પાકિસ્તાનીઓના મગજને સડાવી રહી છે આ ઘાતક અમીબા, 11ના મોત, શું ભારતમાં?

પાકિસ્તાનમાં એક પ્રકારની અમીબાથી હાહાકાર મચી ગયો છે. આ અમીબાના કારણે અત્યાર 11 લોકોના મોત થઇ ચૂક્યા છે. કરાચી શહેર સૌથી વધુ પ્રભાવિત છે. ત્યાં પ્રશાસને લોકોને આ અમીબા પ્રત્યે સાવધાની રાખવા કહ્યું છે. સિંધ હેલ્થ ડિપાર્ટમેન્ટે લોકોને કહ્યું કે, તેઓ સ્વિમિંગ પુલમાં સતર્કતા સાથે પ્રવેશ કરે. જે પુલનું પાણી ક્લોરોનેટેડ ન હોય, એ પુલમાં સ્નાન ન કરે. સાથે જ જ્યાં તમને પાણીમાં નાક નીચે કરીને નાહવું હોય, ત્યાં ખૂબ જ સાવધાની સાથે નાહવું અને જુઓએ કે બધુ ચોખ્ખું છે કે નહીં.

આ અમીબા સીધી મગજમાં ભરાઇ જાય છે અને મગજને ખાવા લાગે છે. જો મામલો બગડી ગયો તો દર્દીનું મોત નિશ્ચિત છે. આ અમીબાનું નામ છે નેગલેરિયા ફાઉલી. તેમાં એક અઠવાડિયા સુધી તાવ હોય છે અને અંગોની શિથિલતા બાદ રોગીનું મોત થઇ જાય છે.

શું છે નેગલેરિયા ફાઉલેરી:

નેગલેરિયા ફાઉલેરી તળાવો, હોટ સ્પ્રિંગ અને ખરાબ દેખરેખવાળા પૂલોમાં જોવા મળે છે. આ એક કોશિય જીવ છે, જે નાકના માધ્યમથી શરીરમાં પ્રવેશ કરીને સીધા મસ્તિષ્કને સંક્રમિત કરવા લાગે છે. દૂષિત જળથી તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઇ શકે છે. સંક્રમણ થવાથી આખા મસ્તિષ્કમાં સોજો થવા લાગે છે, જેથી કોશિકાઓ નષ્ટ થવા લાગે છે. જો કે, તે એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાતી નથી.

શું ભારતમાં પ્રવેશ કરી શકે છે

આ વર્ષે જુલાઇમાં કેરળના અલાપ્પુઝા જિલ્લામાં એક વ્યક્તિનું બ્રેન ઇટિંગ અમીબાના સંક્રમણાંથી મોત થઇ ગયું હતું. આ અમીબા એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં પહોંચી શકતી નથી એટલે પાકિસ્તાનથી અહી આવવાનો કોઇ સવાલ જ નથી. તે દૂષિત જળ હોય, ત્યાં તેના ઉત્પન્ન થવાનું જોખમ રહે છે.

નેગલેરિયા ફાઉલેરીના સંક્રમણના લક્ષણ:

ક્લીવલેન્ડ ક્લિનિક મુજબ, નેગલેરિયા ફાઉલેરી અમીબાનું જ્યારે સંક્રમણ થાય છે તો પ્રાથમિક અમોબિક મેનિંજોસિફ્લાઇટિસ (PAM) થાય છે. તેના લક્ષણમાં સખત તાવ આવે છે. માથાનો દુઃખાવો એટલો તેજ હોય છે કે તેમાં ખૂબ દુઃખાવો કરે છે. તેની સાથે જ ઊલટી અને ઊબકા પણ આવે છે. ઠંડી એટલી લાગે છે કે શરીરમાં કંપારી આવી જાય છે. મેનીનઝાટિસમાં જે લક્ષણ હોય છે એ જ બીમારીમાં પણ લક્ષણ દેખાડે છે. માનસિક રૂપે દર્દી કન્ફ્યૂઝ થઇ થવા લાગે છે. ગંભીર સ્થિતિમાં કોમામાં પહોંચી જાય છે અને અંતે દર્દીનું મોત થઇ શકે છે.

શું છે તેની સારવાર?

જો કે, આ અમીબાનું સંક્રમણ ઓછું થાય છે એટલે તેના પર પણ રિસર્ચ ઓછું છે. આ બીમારી માટે કોઇ દવા ત્યાર સુધી વિકસિત થઇ નથી, પરંતુ એન્ટીફંગલ અને એન્ટીબેક્ટેરિયલ દવાઓથી તેને સારા કરી શકાય છે. કેટલાક લોકોને આ બીમારીના મોઢામાંથી બચાવવામાં આવ્યા છે. મલ્ટેફોસિનની પ્રભાવકરિતા જોવા મળી છે. જો કે, આ બીમારીમાં મૃત્યુ દર 97 ટકા છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.