અબજપતિએ આખા ગામને કર્યું માલામાલ, દરેક પરિવારને આપ્યા 57 લાખ, પોતે...

જો વ્યક્તિ કોઈ નાનકડી જગ્યાથી ઊઠીને કંઈક સારું કરે છે તો એવા ઘણા ઓછા લોકો છે જે જૂના લોકોને યાદ રાખે. મોટા ભાગે તેઓ પોતાનું મોઢું ફેરવી લે છે કે પછી એ જગ્યા પર જવાનું પસંદ કરતા નથી. જો કે, દક્ષિણ કોરિયામાં રહેનારા એક અબજપતિની કહાની તેનાથી એકદમ અલગ છે. આ કહાની દક્ષિણ કોરિયાના રહેવાસી એક અબજપતિ વ્યક્તિની છે, જે એક નાનકડા ગામથી નીકળીને આ મુકામ સુધી પહોંચ્યો છે.
એ વાત અલગ છે કે તેને ભ્રષ્ટાચારના આરોપમાં જેલની જવા ખાવી પડી હતી, પરંતુ હાલમાં તેણે જે કર્યું છે તે દેશ વિદેશમાં લાઇમલાઇટમાં છે.કદાચ જ કોઈ વ્યક્તિને પોતાના ગામ માટે આટલી દરિયાદિલી દેખાડતા જોઈ કે પછી સાંભળી હશે. દક્ષિણ કોરિયન પ્રોપર ડેવલપર કંપની બૂયોન્ગના 82 વર્ષીય ચેરમેન લી જોંગ ક્યૂન ચોતરફ વખાણ મેળવી રહ્યા છે. તેનું કારણ છે તેનો એક એવો નિર્ણય, જે સરળ નથી. તેણે પોતાના ગામ ઉનપ્યોન્ગ રી માટે કરોડો રૂપિયા દાન કરી દીધા.
તેમણે પોતાની શાળાના પૂર્વ વિદ્યાર્થીઓને 57-57 લાખ રૂપિયા ભેટ તરીકે આપ્યા છે. ગામના 280 પરિવારો અને પૂર્વ વિદ્યાર્થીઓને મળાવીને 1,596 કરોડ રૂપિયા આપ્યા છે. જે તેમના ક્લાસમેટ્સ રહી ચૂક્યા છે તેમને પણ પૈસા આપ્યા છે. તેની સાથે વિદ્યાર્થીઓને ઐતિહાસિક પુસ્તકો અને ટુલસેટ પણ વહેંચવામાં આવ્યા હતા. કંપનીનું કહેવું છે કે આ પૈસા આભાર વ્યક્ત કરવા માટે ગામના લોકોને આપ્યા છે.
વર્ષ 1941માં લી જોંગ ક્યૂનનો જન્મ આ જ ગામમાં થયો હતો. વર્ષ 1970માં તેણે રિયલ એસ્ટેટ ડેવલપર તરીકે કામ શરૂ કર્યું હતું. તેની કુલ સંપત્તિ આજની તારીખમાં 1.31 લાખ કરોડ રૂપિયા છે. તેઓ કોરિયાના ટોપ 30 અમીર લોકોમાં સામેલ છે. છેતરપિંડી અને ટેક્સી ચોરીના કેસમાં ક્યુનની વર્ષ 2004 અને વર્ષ 2018માં ધરપકડ થઈ ચૂકી છે. જો કે, તેનાથી તેમના બિઝનેસમાં કોઈ ખાસ અસર પડી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp