માતા-પિતા તથા 7 બાળકો સહિત પરિવારના 9 લોકોના બર્થડે એક જ તારીખે

PC: birthday

આજ સુધી પોતાના એક પરિવારમાં રહેનારા લોકોના ચહેરા એક જેવા હોય એવું સાંભળ્યું હશે, રહેણી કરણીની રીત એક જેવી જોઇ હશે, પણ શું ક્યારેય એવું જોયું છે કે, એક જ પરિવારના લોકોના બર્થડે એક જ દિવસે હોય. આ એક અજીબ વાત છે. તમે પણ વિચારી રહ્યા હશો કે આ તે વળી કેવો સંયોગ છે. કે, પરિવારના 9 સભ્યોના જન્મ એક જ તારીખ પર થયા હોય. પરંતુ, આ એકદમ સત્ય બાબત છે અને વિશ્વમાં સૌથી અનોખો કેસ સામે આવ્યો છે. જેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ નોંધવામાં આવ્યો છે.

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, પાકિસ્તાનના લરકાનામાં રહેતા એક પરિવારના 9 સભ્યો વચ્ચે એક વસ્તુ કોમન છે અને તે એ છે કે, દરેક લોકોનો જન્મ એક જ તારીખ પર થયો છે. આ દરેકના બર્થડે 1લી ઓગસ્ટના રોજ આવે છે અને દરેક લોકો પોતાનો જન્મદિવસ એક જ દિવસે સેલિબ્રેટ કરે છે. આ પરિવારમાં આમિર અલી, તેમની પત્ની ખુદેજા અને તેમના સાત દિકરા શામેલ છે. આ સાત બાળકોમાં સસુઇ અને સપના જોડિયા દિકરીઓ છે. જ્યારે આમિર, અંબર તથા અમ્માર અને અહમર જોડિયા દિકરા છે. તે સિવાય તેમની એક વધુ દિકરી પણ છે. જેનું નામ સિંધુ છે. આ દરેક લોકોના બર્થડે 1લી ઓગસ્ટના રોજ આવે છે. પરિવારમાં શામેલ દરેક બાળકોની ઉંમર 19થી 30ની વચ્ચે છે. જોકે, આ દરેકના જન્મ અલગ અલગ વર્ષમાં થયા છે પણ મહિને અને તારીખ સરખા જ છે.

આ એક એવો રેકોર્ડ છે કે જે, કોઇપણ પરિવારમાં જોવા નથી મળતો. કોઇપણ પરિવારમાં આટલા બધા સભ્યોના બર્થડે એક જ દિવસ પર હોય એવું જોવા નથી મળતું. પહેલા આ રેકોર્ડ અમેરિકાના કમિન્સ પરિવારના નામે હતો. જેમના પાંચ બાળકોના જન્મ 1952થી લઇને 1966 વચ્ચે જ થયા હતા. તેનાથી અલગ આ પરિવારમાં એક વધુ રસપ્રદ વાત જોવા મળી. આમિર અને ખુદેજાના લગ્નની તારીખ પણ 1લી ઓગસ્ટના રોજ જ આવે છે. 1991માં તેમણે 1લી ઓગસ્ટના રોજ જ લગ્ન કર્યા હતા. તેમની સૌથી મોટી દિકરી સિંધુનો જન્મ 1લી ઓગસ્ટ 1992ના રોજ થયો હતો. મોટી દિકરીના જન્મ બાદ ક્પલ ખુશ અને આશ્ચર્યચકિત હતું. ત્યારબાદ આ કપલના દરેક બાળકનો જન્મ 1લી ઓગસ્ટના રોજ જ થયો હતો. કપલ આ વાતને અલ્લાહનું ગીફ્ટ માને છે. કપલે કહ્યું કે, તેમના દરેક બાળકનો જન્મ સામાન્ય રૂપે થયો અને ખુદેજાની ડિલિવરી પણ સમય પર જ થઇ. ઓપરેશનની કદી જરૂર નથી પડી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp