બોસે મહિલાને જાડી, વેશ્યા જેવા શબ્દો કહ્યા, કોર્ટે આપ્યો આ નિર્ણય

કપડાંની દુકાનમાં કામ કરનારી એક મહિલાને વળતર તરીકે આશરે 19 લાખ રૂપિયા મળ્યા છે. આ પૈસા તેના બોસે આપવા પડશે. અસલમાં મહિલાને તેના બોસે એવા બે શબ્દો કહ્યા હતા, જે ઘણા અપમાનજનક છે. પીડિત મહિલાનું નામ આયશા જમાન છે. તેને તેના બોસ શહઝાદ યુનુસે જાડી અને વેશ્યા કહી દીધું હતું. જેના પછી તે કોર્ટમાં પહોંચી હતી અને બોસ વિરુદ્ધ કેસ કર્યો હતો. આ અંગે કોર્ટે સુનાવણી દરમિયાન આયેશાને જીત મળી હતી અને યુનુસને વળતર ચૂકવવા માટે કહ્યું હતું.

ડેઈલી સ્ટાર રિપોર્ટના કહેવા પ્રમાણે, એવું કહેવામાં આવી રહ્યું છે કે મામલામાં હાર મળ્યા પછી યુનુસે કંપનીને વેચી દીધી અને પાકિસ્તાન ભાગી ગયો છે. આ મામલો સ્કોટલેન્ડનો છે. તેણે આયેશાને કહ્યું હતું કે, તેણે ગયા ઓક્ટોબરમાં થયેલી સુનાવણી દરમિયાન આયેશાને કહ્યું હતું કે તેને પૈસા મળી જશે પરંતુ હજુ સુધી તેને મળ્યા નથી. યુનુસે આયેશાને જાડી કહેતા કહ્યું હતું કે તેને પોતાની ઓફિસમાં પતલી અને સ્માર્ટ છોકરીઓ જોઈએ.આયેશા રાતના ડીજેનું કામ પણ કરે છે. આ પર યુનુસે કહ્યું હતું કે તે વેશ્યાઓનું કામ છે.

તેની સાથે જ તેને ફોન પર અશ્લીન ફોટા પણ મોકલતો હતો. તેણે ઘણી વખત આયેશાને રેપની ધમકી પણ આપી હતી. જેના પછી એમ્પલોયમેન્ટ જજે આયેશાના ઉત્પીડન માટે યુનુસ અને તેની કંપનીને જવાબદાર ઠેરવી હતી. આ સુનાવણીના ત્રણ મહિના પછી જ કંપનીને બંધ કરી દેવામાં આવી હતી. હવે માનવામાં આવી રહ્યું છે કે યુનુસ પાકિસ્તાનમાં રહેવા જતો રહ્યો છે.

જ્યારે પોલીસ અધિકારીઓ પાસે તેની પાસેથી પૈસા કઢાવવાની સીમિત શક્તિઓ છે. કાનૂની પ્રક્રિયામાં આયેશાના પોતાના 10 હજરા પાઉન્ડ ખર્ચ થયા હતા. તેનું કહેવું છે કે તેણે દિવસ રાત મહેનત કરીને જેટલા પણ પૈસા કમાયા હતા, તે બધા આ કેસમાં લગાવી ગીધા હતા. આયેશાનું કહેવું છે કે તે આ મામલાને આગળ સુધી લઈ જતે પરંતુ તેની પાસે એટલા પૈસા નથી. યુનુસ હવે પાકિસ્તાન અને બુડાપેસ્ટથી પોતાનો બિઝનેસ ચલાવી રહ્યો છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.