સ્લીપવૉકિંગનો અનોખો કેસ, ઊંઘમાં ચાલીને નીકળી ગયો 160 કિમી દૂર અને પછી..

PC: guinnessworldrecords.com

આપણાં બધાની ક્યારેક ને ક્યારેક એવા વ્યક્તિ સાથે જરૂર મુલાકાત થઈ છે, જેને ઊંઘમાં ચાલવાની આદત હોય, પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે, કોઈ ઊંઘમાં ચાલતું એટલી દૂર નીકળી ગયું કે પૂરી રીતે અલગ જગ્યા પર મળે? વર્ષ 1987માં એવું જ કંઈક થયું હતું અને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડની વેબસાઈટે આ કિસ્સાને શેર કર્યો છે. સ્લીપવૉકિંગ શબ્દથી જ ખબર પડે છે કે આ એક મેડિકલ કન્ડિશન છે, જેમાં માણસને ઊંઘમાં ચાલવાની આદત હોય છે. 6 એપ્રિલ 1987ના રોજ માઇકલ ડિક્સન નામનો એક 11 વર્ષીય છોકરો અમેરિકામાં ઇન્ડિયાનાના પેરુમાં એક રેલવે ટ્રેક પાસે ઉઘાડા પગે મળ્યો હતો. તેણે નાઈટ સૂટ પહેર્યો હતો.

6 એપ્રિલની વહેલી સવારે રેલવે ચાલક દળના સભ્યએ છોકરાને એવી રીતે જોયો તો પોલીસને બોલાવવામાં આવી અને કહેવામાં આવ્યું કે ડિક્સન કઇ અજીબ સ્થિતિમાં જોવા મળ્યો હતો. જ્યારે પોલીસે માઇકલને પૂછ્યું કે, તે ક્યાં રહે છે? તો એ સ્પષ્ટ થઈ ગયું કે તે પેરુથી નહોતો. તે ઈન્ડિયાનાના જ ડેનવિલેથી હતો. આ જગ્યા પેરુથી 160 કિલોમીટર કરતાં પણ વધુ દૂર હતી. ઊંઘમાં ચાલવાની ઘટનાની રાત્રે માઈકલ છેલ્લી વખત બેડ પર સૂતો નજરે પડ્યો હતો. જ્યાં સુધી તેની માતાને ખબર હતી, તે ઘર પર સુરક્ષિત ઊંઘી રહ્યો હતો.

અચાનક તેને ઇન્ડિયાનાની પોલીસે ફોન કરીને જણાવ્યું કે તેનો દીકરો અજીબ સ્થિતિઓમાં મળ્યો છે. ડિક્સન સૂઈને એટલી લાંબી દૂર કેમ જઈ શક્યો? જાહેર છે કે ઊંઘમાં ચાલતા પોતાના ઘર પાસે સ્ટેશનથી માલગાડીમાં ચડ્યો. જો કે, ડેનવિલેમાં તેનું ઘર રેલવે પાસે હતું એટલે ઊંઘમાં ટ્રેનમાં ચડી ગયો અને ખૂબ દૂર નીકળી ગયો. ત્યારબાદ તેને મિયામી કાઉન્ટી કલ્યાણ વિભાગના એક કેસવર્કરને જણાવ્યું કે, તેને ટ્રેનમાં ચડવા જેવુ કઇ યાદ નથી. તેના પગમાં ઘા હતા અને તે ખૂબ ગંદા હતા. એ સિવાય તેને કોઈ નુકસાન થયું નહોતું.

આ ઘટના મીડિયામાં સામે આવ્યા બાદ ખૂબ ચર્ચિત થઈ હતી. માઇકલ ડિક્સનની આ સ્લીપવૉકિંગને બે વર્ષ બાદ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કર્યો. બૉલ સ્ટેટ ડેઇલી ન્યૂઝમાં પ્રકાશિત એક લેખમાં માઇકલની માતાએ કહ્યું કે, એ પહેલી વખત નહોતું, જ્યારે તે ઊંઘમાં ચાલ્યો હતો. તેને વારંવાર એક ખરાબ સપનું આવી રહ્યું હતું અને તે ઊંઘમાં ચાલવા લાગતો. તે ઊંઘમાં હંમેશાં ચાલે છે, પરંતુ તે પહેલા ક્યારેય બહાર ગયો નહોતો. પોલીસ પ્રમુખ બિલ પેજે પણ ટિપ્પણી કરતા કહ્યું કે, માઇકલ કથિત રીતે એક માલગાડીમાં ચડ્યો અને પેરુમાં ઇજાગ્રસ્ત થઈ ગયો. જ્યારે તે ઉઠ્યો તો તેને લાગી રહ્યું હતું કે, તે અત્યારે પણ ડેનવિલમાં છે.

સત્તાવાર ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ સાઇટ પર ઘટના બાબતે એક આર્ટિકલમાં ગિનીઝ વર્લ્ડ રેકોર્ડસના મુખ્ય સંપાદક ક્રેગ ગ્લેનડેએ કહ્યું કે, તેણે ઊંઘ ન આવવી, ઘોરવું, સપના જોવા અને ઊંઘ સંબંધિત અન્ય સ્થિતિઓ માટે ઘણા નવા રેકોર્ડ નોંધવામાં આવ્યા છે, પરંતુ એવું ફરી નથી જોયું. ઊંઘ સાથે સંબંધિત રેકોર્ડ આકર્ષક છે કેમ કે ઊંઘવું એક એવી વસ્તુ છે જે આપણે બધા કરીએ છીએ. કોણ જાણે છે કે તમે આજે રાત્રે બેડ પર ઊંઘો અને સવારે એક રેકોર્ડ તોડનારના રૂપમાં ઉઠો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp