લગ્ન હતા એ જ દિવસે અચાનક થયું કન્યાનું મોત, આઘાતમાં વરરાજો

લગ્નવાળા દિવસે જ કન્યાનું અચાનક મોત થઇ ગયું. તે લીવર સંબંધિત પરેશાનીઓથી ઝઝૂમી રહી હતી. પહેલા લગ્નથી મહિલાનો એક 10 વર્ષીય દીકરો છે. મહિલાનું શબ સ્વદેશ લાવવા માટે પરિવારજનો હવે પૈસા ભેગા કરી રહ્યા છે, જેથી તેનો અંતિમ સંસ્કાર કરી શકાય. 33 વર્ષીય નાદિયા ગોસિન લંડનની રહેવાસી હતી. તેના લગ્ન ત્રિનિદાદમાં 7 ડિસેમ્બરના રોજ દેવન ગોસિન સાથે થવાના હતા. દેવન ગોસિન સાથે તે 5 વર્ષથી રિલેશનશિપમાં હતી.

જો લીવરની બીમારીના કારણે નાદિયાનું મોત લગ્નવાળા દિવસે જ થઇ ગયું. તો નાદિયાનો 10 વર્ષનો દીકરો એમારી પણ ત્રિનિદાદમાં છે, જેની હાલમાં દેખરેખ દેવન જ કરી રહ્યો છે. નાદિયાની બ્રિટનમાં ઉપસ્થિત બહેન ઇશાએ એક અંગ્રેજી અખબારને જણાવ્યું કે, ‘તેને એ તો ખબર હતી કે તેને (નાદિયા) લીવર સાથે સંબંધિત પરેશાની હતી, પરંતુ તે હંમેશાં ખુશ રહેવા માગતી હતી. તેને ટ્રાવેલ કરવાનું ખૂબ પસંદ હતું. કહેવામાં આવ્યું કે, નાદિયાનો થનાર પતિ પણ તે બીમાર હોવાની વાતથી અજાણ હતો.

તેણે પોતાની મંગેતરના વખાણ કર્યા અને કહ્યું કે, તે ખૂલીને પોતાની જિંદગી જીવતી હતી, પછી તે કોઇ પણ પરિસ્થિતિથી ઝઝૂમી રહી હોય. તે હંમેશાં ખુશ રહેવા માગતી હતી. દેવને કહ્યું કે, જે કંઇ પણ થયું, તેને તેના પર વિશ્વાસ થઇ રહ્યો નથી. તેનો પરિવાર ખૂબ જ ખુશ હતો કેમ કે તેઓ લગ્ન કરી રહ્યા હતા, પરંતુ બધા સપના તૂટી ગયા. નાદિયા મૂળ ઇસ્ટ લંડનના બેક્ટન વિસ્તારની રહેવાસી હતી. તે લગ્ન અગાઉ જ પોતાના દીકરા સાથે ત્રિનિદાદ પહોંચી ગઇ હતી, જ્યાં લગ્નવાળા દિવસે જ આ દુઃખદ અકસ્માત થઇ ગયો.

તો હાલમાં જ એક 20 વર્ષીય છોકરીનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. તેમાં તે પોતાના લગ્ન પર જ ધ્રુસકે-ધ્રુસકે રડતી દેખાઇ રહી છે. છોકરીનું કહેવું છે કે, તે પોતાના પતિને પ્રેમ કરતી નથી અને તેને માત્ર પોતાના માતા-પિતાને સંતુષ્ટ કરવા માટે લગ્ન કર્યા છે. ત્યારબાદ ચીનમાં બળજબરીપૂર્વક લગ્ન કરાવવાના મુદ્દા પર બહેસ છેડાઇ ગઇ છે. છોકરીની ઓળખ યાનના રૂપમાં થઇ છે. તે ગુઇઝોઉ પ્રાંતની રહેવાસી છે. યાને એક ઓનલાઇન પોસ્ટમાં કહ્યું કે, તે લગ્ન કરવા બાબતે વિચારી રહી નહોતી, છતા તેને લગ્ન કરવા પડ્યા. પોતાના પતિ સાથે તે બ્લાઇન્ડ ડેટ પર મળી હતી. યાનનું કહેવું છે કે, તેણે બસ માતા-પિતાની આશાઓ અને સાંસ્કૃતિક માનદંડોને પૂરા કર્યા છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.