બિલ ગેટ્સની 19 વર્ષની દીકરીએ બોયફ્રેન્ડ સાથે રોમેન્ટિક ફોટો શેર કર્યા

PC: aajtak.in

માઈક્રોસોફ્ટના ફાઉન્ડર અને દુનિયાના સૌથી અમીર બિઝનેસમેન માંથી એક વિલિયમ હેનરી ગેટ્સને ‘બિલ ગેટ્સ’નાં નામથી પણ ઓળખવામાં આવે છે, બિલ ગેટ્સ હંમેશાં ચર્ચામાં રહે છે. બિલ ગેટ્સને તેની પૂર્વ પત્ની મેલિંડા ફ્રેન્ચ ગેટ્સથી ત્રણ બાળકો છે, તેમની સૌથી નાની દીકરીનું નામ ફીબી ગેટ્સ (Phoebe Gates) છે. ફીબી ગેટ્સની ઉંમર 19 વર્ષ છે અને તે હંમેશાં ચર્ચામાં રહે છે. હાલમાં જ ફીબી ગેટ્સ પોતાની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટને લઈને ચર્ચામાં છે, તેને ઈન્સ્ટાગ્રામ પર એક છોકરા સાથેનો ફોટો શેર કર્યો હતો, જે વાઈરલ થઇ ગયો છે. જો કે, ફીબીએ આ ફોટોને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીથી હવે ડિલીટ કરી દીધું છે. તે ફોટો કયો હતો? તે પણ જાણી લો.

આ ફોટો કર્યો હતો શેર

NYpost અનુસાર, બિલ ગેટ્સની દીકરી ફીબી ગેટ્સે એક અશ્વેત છોકરા સાથેનો ફોટો શેર કર્યો હતો, આ ફોટોમાં તે છોકરો ફીબી ગેટ્સના ગાલ પર કિસ કરતો જોવા મળી રહ્યો હતો, આ ફોટો પર બે હાર્ટ ઈમોજી પણ બનેલા હતા, આ ફોટોમાં બંને ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા હતા, આ ફોટો પછી દાવો કરવામાં આવી રહ્યો હતો કે, આ છોકરો ફીબી ગેટ્સનો બોયફ્રેન્ડ છે અને બંને એક-બીજાને ડેટ કરી રહ્યા છે. તેમજ, અનેક લોકો બંનેના રિલેશનશિપને લઈને પણ પ્રશ્નો ઉભા કરી રહ્યા છે, અનેક લોકો છોકરો અશ્વેત હોવાના કારણે પણ તેની ટ્રોલિંગ કરી રહ્યા છે.

DopeGsaint નામના ટ્વીટર યૂઝરે લખ્યું કે, ‘આ 2022 છે અને વિચારો કે બિલ ગેટ્સની દીકરી વિશે કેમ વાતો કરી રહ્યા છીએ?’

Bg_almighty નામના ટ્વીટર યૂઝરે લખ્યું કે, ‘કોઈએ વિચાર્યું હતું કે જળ-વાયુ સંકટની સાથે બિલ ગેટ્સની દીકરી ધ્રુમપાન કરતા અશ્વેતમાં ઈન્ટરેસ્ટ લેશે?’

19 વર્ષની છે ફીબી

ફીબીનો જન્મ 14 સપ્ટેમ્બર 2022માં થયો હતો અને તે હવે 19 વર્ષની છે. હાલમાં તે સ્ટેનફોર્ડ યુનિવર્સીટીથી અભ્યાસ કરી રહી છે, 2025 સુધી તેનું ગ્રેજ્યુએશન પૂરું થઇ જશે. ફીબી ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટીવ રહે છે અને તેના ઈન્સ્ટાગ્રામ પર અંદાજે 1.4 લાખ ફોલોઅર્સ છે. ફીબીની મોટી બહેનનું નામ જેનિફર ગેટ્સ (26 વર્ષ) અને ભાઈનું નામ રોરી ગેટ્સ (23 વર્ષ) છે. જેનિફર હાલમાં મેડિકલ સ્ટૂડન્ટ છે અને તે પણ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટીવ છે, તેના ઈન્સ્ટાગ્રામ પર 5.2 લાખથી વધુ ફોલોઅર્સ છે.

પહેલા પણ હતો બોયફ્રેન્ડ ચેજ ફ્લીન

MEAWW ના રિપોર્ટ અનુસાર, ફીબી ગેટ્સના એક્સ બોયફ્રેન્ડનું નામ ચેજ ફ્લીન હતું. ફીબી અને ચેજે 2018ની આજુબાજુ ડેટિંગ શરૂ કરી હતી અને 2021માં બંનેનું રિલેશન ખતમ થયું હતું. ચેજ સિએટલનો રહેવાસી છે અને તેને ફીબી સાથે જ લેકસાઈડ હાઈસ્કૂલમાં શિક્ષણ મેળવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp