- World
- બોસે પહેલા નોટોનો કર્યો ઢગલો, પછી 4 કર્મચારીઓમાં વહેચી દીધા 70 કરોડ
બોસે પહેલા નોટોનો કર્યો ઢગલો, પછી 4 કર્મચારીઓમાં વહેચી દીધા 70 કરોડ
એક કંપનીએ પોતાના કર્મચારીઓને બોનસ આપવા માટે અનોખી રીત અપનાવી. ઓફિસ પાર્ટી દરમિયાન કંપનીના સંચાલકો દ્વારા સ્ટેજ પર નોટોનો ઢગલો કરી દેવામાં આવ્યો અને પછી વારાફરતી તેને કર્મચારીઓને ડિસ્ટ્રિબ્યુટ કરી દેવામાં આવ્યા. આ રોચક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, ત્યારબાદ ચીની સોશિયલ મીડિયા પર તેની ચર્ચા થઇ રહી છે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ મુજબ, ઘટના ચીનના હેનાન પ્રાંતની છે.
અહીં ક્રેન નિર્માતા કંપની Henan Mineએ પોતાના કર્મચારીઓને 61 મિલિયન યુઆન (લગભગ 70 કરો રૂપિયાથી વધારે)નું બોનસ વહેચ્યું.બોનસ આપવા પહેલા સ્ટેજ પર 2 મીટર ઊંચો નોટોનો ઢગલો કરવામાં આવ્યો હતો. પછી કર્મચારીઓને બોનસ આપવામાં આવ્યું. કંપનીએ 17 જાન્યુઆરીના રોજ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. તેમાં સ્ટેજ પર નોટોનો ઢગલો દેખાડવામાં આવ્યો છે. આ દરમિયાન કંપનીના 3 સૌથી સારું પ્રદર્શન કરનારા કર્મચારીઓને 5-5 મિલિયન યુઆન (18-18 કરોડ રૂપિયા) આપવામાં આવ્યા. જ્યારે 30 કરતા વધારે અન્ય કર્મચારીઓને 1-1 મિલિયન યુઆનથી સન્માનિત કરવામાં આવ્યા.

કુલ 40 કર્મચારીઓને કંપની તરફથી પૈસા મળ્યા. એટલું જ નહીં, પ્રોગ્રામમાં પૈસાની ગણતરી પ્રતિયોગિતા પણ રાખવામાં આવી હતી. તેમાં કર્મચારીઓના પરિવારજનોએ નક્કી સમયમાં નોટ ગણવા પર ઇનામ આપવામાં આવ્યું. કંપનીએ માત્ર આ પ્રતિયોગીતામાં 12 મિલિયન યુઆન (14 કરોડ રૂપિયા કરતા વધારે) ખર્ચ કર્યા. સૌથી ઝડપથી નોટ ગણનારને 157,000 યુઆન મળ્યા. એક વીડિયોમાં કાળા સૂટ અને લાલ સ્કાર્ફ પહેરેલા પુરુષોના એક ગ્રુપને સ્ટેજથી હાથોમાં સમેટીને રોકડ લઇ જતા દેખાડવામાં આવ્યા છે.
જ્યારે કર્મચારીઓને નોટોના બંડલ વહેચવામાં આવી રહ્યા હતા, તો ત્યાં ઉપસ્થિત લોકો હેરાન રહી ગયા. આ પ્રકારે બોનસ આપવાના ઘણા વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયા છે. ત્યાં તેની ખૂબ ચર્ચા થઇ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, કોરોનાના સમયમાં પણ આ નાણાકીય વર્ષમાં Henan Mineએ ગયા વર્ષથી 23 ટકા વધારે નફો મેળવ્યો છે. કંપનીની સ્થાપના વર્ષ 2002માં થઇ હતી અને તેમાં 5,000 કરતા વધુ કર્મચારી કામ કરે છે. એટલું જ નહીં, છેલ્લા 3 વર્ષોથી કંપનીમાં કોઇ છંટણી થઇ નથી. કંપનીના કર્મચારીઓને એવરેજ વેતનમાં દર વર્ષે 30 ટકાનો વધારો પણ થયો છે.

