરકાયદેસરરીતે કબ્જે કરેલા PoK માંથી પોતાનો કબ્જો ક્યારે હટાવવાનું છે. આ પહેલા શુક્રવારે SCO ના વિદેશ મંત્રીઓની બેઠક થઈ હતી. બેઠક પૂર્ણ થયા બાદ જયશંકરે પ્રેસ કોન્ફ્રેન્સ કરી હતી. પાકિસ્તાનના ફોરેન મિનિસ્ટર બિલાવલ ભુટ્ટો જરદારી વિશે પૂછવામાં આવેલા સવાલ પર જયશંકરે કહ્યું હતું- SCO મેમ્બર કંટ્રીના વિદેશ મંત્રી તરીકે તેમને અન્ય સભ્યોની જેમ જ ટ્રીટમેન્ટ મળી, પરંતુ આતંકવાદને પ્રોત્સાહન આપનારા, તેને યોગ્ય ગણાવનારા અને ટેરરિઝ્મ ઇન્ડસ્ટ્રીના પ્રવક્તાની જેમ વર્તન કરનારાઓની રીતે તેમના તર્કોને રદ્દ કરી દેવામાં આવ્યા અને તે SCO મીટિંગ દરમિયાન પણ થયું.

ભારત અને પાકિસ્તાનના સંબંધોને લઇને પાકિસ્તાની પત્રકારે સવાલ કર્યો હતો. તેના પર જયશંકરે કહ્યું- આતંકવાદથી પીડિત આતંકવાદ પર ચર્ચા કરવા માટે આતંકવાદના અપરાધીઓ સાથે નથી બેસતા, આતંકવાદના પીડિત પોતાનો બચાવ કરે છે, તેઓ તેની ટીકા કરે છે, તેઓ તેને યોગ્ય ગણાવે છે અને વાસ્તવમાં આ જ થઈ રહ્યું છે. અહીં આવીને આવી પાખંડી વાતો કરવી જાણે એક જ હોડી પર સવાર થવા જેવુ છે.

SCO ના વિદેશ મંત્રીઓની બેઠકમાં પાક વિદેશ મંત્રી ભુટ્ટોને મળ્યાના 10 મિનિટ બાદ જ વિદેશ મંત્રી એસ. જયશંકરે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું- આતંકવાદ દુનિયા માટે મોટું જોખમ છે. તેને કોઈપણ રીતે યોગ્ય ના ગણાવી શકાય. જયશંકરે એવુ પણ કહ્યું કે, આતંકવાદ સામે દરેક રૂપમાં લડવું અને તેને દરેક પરિસ્થિતિમાં અટકાવવું પડશે.

આ પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રીએ પ્રેસ સાથે વાતચીત દરમિયાન જમ્મૂ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. બિલાવલે આર્ટિકલ 370 સમાપ્ત કરીને ભારતના નિર્ણયને ગેર કાયદેસર ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું- કાશ્મીર પાસેથી વિશેષ રાજ્યનો દરજ્જો છીનવીને ભારતે વાતચીતના તમામ રસ્તા બંધ કરી દીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp